ગીતાબેન રબારીના આ વીડિયોએ સોશિયલ મીડિયામાં મચાવી જબરદસ્ત ધૂમ, જોઈને લોકો પણ બોલી ઉઠ્યા…”આતો 24 કેરેટ…”, જુઓ તમે પણ

કચ્છી કોયલના વીડિયોએ જીત્યા લાખો લોકોના દિલ, 24 કેરેટનું સોનુ પહેરીને એવું ગીત રજૂ કર્યું કે ચાહકો પણ વાહ વાહ કરવા લાગ્યા, જુઓ વીડિયો

ગુજરાતની લોકગાયિકા અને કચ્છી કોયલ તરીકે જાણીતા ગીતાબેન રબારીનો ચાહકવર્ગ ખુબ જ વિશાળ છે. સોશિયલ મીડિયામાં પણ તેમના લાખો ફોલોઅર્સ છે અને તેમની દરેક પોસ્ટ શેર થતાની સાથે વાયરલ થઇ જતી હોય છે. ગીતાબેને તેમના સુરીલા અવાજ અને તેમના ગીતો દ્વારા ગુજરાતમાં જ નહિ પરંતુ દેશ અને દુનિયામાં પણ એક આગવું નામ બનાવ્યું છે.

જયારે ગીતાબેનનો કોઈ જગ્યાએ સ્ટેજ પ્રોગ્રામ હોય છે ત્યારે લાખોની સંખ્યામાં જન મેદની પણ ઉમટી પડતી હોય છે, ગીતાબેન ફક્ત ગુજરાતમાં જ નહિ પરંતુ દેશ વિદેશમાં પણ કાર્યક્રમો કરે છે. વિદેશની ધરતી પર પણ આ કચ્છી કોયલની ખુબ જ બોલબાલા હોય છે. ત્યારે હાલ તેમનો એક નવો વીડિયો લોકોના દિલ જીતી રહ્યો છે.

ગીતાબેન રબારી તેમના સોશિયલ મીડિયા દ્વારા તેમના ચાહકો સાથે જોડાયેલા રહેતા હોય છે. તે તેમના ગીતો ઉપરાંત અંગત જીવનની પણ ઝાંખી શેર કરતા રહે છે. થોડા દિવસ પહેલા જ ગીતાબેને તેમની કેટલીક તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી હતી જેમાં તે મહારાણી જેવા દેખાઈ રહ્યા હતા.

આ તસવીરોને ચાહકોએ ખુબ જ પ્રેમ પણ આપ્યો હતો અને તેના પર ઢગલાબંધ કોમેન્ટ કરી હતી. ત્યારે હાલ તેમને આ પહેરવેશમાં જ એક વીડિયો પણ શેર કર્યો છે. જેમાં તે “24 કેરેટ સોનુ મારી માતા” ગીત ગાતા અને આ ગીત પર ઝુમતા પણ જોવા મળી રહ્યા છે જેને ચાહકો પણ હવે ખુબ જ પસંદ કરવા લાગ્યા છે.

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે લીલા રંગની સાડીમાં સજ્જ ગીતાબેને ઘણા બધા ઘરેણાં પહેર્યા છે અને તે માતાજી માટે બનાવવામાં આવેલા આ જબરદસ્ત ગીત પર ઝૂમી પણ રહ્યા છે. જે જોવું ચાહકોને ખુબ જ પસંદ આવી રહ્યું છે અને એટલે જ તેમનો આ વીડિયો પોસ્ટ થવાની સાથે જ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગયો.

તમને જણાવી દઈએ કે ગીતાબેન રબારી હાલ ડાયરામાં પણ રમઝટ જમાવી રહ્યા છે. તેમના ડાયરાઓમાં હજારોની સંખ્યામાં માનવ મહેરામણ પણ ઉમટી રહ્યું છે, હાલમાં જ યોજાયેલા તેમના એક ડાયરામાં 4.50 કરોડ રૂપિયાનો વરસાદ થયો હતો અને આ ડાયરો ઐતિહાસિક બની ગયો હતો.

આ તમામ રકમ પાંજરાપોળના લાભાર્થ માટે વાપરવામાં આવશે. ત્યારે ડાયરામાં આટલી મોટી રકમનું દાન જોઈને ગૌશાળાના સંચાલકો પણ ખુશ ખુશાલ થઇ ગયા હતા. આ સમગ્ર ડાયરાનું આયોજન કચ્છી જૈન ઓસ્વાલ દ્વારા ગુરુકુળ રિંગ રોડ ખાતે કરવામાં આવ્યું હતું.  જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત પણ રહ્યા હતા.

Niraj Patel