રસોઈ

બનાવો એકદમ દેશી સ્ટાઈલથી મસાલા ખીચીયા પાપડ, નાના મોટા દરેક હોંશે હોંશે ખાશે !!

અત્યારે શિયાળામાં મસાલા ખીચિયા પાપડ બનાવવા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. જે ખાવામાં એકદમ દેશી ટેસ્ટ ને મજેદાર લાગે છે તો આજે નોંધી લો રીત મસાલા ખીચીયા પાપડ બનાવવા માટેની. 

સામગ્રી

 • ચોખા ની પાપડી 2 નંગ
 • ડુંગળી 2 ચમચી
 • ટામેટા 2 ચમચી
 • સીંગ તેલ 4 ચમચી
 • ઝીની સેવ 3 ચમચી
 • સંચર 1 ચમચી
 • લાલ મરચું 1 ચમચી
 • મારી પાવડર 1 ચમચી
 • ધાણા ગાર્નીસિંગ માટે
  રીત: સૌપ્રથમ પાપડી ને સેકી લો ગેસ અથવા તો ચૂલા પર ચૂલા પર સેકસો તો એનો ટેસ્ટ બઉજ મસ્ત આવશે પાપડી સેકી લો.

પછી એના ટુકડા કરી લો પછી એને એક પ્લેટ માં પાથરી ને તેલ એડ કરો
પછી ડુંગળી ટામેટા લાલ મરચું અને સંચર નુ મિક્સર એડ કરો
પછી એમાં સેવ એડ કરી ધાણા થી ગાર્નીસ કરી લો તો તૈયાર છે.
ખીચયા પાપડ તમારા બાળકો માટે જરૂર થી બનાવજો એમને બઉજ ભાવશેલાલ મરચું અને સનચર ને મિક્સ કરી ને એડ કરજો
શિયાળા ની સીઝન માં તમે નાસ્તા તરીકે બનાવી ને તરતજ ખાઈ શકો છો જરૂર થી બનાવજો રેસીપી કેવી લાગી જરૂર થી જણાવજો

આ રેસીપીનો વિડીયો જોવા માટે નીચે આપેલ લિન્ક પર ક્લિક કરો :

આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ નીચે લિંક આપી છે એ ક્લિક કરીને જરૂર સબસ્ક્રાઇબ કરજો 
Gujarati Kitchen

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – GujjuRocks – ગુજ્જુરોક્સ
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…