શું આપણા મલ્હાર ઠાકર ખરેખર અમેરિકા પહોંચી જશે ? સામે આવ્યું “શુભ યાત્રા”નું જબરદસ્ત ટ્રેલર, જોઈને જ ફિલ્મ રસિયાઓ થઇ ગઈ તલપાપડ, જાણો ફિલ્મ વિશે

“બેબી બુચ મારી ગઈ..” કેવી રીતે પહોંચી શકશે ગુજરાતનો મલ્હાર અમેરિકામાં ? “શુભયાત્રા”નું ટ્રેલર સામે આવતા જ દર્શકો જોવા મળ્યા ઉત્સાહમાં… જુઓ તમે પણ

થિયેટરમાં એક પછી એક નવી નવી ગુજરાતી ફિલ્મો આવી રહી છે અને આ ફિલ્મોને દર્શકો ખુબ જ પસંદ પણ કરે છે. તો ઘણા ગુજરાતી કલાકારો એવા પણ છે જેમણે ચાહકો વચ્ચે પોતાનું આગવું સ્થાન બનાવી લીધું છે. એવું જ એક નામ છે મલ્હાર ઠાકરનું. જે આજે ગુજરાતી ફિલ્મોનો સુપરસ્ટાર બની ગયો છે.

મલ્હાર ઠાકરની કોઈપણ ફિલ્મ આવતાની સાથે જ દર્શકો મોટી સંખ્યામાં થિયેટર સુધી જતા હોય છે અને ફિલ્મનો આનંદ માણતા હોય છે. મલ્હારની મોટાભાગની ફિલ્મો પણ બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી છે. ત્યારે હવે મલ્હાર ઠાકર “શુભયાત્રા” નામની આગામી ફિલ્મમાં જોવા મળવાનો છે.

“શુભયાત્રા” ફિલ્મનું ટ્રેલર પણ રિલીઝ થઇ ગયું અને દર્શકોને પણ તે ખુબ જ પસંદ આવી રહ્યું છે. આ ફિલ્મ “રાઉડી પિક્ચર્સ”ના બેનર હેઠળ બની છે. રાઉડી પિક્ચર્સ સાઉથની ફિલ્મોનું નિર્માણ કરનાર એક નામચીન પ્રોડક્શન હાઉસ છે. જે સાઉથની લેડી સુપરસ્ટાર નયનતારા અને તેના પતિ વિગ્નેશ શિવનની માલિકી હેઠળ છે. આ ઉપરાંત ફિલ્મનું નિર્દેશન પણ એવોર્ડ વિનિંગ ડાયરેકર મનીષ સૈની કરી રહ્યા છે. જેમને તેમની ગુજરાતી ફિલ્મ “ઢ” માટે રાષ્ટ્રીય એવોર્ડ મળી ચુક્યો છે.

આ ફિલ્મમાં લોકપ્રિય અભિનેતા મલ્હાર ઠાકર ઉપરાંત ખુબ જ સુંદર અભિનેત્રી મોનલ ગજ્જર પણ જોવા મળવાની છે. આ ઉપરાંત ફિલ્મમાં અભિનેતા હિતુ કનોડિયા, દર્શન ઝરીવાલા, સુનિલ વિસરાની, ચેતન દૈયા જેવા ખ્યાતનામ કલાકારો પણ આ ફિલ્મની શોભા વધારતા જોવા મળશે.

ફિલ્મના ટ્રેલરમાં ફિલ્મની વાર્તા થોડા અંશે જોવા મળી રહી છે. જેમાં બે યુવાનો અમેરિકા જવાના સપના જોતા જોવા મળે છે. તેમને પોતાના ગામમાં લોકો પાસેથી ઉધાર પૈસા લીધા છે અને પછી અમેરિકા જઈને પોતાનું દેવું ચૂકવવાનું જણાવી રહ્યા છે. આ ઉપરાંત ટ્રેલરમાં તેમની અમેરિકા જવા માટેની સ્ટ્રગલ પણ જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

ટ્રેલરમાં બે ગીતો પણ જોવા મળી રહ્યા છે જે પણ જોનારને ખુબ જ પસંદ આવી રહ્યા છે. આ ફિલ્મ સિનેમાઘરોમાં 28 એપ્રિલના રોજ રિલીઝ થવાની છે. ત્યારે દર્શકો પણ આ ફિલ્મને લઈને ખુબ જ આતુર જોવા મળી રહ્યા છે. ચાહકોનું કહેવું છે કે ટ્રેલર જ આટલું જબરદસ્ત છે તો ફિલ્મ ખરેખર ખુબ જ મજાની હશે.

Niraj Patel