આપણા તહેવારો રસોઈ

બનાવો સ્વીટ મોદક અને માવા મોદક (લાડુ) બનાવો ગણેશ ઉત્સવ પર, નોંધી લો રેસિપી અને શેર કરો

મિત્રો તમે જાણો છો કે થોડાક સમય માં ગણેશ ઉત્સવ આવી રહ્યો છે. ત્યારે ગણેશજી ને મનપસંદ મોદક બનાવવા નું અને ગણેશજી ને મોદક નો થાળ ધરવા ની ઈચ્છા થયા કરે. આમ મોદક ધરી આપણે આપણી ભક્તિ ને પૂર્ણ કરીએ છીએ. તો ચાલો આપણે મોદક ની રેસીપી શિખીએ અને બનાવીએ.

મોદક બનાવવા  માટે ની સામગ્રી

 • ચોખા નો લોટ – 1 કે ½ કપ
 • મીઠું – ચપટી
 • તેલ – 1 નાની ચમચી

સજાવટ માટે

 • ખમણેલું તાજુ નારિયેળ –- ½ કપ
 • ગોળ ઝીણો કરેલો – 1 કપ
 • શેકેલું ખસખસ – 1 મોટો ચમચો
 • એલચી નો પાઉડર – 1 ચપટી ભરીને
 • જાયફળ નો પાઉડર – 1 ચપટી ભરીને

મોદક બનાવવા માટે ની રીત

સૌપ્રથમ એક નોન સ્ટીક ના વાસણ માં સવા કપ પાણી એટલે કે એક કપ અને માથે થોડું નાખો. પછી તેમાં મીઠું અને એક નાની ચમચી તેલ નાખી ગરમ કરવા  માટે મૂકો. જ્યારે પાણી ઉકળવા લાગે ત્યારે ગેસ ને ધીમો કરી તેમાં ચોખા નો લોટ ધીમે ધીમે નાખો ને સતત હલાવતા રહો. જેથી કરી ને મિશ્રણ માં ગોળી ના વળે.

હવે મિશ્રણ ને ઢાંકી દો,અને ઢાંકણા ઉપર થોડું પાણી નાખો અને ધીમા તાપે ત્રણ મિનિટ માટે ચડવા દો. હવે ઢાંકણું ખોલો અને તેની ઉપર થોડું પાણી છાટો. પછી ફરી થી ઢાંકી દો. ફરી પાછું ઢાંકણા ઉપર થોડું પાણી નાખી દો અને ત્રણ મિનિટ માટે ચડવા દો. આ પ્રક્રિયા ને બે વખત કરો. અને પછી વાસણ ને ગેસ પર થી હટાવી લો અને બે મિનિટ માટે ઢાંકી ને રાખો.

હવે મિશ્રણ ને એક મોટા વાસણ માં કાઢી લો, બે હથેળી વડે વચ્ચે વચ્ચે તેલ લગાવી મસળતા રહો જ્યાં સુધી તે ચીકણું અને લચીલુ ના થઈ જાય. ધ્યાન રાખવું જે વાસણ અને લોટ હાથ માં ચોટે નહીં. ભીના કપડાં માં ઢાંકી ને રાખવું.

હવે એક જજાડું અથવા નોન સ્ટીક નું વાસણ લો અને તેમાં નારિયેળ અને ગોળ ને મિક્સ કરી ધીમા તાપે એક થી બે મિનિટ માટે ચડવા દો. અથવા આ મિશ્રણ હળવા સોનેરી રંગ જેવુ ના થઈ જાય ત્યાં સુધી ચડવા દો. પરંતુ યાદ રાખજો કે આ મિશ્રણ ને વધારે ના ચડવા દેશો. હવે તેમાં પીસેલું ખસખસ, નાની એલચી નો પાઉડર,અને જાયફળ નો પાઉડર નાખી ને સારી રીતે મિશ્રણ કરી દો.

હવે તેને ગેસ પર થી ઉતારી લો અને ઠંડુ થવા દો. પછી આ મિશ્રણ ને બાર સરખા ભાગ માં વહેચી દો. લોટ ને પણ સમાન બાર ભાગો માં વહેચી દો. અને પછી તેને ગોળ બનાવો. હથેળી માં તેલ લગાવી દરેક ગોળ કરેલા લૂઆ ને ત્રણ ઈંચ ના વ્યાસ જેટલા બાઉલ માં બનાવી ને મૂકો, તેની કિનાર ને દબાવી ને પાતળી કરી નાખો.

ત્યાર બાદ દરેક બાઉલ માં નારિયેળ નો એક ભાગ ભરો અને આંગળીઓ થી આઠ થી દસ લિટા કરી લો, પછી બધા ને એકસાથે ભેગા કરો અને ઉપર દબાવી ને બંધ કરી દો. હવે એક સ્ટીમ માં આવશ્યકતા અનુસાર પાણી ગરમ કરી લો.

મોદક ને કાણાં વાળી પ્લેટ માં મૂકવા, અને આ મોદક ભરેલી પ્લેટ ને સ્ટીમ માં મૂકો. ત્યાર બાદ દસ થી બાર મિનિટ સુધી સ્ટીમ માં રાખો. આ ગરમ મોદક ઉપર દેસી ઘી નાખી ને પીરસો.

માવા મોદક બનાવવા ની રીત

 • માવો – 375 ગ્રામ
 • ખાંડ – ½ કપ
 • લિક્વિડ ગ્લુકોઝ – 1 નાની ચમચી
 • એલચી નો પાઉડર

એક મોટા વાસણ માં કે નોન સ્ટીક ના વાસણ માં માવા અને ખાંડ ને નાખી ધીમા તાપે સતત હલાવતા ચડવા દો, આ મિશ્રણ માં માવો અને ખાંડ મિક્સ થઈ જાય  ખાંડ અને માવો ઓગળવા લાગશે.

હવે તેમાં લિક્વિડ ગ્લુકોઝ નાખો અને સતત હલાવતા તેને ચડવા દો, આ મિશ્રણ ને 20 મિનિટ માટે ચડવા દો અથવા જ્યાં સુધી જાડું ના થઈ જાય ત્યાં સુધી. અને વાસણ માં ઘી છૂટું ના પડે ત્યાં સુધી. હવે તેમાં એલચી નો પાઉડર નાખી મિશ્ર કરી દો.

હવે તેને ઠંડુ થવા માટે મૂકી દો. મિશ્રણ ના સોળ સમાન ભાગ પાડી લો અને તેને મોદક નો  આકાર આપો. તમે ઈચ્છો તો મોદક બનાવવા માટે સંચા નો પણ ઉપયોગ કરી શકો છો.

લો તૈયાર છે તમારા મનભાવક મોદક જેને તમે ફ્રીઝ માં અઠવાડીયા સુધી રાખી શકો છો. તો હવે બનાવો મોદક ઘરે અને આ વખતે ગણેશ મહોત્સવ માં ગણપતિ ને આરોગાવો આ મસ્ત ટેસ્ટી અને સ્વીટ મોદક અને મહેમાનો ને પણ પ્રસાદી આપી આનંદ માણો.

માધવી આશરા ‘ખત્રી’

Author: GujjuRocks Team
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – GujjuRocks – ગુજ્જુરોક્સ