રસોઈ

બાળકોની ફેવરિટ મસાલા મેગીની રેસિપી નોંધી લો આજે જ બનાવો

આજકાલના બાળકો એવા થઇ ગયા છે ને કેજયારે જુઓ ત્યારે મેગી જ ખાવી હોય છે બસ. અને હવે તો મેગી લારીઓ પર પણ મળી રહી છે. આપણને થાય કે ઘરે જયારે મેગી બનાવીએ ત્યારે એ બહારની મેગી જેવી કેમ નથી બનતી. તો એ જ સવાલના જવાબમાં અહીં હાજર છે મસાલા મેગી બનાવવાની રેસિપી…

મસાલા મેગી બનાવા માટે આપડે જોઈશે
સામગ્રી

 • તેલ 2 ચમચી
 • મેગી 2 પેકેટ 12 rs વાળા
 • ગાજર સમારેલા 2ચમચી
 • ટામેટા 1 નંગ
 • ડુંગળી 1 નંગ
 • વટાણા લીલા 2 ચમચી
 • લીલા મરચા 1 ચમચી
 • લાલ મરચું 1 ચમચી
 • ગરમ મસાલો 1/2 ચમચી
 • મેગી મસાલો 2 પેકેટ જે સાથે છે એ
 • પાણી 1/4 કપ
 • બટર 1 ચમચી
 • ધાણા ગાર્નીસિંગ માટે

રીત
સૌપ્રથમ વેજિટેબલે કટ કરી લો

પછી એક પેન માં તેલ મૂકી એમાં લીલા મરચા અને ગાજર ડુંગળી વટાણા ટામેટા એડ કરી મિક્સ કરી લો

અને થોડું સેકાય એટલે એમાં મેગી મસાલો અને મરચું ગરમ મસાલો એડ કરો

મિક્સ થઈ જાયઃ એટલે એમાં મેગી એડ કરી પાણી એડ કરી દો

અને થોડી વાર થવા દો મેગી ચડી જાયઃ એટલે એમાં બટર એડ કરી મિક્સ કરી લો

પછી ધાણા થી ગાર્નીસ કરી મિક્સ કરી લો

તૈયાર છે મસાલા મેગી

આ રેસીપી જરૂર થી બનાવજો તમારા બાળકો ને બઉજ ભાવશે એમ પણ એમને બઉજ ભાવતી જ હોઈ છે મેગી તો જરૂર થી બનાવજો અને રેસીપી કેવી લાગી જણાવજો અને અમારી youtube ચેનલ વિઝિટ કરજો લિંક નીચે આપેલી છે

રેસીપીની લિંક:

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks