‘પુષ્પા’ સ્ટાર અલ્લુ અર્જુનની 6 વર્ષની લાડલી અલ્લુ અરહાએ કર્યુ સામંથા રૂથ પ્રભુની ફિલ્મથી ડેબ્યુ ! ભાવુક થયો એક્ટર- લખી આ વાત

સામંથાની ‘શાકુંતલમ’માં છવાઇ અલ્લુ અર્જુનની બિટિયા રાની, 6 વર્ષની અરહાની બધે થઇ રહી છે પ્રશંશા

સાઉથ એક્ટ્રેસ સામંથા રૂથ પ્રભુની ફિલ્મ ‘શાકુંતલમ’ રીલિઝ થઈ ગઈ છે. આ ફિલ્મ સામંથાની કારકિર્દીની મોટી ફિલ્મોમાંથી એક છે. શાકુંતલમનો જાદુ પહેલા દિવસે જ બોક્સ ઓફિસ પર જોવા મળ્યો. ચાહકોને સામંથા સ્ટારર આ ફિલ્મ ઘણી પસંદ આવી રહી છે. આ ફિલ્મ એટલા માટે પણ ખાસ છે કારણ કે આ ફિલ્મથી સુપરસ્ટાર અલ્લુ અર્જુનની પુત્રી અલ્લુ અરહાએ અભિનયની શરૂઆત કરી હતી.

અલ્લુ અર્જુને તેની પુત્રીના ડેબ્યૂ પર ટીમને અભિનંદન પાઠવ્યા અને ટ્વિટ કરતા લખ્યુ, ‘શાકુંતલમ’ રિલીઝ થવા પર શુભકામનાઓ. આ મહાકાવ્ય પરિયોજનાને આગળ વધારવા માટે ગુણશેખર ગારુ, નીલિમા ગુના અને શ્રી વેંકટેશ્વર ક્રિએશન્સને મારી શુભકામનાઓ.

મારી સૌથી પ્રેમાળ મહિલા સામંથા રૂથ પ્રભુને મારી હાર્દિક શુભકામનાઓ. મારા મલ્લૂ ભાઇ દેવ મોહન અને પૂરી ટીમને પણ મારી તરફથી શુભકામનાઓ.આશા છે કે બધાને મારી દીકરી અલ્લુ અરહાનો કેમિયો પસંદ આવશે.

ગુણશેખર ગારુને ખાસ ધન્યવાદ કહું છું કેમ કે તેમણે મોટા પડદા પર તેને કાસ્ટ કરી અને તેનું ધ્યાન રાખ્યુ. આ મધુર પળને હું હંમેશા સાચવીને રાખીશ. ફિલ્મ રિલીઝ થયા બાદ ફેન્સ અલ્લુ અર્જુનની દીકરી અલ્લુ અરહાની એક્ટિંગને ઘણી પસંદ કરી રહ્યા છે.

‘ભરત’ના રૂપમાં અરહા પર ચાહકો ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે. સમંથાએ પણ ફિલ્મની રિલીઝ પહેલા અરહાની એક્ટિંગના વખાણ કર્યા. તેણે કહ્યું કે તેની પ્રથમ ફિલ્મમાં જ તે નિર્ભયતાથી અને આત્મવિશ્વાસ સાથે અભિનય કરી રહી છે અને તે તમિલ ભાષા ખૂબ સારી રીતે બોલે છે. તે સુપરસ્ટાર તરીકે જન્મી છે. ફિલ્મની વાત કરીએ તો ‘શાકુંતલમ’ને સારા રિવ્યુ મળ્યા છે.

આ ફિલ્મમાં સામંથા અને દેવમોહન મુખ્ય ભૂમિકામાં છે. તે કાલિદાસના નાટક ‘શકુંતલા’ પર આધારિત એક મહાકાવ્ય દંતકથા છે. દર્શકો પણ ફિલ્મને સારો પ્રતિસાદ આપી રહ્યા છે. હવે સમંથા તેની આગામી ફિલ્મ ‘કુશી’ માટે શૂટિંગ કરી રહી છે જેમાં તે વિજય દેવેરાકોંડા સાથે જોવા મળશે.

Shah Jina