માતૃત્વ ની ઝંખના….બીજુ એક મારુ અમુલ્ય સપનુ મા બનવાનું હતું. લગ્ન પછી અમુક વર્ષો વીતી ગયા પરંતુ આ સપનું પૂર્ણ ન થયુ… લોકો એવું તો પૂછતા જ હોય છે કે કેટલા ઘર છે ??કેટલા રૂપિયા છે ???

0

માતૃત્વ ની ઝંખના

“જેના માટે લખું છું એ તો સુંદર છે જ
પણ એનાથી પણ સુંદર છે તેનો પ્રેમ “

પ્રેમ એ એવી સંજીવની છે કે દરેકના જીવનમાં સુંદર ફૂલ તરીકે આવે છે. પનઅમુક ના જીવનમાં ખીલતુ રહે છે, અને અમુક ના જીવન માં મુરજાય જાય છે.

જિંદગીમાં દરેક સ્ત્રીનું સપનું હોય છે કે તેને ખૂબ જ સારો પતિ મળે.

માંરુ પણ એક સપનું હતું કે મને સુંદર અને ખૂબ જ પ્રેમ કરનાર પતિ મળે…

અને  ઈશ્વરે આ સપનું પૂર્ણ કર્યું. મેં ખુલ્લી આંખે અને બંધ આંખે જેવો પતિ ધાર્યો હતો તેવો પતિ મને મળ્યો. એક છોકરી જે વિચારે કે તેનો પતિ આવો હોય તેવો જ પતિ હતો. તે મારું ખૂબ જ ધ્યાન રાખતો હતો. મને શું ગમે છે ? શું નથી ગમતું ? એ વિષયમાં તો તેણે PhD કરેલી હતી. તે એક પતિ કરતા એક સારો દોસ્ત હતો. એક દોસ્ત ની રીતે મને સમજાવે અને હસાવે અને હંમેશા મારી જોડે રહેતો. અને હંમેશા મને સપોર્ટ કરતો. મારા સપના પ્રમાણે હું  એક સારા ઘરની વહુ બની ગઈ, પત્ની બની ગઈ..

અને બીજુ એક મારુ અમુલ્ય સપનુ મા બનવાનું હતું. લગ્ન પછી અમુક વર્ષો વીતી ગયા પરંતુ આ સપનું પૂર્ણ ન થયુ…

લોકો એવું તો પૂછતા જ હોય છે કે કેટલા ઘર છે ??કેટલા રૂપિયા છે ??? પરંતુ આ પણ લોકો પૂછતા રહે છે કે કંઈ નવાજૂની છે…??? જ્યારે કોઈ આવું પૂછે તો એટલી  અસહય વેદના થાય છે… એ ખાલી મને જ ખબર…

નથી સમજાતું જિંદગી, કે તું કેમ બદલાઈ જાય છે…
હમણાં તો તું વસંત હતી, હવે કેમ પાનખર થઇ જાય છે… અરે ઓ જિંદગી બોલ ને..
તું કેમ બદલાઈ જાય છે ???

પણ જિંદગી એ મારા પ્રશ્ર્ન નો જવાબ આપ્યો…

એક દિવસ મને આભાસ થયો અને રાત્રે  વોમિટ થવા લાગી. મેં મારા હસબન્ડને ઉઠાડ્યા મને કઈ ગમતું નથી. ત્યારે હું ખૂબ રડવા લાગે અને ભગવાનને પ્રાર્થના કરવા લાગી. શું ભગવાન  આ એક માતૃત્વના નિશાન નથી ને….? એવામાં 1 મહિનો અને 25 દિવસ થઈ ગયા. અને માસિક આવી ગયું. અને ફરી હતાશ થઈને બેસી ગઈ. કેમ ભગવાન તમે મારી પાસે આવું કરો છો..??કેમ મને માતૃત્વ અને ખુશી નથી આપતા…

પછી મેં ડોક્ટરને બતાવયું અને ફરી સપના જોવાના ચાલુ કર્યા…

એ  સમય નો અંત આવી  ગયો… આખરે હું મા બની ગઈ… મારા બધા સપના પૂરા થઈ ગયા. જ્યારે આ વાત મારા પતિને ખબર પડી ત્યારે તે મારું પહેલાં કરતા વધારે ધ્યાન રાખવા માંડ્યો… અમને પહેલેથી ઈચ્છા હતી કે અમારા કૂખે એક દીકરીનો જન્મ થાય…

જયારે હુ ડોકટર પાસે ગઈ ….ડોક્ટરે મને કીધું કે તમને  અેમ્યુટિક બેન્ડ(દોરો) છે. આવું હોવાથી બાળક ખોડખાપણવાળી જન્મી શકે છે. થોડા દિવસ પછી આ તારીખેે સોનોગ્રાફી કરાય  જજો. રોજે આ તારીખ ને હું રાહ જોતી ડોકટરે આપેલી તારીખે ના આગલા દિવસે જ મારી એનિવર્સરીની તારીખ હતી એ પણ હું ભૂલી ગઈ….

એ તારીખ નો અંત આવ્યો અને હું સોનોગ્રાફી માટે ગઈ. ડોક્ટરે મને કહ્યું કે તમારા રિપોર્ટ સોનોગ્રાફી રિપોર્ટ આવ્યો છે કે” તમારું બાળક તંદુરસ્ત છે.”

મારી ખુશીનો પાર ન રહ્યો. ફરી સોનેરી સવાર થવા લાગી…. અને મારુ  શ્રીમંત  ભરાવ્યુ…. બધા મારા સંતાનને આશીર્વાદ આપવા  આવ્યા…

પણ નિયતિએ કંઈક અલગ જ ધાર્યું હતું….

મારી દીકરી નો જન્મ અધૂરા મહિને થયો. ડોક્ટરે કીધું કે છોકરી અધૂરા મહિને  જન્મી એટલા માટે તેનું ખૂબ જ ધ્યાન રાખવું પડશે.

મે પણ હિંમત હાર્યા વગર ડોક્ટરને કીધુ મારાથી બનતી કોશિશ  કરીશ…. કોઈ જ કસર બાકી નહીં રાખું..કારણકે તે મારા સોહીલ ની આત્મા છે.

અને  મારી દીકરી આરવી નો જન્મ થયો. જાણે મારા જીવનમાં એક ફૂલ ખીલી  ગયું. હવે મારા જીવનમાં એક પૂજા તરીકે મારી આરવી હતી. જે મારા જીવનમાં ખુશીઓ લઇને આવી…

હવે અમારા જીવનમાં એક જ લક્ષ્ય હતું કે  કે અમારી દીકરી અધૂરા મહિને આવી એટલા માટે તેનીે દેખભાળ કરવી.  મે અને સોહીલ બધું જ કરવા માંડ્યું જે ડોક્ટરે કીધું હતું. ડોક્ટરે કીધું કે તેને અડતા પહેલાં હંમેશા હાથ  ધોઈને જ જેથી તેને ઈન્ફેક્શન ન લાગે. સોહીલ તો જાણે તેને નીચે જ ન મૂકે…

આરવી માટે જે પણ બાધા ,ભક્તિ  ભગવાનની પ્રાર્થના  બધું જ રંગ લાવી…

અમારી લાડકી  આરવી હવે બે વર્ષની થઈ ગઈ છે…
જે અમારા જીવનમાં એક ખુશીઓની ચાવી તરીકે આવી છે.. તેણે એક માતાને તેનું માતૃત્વ  આપ્યું છે. એક પિતા ને જીવવા માટેનું  હદય બની આવી છે…

હવે અમારી સવાર આરવી  ચહેરો જોઈને જ થાય છે.. અને રાત પણ આરવી ચહેરો જોઈને જ થાય છે… એના નાનકડા ચહેરા પર એની સ્માઈલ જોઈને જ અમારો બધો થાક દૂર થઈ જાય છે…

લેખિકા: નિરાલી હર્ષિત
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

Author: GujjuRocks Team
દરરોજ આવી અનેક લાગણીસભર વાર્તાઓ વાંચો ફક્ત ગુજ્જુરોક્સ પેજ પર.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here