ખબર

દીકરીના લગ્નના 24 દિવસ પહેલા શહીદ થયા પિતા, મથુરા પોલીસે 6.20 ભેગા કરી કર્યું દીકરીનું કન્યાદાન

મથુરામાં ઉત્તરપ્રદેશ પોલીસના પ્રધાન આરક્ષીની દીકરીના લગ્નનો સમારોહ ખૂબ જ સાદગીથી થયો, લગ્નમાં બેન્ડબાજા ન હતા કે કોઈ શરણાઈ વાગી, લગ્ન ખૂબ જ સાદાઈથી થયા. આ લગ્નની જવાબદારી મથુરા પોલીસે ઉઠાવી હતી અને તેને જવાબદારી પુરી કરી હતી.

વાત એમ છે કે ડ્યુટી દરમ્યાન યુપી પોલીસના પ્રધાન આરક્ષી વિજયનાથ સિંહ ચૌહાણનું મૃત્યુ થયું, તેઓ પોતાની દીકરીના 17 મેએ લેવાયેલા લગ્નની તૈયારીઓમાં લાગ્યા હતા. પણ તેમના આકસ્મિક મૃત્યુથી તેમના પરિવાર પર દુઃખોનો પહાડ તૂટી પડ્યો હતો. મથુરા પોલીસે જવાબદારી ઉઠાવી અને આ લગ્ન માટે 6 લાખ 21 હજાર રૂપિયા ભેગા કરીને પરિવારને સોંપ્યા.

Image Source

પ્રધાન આરક્ષી વિજયનાથ સિંહ ચૌહાણની પોસ્ટિંગ મથુરાની જૈત ચોકીમાં હતી. એ રાતે તેઓને બાતમી મળતા તેઓ પોતાની બાઈક લઈને આરોપીઓને પકડવા નીકળી ગયા હતા, પણ એક ટ્રકે તેમની બાઇકને ટક્કર મારી દીધી અને અકસમાત એટલો ભયાનક હતો કે ઘટના સ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું. તેમની મોતના સમાચાર સાંભળીને તેમનો પરિવાર અને પોલીસ ડિપાર્ટમેન્ટ પણ શોકમાં ડૂબી ગયો હતો.

વિજયનાથના ત્રણ બાળકો છે, બે દીકરીઓ અને એક દીકરો. તેમની પત્ની વિનિતા સિંહના જણાવ્યા અનુસાર, તેમનું સપનું હતું કે પોતના ત્રણેય બાળકોને સારી શિક્ષા અપાવે. તેમની મોટી દીકરીએ બીટેકનો અભ્યાસ ખતમ કરી લીધો હતો અને તેમને દીકરીના લગ્ન મથુરાના જ આઝઈ ખુર્દ નિવાસી પીએસીના પ્રધાન આરક્ષી વિરપાલના એન્જીનીયર પુત્ર ઉમેશ પણ સાથે નક્કી કર્યા હતા. લગ્ન 17 મેએ લેવાના હતા, લગ્ન માટે હોલ બુક કરાવવાથી લઈને બીજી બધી તૈયારીઓ થઇ ગઈ હતી. પણ લગ્નના કેટલાક દિવસો પહેલા જ તેમનું મૃત્યુ થતા આ બધી જ તૈયારીઓ એમને એમ રહી ગઈ.

Image Source

વિજયનાથના મૃત્યુને કારણે શોકમાં ડૂબેલા પરિવારને સમજાતું ન નહતું કે લગ્ન કહેવી રીતે થશે, લગ્નની કંકોત્રીઓ છપાઈ ગઈ હતી, હોલ બુક થઇ ગયો હતો. પરંતુ હવે રીતે થશે એ પરિવારને સમજાતું ન હતું, ત્યારે તેમની મદદે મથુરાનો પોલીસ વિભાગ આવ્યો. તેઓએ કહ્યું કે નક્કી કરેલી તારીખે જ લગ્ન લેવાશે અને કોઈ વાતની ચિંતા ન કરે, પોલીસ વિભાગ તેમની સાથે છે. આ પછી પોલીસ વિભાગે નક્કી કર્યું કે તેઓ બધી જ જવાબદારીઓ પુરી કરશે અને પોલીસ વિભાગના બધા જ અધિકારીઓએ અને સિપાહીઓએ થોડી થોડી રકમ આપીને 6.20 લાખ રૂપિયા ભેગા કર્યા.

Image Source

પોલીસ વિભાગે લગ્નમાં બધી જ સંભવ મદદ કરી અને લગ્નની તૈયારીઓથી લઈને મહેમાનોના સ્વાગત અને ભોજનની વ્યવસ્થા સહિત બધું જ વ્યવસ્થિત રીતે સંપન્ન થયું. લગ્નના દિવસે આખો પોલીસ વિભાગ પરિવારનો પ્રસંગ હોય એ રીતે કામ કરતા જોવા મળ્યા હતા. વિનિતા સિંહનું કહેવું છે કે મારા પતિએ પોતાના જીવનમાં ઈમાનદારીથી પોતાની ફરજો નિભાવી છે. આટલું જ નહિ,તેમને નેત્રદાન પણ કરી દીધું હતું, જેથી બીજાનું જીવન રોશન થઇ શકે. મારી દીકરીના લગ્નમાં યોગદાન આપીને પોલીસે વિભાગે વિજયનાથને સાચી શ્રદ્ધાંજલિ આપી છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks