લેખકની કલમે

ખાટો મીઠો માથા નો દુઃખાવો – વાંચો આજે અધૂરી પ્રેમ કહાની, તમારે જ નક્કી કરવાનું છે કે આ સ્ટોરી માં આગળ અંત કેવી રીતે લાવવો….

માથા નો દુખાવો કોને ગમે ? જ્યારે જ્યારે માથા માં દુઃખે ત્યારે કંટાળો આવે અને જ્યારે જ્યારે માથા ને દુખાવવા વાળા માણસો મળે ત્યારે ત્યાં થી દોડી અને ભાગી જવા ની ઈચ્છા થાય. પણ મને મારા માથા ને દુખાવો આપતી એ માણસ પસંદ છે.

અને એનો આપેલ માથા નો દુખાવો પણ…..

હા , મારી આ વાત વાંચી ને તમને સમજાય જ ગયું હશે હું એટલે કે આશિષ જોશી તમારી સામે જે વાત મૂકી તેમાં મારા માથા ને દુખાવો આપતી વ્યક્તિ નો ઉલ્લેખ થયો છે એ એક છોકરી જ છે.

મારી મિત્ર , મારી ગર્લફ્રેન્ડ, મારી ગાઈડ , મારી હિંમત અને મારી તાકાત. સુહાના…..

એના નામ પ્રમાણે જ એના ગુણ ,એની સાથે રહી અને હું મારી જાત ને સ્પેશ્યલ ગણવા લાગુ છું. એ બધી રીતે પરફેક્ટ છે. આકાશ માં પેલા ચંદ્ર ને જોઈ આંખો ને જેમ શુકુન મળે છે ને એવી જ રીતે એને જોઈ અને મારી આંખો ને શુકુન મળે છે. વરસાદી વાતાવરણ માં પેલા કાળા ઘેરા વાદળો ને વરસતા જોઈ અને ભીની માટી ની મહેક થી દિલ ને કેવી ઠંડક પહોંચે છે એમ તને જોઈ અને તારી હાજતી મહેસુસ કરી મારા દિલ ને ઠંડક પહોંચે છે.

પણ પેહલા જેમ ચંદ્ર ની વાત કરી એની જેમ જ એ ચાંદ માં કેવા થોડા ધબ્બા છે એવી જ રીતે તારા પર ગુસ્સે આપવતી તારી આ બક બક …. પણ એ ચાંદો પેલા ધબ્બા વિના જેમ અધુરો અને બેઢંગો લાગે એમ જ તું ચૂપ ચૂપ સારી નથી લાગતી.
કોલેજ ના પેહલા સેમસ્ટર ના ત્રીજા દિવસ થી જે તારી વાતો અને નખરા જે જોયા છે અને સાંભળ્યા અને ઉઠાવ્યા છે એ હું જ જાણું છું. પણ મને એ બધું કરવા માં ખુશી મળતી અને હજુ મળે છે.
એ દિવસે દિવસે પેહલી વખત તને જોઈ મને તારા પ્રત્યે એવું કોઈ ખાસ આકર્ષણ નહતું થયું પણ કોલેજ ના ચોથા સેમસ્ટર માં જ્યારે અમે પેલાં નેચર કેમ્પમાં ગયા હતા અને તું નહતી આવી એ દિવસે મને એહસાસ થયો હતો કે તું મારી માટે કેટલી મહત્વ ની છે. તારા વિના ની દરેક વાત અધૂરી લાગતી અને તારી સાથે ની એક એક ક્ષણ પૂર્ણ લાગતી.

એ દિવસે મને પેહલી વખત પ્રેમ નો એહસાસ થયો હતો. પણ હું તને કહી ન શક્યો.પણ હું તારો દિવાનો બની ગયો હતો , આખો દિવસ હું તારા વિસે જ વિચારતો , સાથે હો ત્યારે તને જોયા રાખતો અને ન હોય ત્યારે તને આંખો બંધ કરી સપના માં જોયા રાખતો , જ્યારે એ પાંચમા સેમેસ્ટર માં મારા રેન્ક ઓછા થયા ત્યારે મેં તારા થી દુર રહેવા નું વિચાર્યું ,તને ઇગ્નોર કરવા લાગ્યો.

એ મારી સૌથી મોટી ભૂલ હતી , એ વાત મને આજે પણ દુઃખ પહોંચાડી જાય છે કે મેં તને શા માટે સજા આપી જ્યારે ભૂલ તો મારી હતી.
હા , મને ખબર હતી તને પણ મારા પ્રત્યે આટલી જ ફીલિંગ્સ હતી જેટલી મને તારા પ્રત્યે હતી. પણ શું કરું એ સમયે પ્રેમ ને છોડી અને કરીઅર પર ધ્યાન આપવું મેં વધુ જરૂરી સમજ્યું.

પણ તે …. તે મારો સાથ ક્યારેય ન છોડ્યો , દરેક પરિસ્થિતિ દરેક હાલત , દરેક ડગલે ને પગલે તે મને મોટીવેટ કર્યો મારા બધા મૂડ સ્વિનગ્સ , મારો બધો ગુસ્સો સહન કર્યો , મને મનાવ્યો મારી સાથે ઝઘડી , નારાઝ થઈ પણ ક્યારેય મને છોડી ને ન ગઈ. મને મારા પર જેટલો ભરોસો નહતો એટલો ભરોસો તને મારા પર હતો.

મને દરેક વાતો માં સલાહ આપતી અને દિવસ ભર નો બધો થાક ઉતારતી તારી આડી અવળી વાતો મને પસંદ છે , બે ફિઝુલ ની તારી એ કચ કચ મને ગમે છે , વગર પોઇન્ટ ના તારા એ મુદ્દાઓ ને હું માણું છું , અને આવી નાની નાની વાતો ને કારણે હું તને મારો મીઠો માથા નો દુઃખાવો કહું છું.
છેલ્લે પ્રેમ પર લખેલ મેઘા ગોકણી ની ચાર લાઇન યાદ આવે છે કે ,

પ્રેમ છે પણ ક્યાં છે ? તારા હસતા ચેહરા પર પેલા હોઠો પાછળ છુપાયેલ છે , એ વખતે થતી ઝીણી આંખો માં સમાયેલ છે ,

તારા એ ગાલ પર પડતા ખંજરો માં દબાયેલ છે , તારી ઊંચી થતી ભમરો માં વિસ્તરાય છે અને તારા માથા ના વાળ સાથે એ વિખરાય છે.

મારી માટે પ્રેમ છે એ તું જ છે .

****

સુહાના એ તેના હાથ માં પકડેલ એ પુસ્તક ભીની આંખો સાથે બંધ કર્યું. “અરે ફક્ત પ્રસ્તાવના વાંચી ને કેમ …?” આર્યન એ અધૂરું વાક્ય છોડ્યું.
“હું આ પુસ્તક નહીં વાંચી શકું , જો વાંચી લઈશ તો કમજોર પડી જઈશ જે હું બિલકુલ નથી ઇચ્છતી.” મક્કમ મન બનાવતા સુહાના બોલી.

“ના ના તું ના વાંચ , તને કમજોર પાડવા મેં આ નથી લખ્યું. બસ તને એ કેહવા માટે લખ્યું છે કે મને તારી સાથે વિતાવેલ દરેક ક્ષણ યાદ છે અને તેનો એહસાસ છે. તારા વિના હું અધુરો છું.” ભીની આંખે આર્યન પણ બોલી પડ્યો.

થોડી ક્ષણો ની ચુપ્પી પછી સુહાના બોલી પડી ,” અને લગ્ન બાદ તારી સાથે ન વિતાવેલ અને તારી રાહ માં કાપેલ દરેક સેકન્ડ નો અહેસાસ હજુ મારી અંદર છે , ભરોસો તોડી ને કરેલ ઘા નો દુખાવો હજુ તાજો જ છે.”

“માનું છું કે મારા થી ભૂલ થઈ છે , હું તારા પ્રત્યે વફાદાર ન રહ્યો ,પણ એની આટલી મોટી સજા તો ન આપ મને , તારા થી દુર ન કર પ્લીઝ સુહાના….” કરગરતા અવાજ માં આર્યન એ કહ્યું.

“તે જે મને આપ્યું છે એ જ તને પાછું આપું છું ,” સુહાના નરમ અવાજ માં બોલી ” તે મને તારા થી દુર કરી હવે હું તને મારા થી દુર કરું છું.”

આ વાત બાદ બંને એક બીજા ની આંખો માં જોતા રહ્યા , નમી બંને ની આંખો માં દેખાતી હતી પણ સુહાના ની આંખો માં મક્કમતા પણ હતી.

ચુપ્પી તોડતા આર્યન બોલ્યો ,” વાત કરવા જસુ તો ઘણી લાંબી થશે , મેં મારી ભૂલ તારી સામે સ્વીકારી લીધી અને તે મને માફ ન કર્યો , વાંધો નહીં સુહાના હું તને ફોર્સ નહીં કરું.

મને મારી ભૂલ નો અહેસાસ છે , અને આ પુસ્તક મેં તારી માટે નહીં મારી માટે લખ્યું છે એ મને મારી ગિલ્ટ માંથી થોડું બહાર લાવે છે.
હું આ પુસ્તક કોઈ પ્રકાશકો ને નહીં આપું ,આ મેં મારી અને તારી માટે લખ્યું છે , એમાં આપણી દરેક નાની નાની મોમેન્ટ દરેક વાતો અને દરેક ઝઘડાઓ સમાયેલ છે.
તારા અને મારા પ્રેમ માટે તો આ 280 પેજ અને પેલા 75,000 શબ્દો ઘણા ઓછા પડે છે. તો પણ મારો પ્રેમ મેં આમાં સમાવવા ની કોશિશ કરી છે.
તું પણ આ પુસ્તક વાંચી અને તારો પ્રેમ જાતાડી દેજે.”

આટલું કહી આર્યન ત્યાં થી ચાલતો થઈ પડ્યો , આંખો એ સહનશક્તિ ગુમાવી અને તે ધીરે ધીરે વહેવા લાગી. આંસુ ગાલ સુધી પહોંચે તે પેહલા તેમને મિટાવી અને પાછળ સુહાના તરફ ફર્યો અને એક સવાલ પૂછતાં બોલ્યો ,” તું નારાઝ છો ને મારા થી , મને છોડી ને તો નહીં જાય ને ?”

સાંભળતા જ સુહાના ની નેણ માંથી એક ટીપું તેના હાથ માં પકડેલ પુસ્તક પર પડ્યું.

……….

આગળ ની સ્ટોરી તમે પુરી કરો , અને મને કહો કે સુહાના એ આર્યન ને માફ કરી દેવો જોઈએ કે નહીં ?

કોમેન્ટ માં મને તમારા મંતવ્યો જણાવો .

અને જો આ સ્ટોરી નો બીજો ભાગ ઇચ્છતા હોઉં તો એ પણ કહો …..

Author – Megha Gokani GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક લાગણીસભર વાર્તાઓ વાંચો ફક્ત ગુજ્જુરોક્સ પેજ પર.