ખબર

જો તમે કોરોના વેક્સિનના બંને ડોઝ લઇ લીધા છે તો પણ તમારે આ ખાસ કાળજી રાખવી જરૂરી, જાણો

ચાલાક કોરોનાને લઈને AIIMSના ડાયરેક્ટરે લોકોને આપી ખાસ સલાહ

કોરોના વાયરસના કેસ હાલ દેશમાં ભલે થોડો ઘટાડો નોંધાઇ રહ્યો હોય પરંતુ ચિંતાજનક સ્થિતિ તો વધુ છે. કોરોનાની બીજી લહેરે સમગ્ર દેશને ઘમરોળી નાખ્યો છે. કોરોના સંક્રમણથી બચવા માટે તો હવે માસ્ક, સોશિયલ ડિસ્ટનસિંગ અને વેક્સિન જ એકમાત્ર ઉપાય છે, પરંતુ વેક્સિન લગાવ્યા બાદ પણ કેટલીક વસ્તુઓની ખાસ કાળજી લેવી પડે છે.

દિલ્લી સ્થિત અખિલ ભારતીય આયુવિજ્ઞાન સંસ્થાન AIIMSના નિર્દેશક ડો.રણદીપ ગુલેરિયાએ કહ્યુ કે, ભારતમાં કોરોના વાયરસની વેક્સિનના બંને ડોઝ બાદ પણ એટલે કે સંપૂર્ણ રીતે વેક્સિનેટ થયા બાદ પણ માસ્ક અને સોશિયલ ડિસ્ટનસિંગ રાખવું ખૂબ જરૂરી છે. તેમણે આ વાત પર જોર આપ્યુ છે.

પ્રતિકાત્મક તસવીર

ભારતમાં કોરોનાની સ્થિતિને આધારે ડો.રણદીપ ગુલેેરિયાએ કહ્યુ કે, કોરોનાનું નવુ રૂપ બદલાઇ રહ્યુ છે. સાથે સાથે વેરિયંટથી વેક્સિનના 2 ડોઝ લીધા બાદ પણ સંક્રમિત થવાનો ખતરો રહે છે. સીડીસીએ કહ્યુ છે કે, સંપૂર્ણ રીતે વેક્સિનેટ થઇ ગયા બાદ એટલે કે વેક્સિનના ડોઝ પૂર્ણ થયા બાદ માસ્ક અને સોશિયલ ડિસ્ટનસિંગ જરૂરી નથી.

પ્રતિકાત્મક તસવીર

આ બાબતે ભારતના એકસપર્ટ્સ અને ડોક્ટર્સનું કહેવુ છે કે, અહીં માસ્ક વિના બહાર નીકળવાનો નિર્ણય તો હાલ નહિ લઇ શકાય, તે માટે રાહ જોવી પડશે. ડો.ગુલેરિયાએ કહ્યુ કે, આપણે સાવધાન રહેવું પડશે. વેક્સિનના 2 ડોઝ બાદ પણ માસ્ક અને સોશિયલ ડિસ્ટનસિંગનું પાલન કરવુ પડશે.