પોતાની ગમતી કાર ખરીદવુ દરેક વ્યક્તિનું સપનું હોય છે. કાર ખરીદવા માટે લોકો કેટલી મહેનત પણ કરે છે તે છતાં પણ ઘણા લોકોના સપનાઓ અધૂરા રહી જાય છે, ત્યારે સામાન્ય માણસોની આ તકલીફને દૂર કરવા માટે મારુતિ સુઝુકી એક ખાસ સ્કીમ લઈને આવી છે જેમાં તમે કાર ખરીદ્યા વગર જ કારના માલિક બની જશો.

જો તમે પણ તમારી પોતાની કાર લેવા માંગતા હોય અને તમારી પાસે પણ પૈસાની ખોટ હોય તો હવે ચિંતા કરવાની જરૂર નથી. મારુતિ સુઝુકી એક ખાસ સ્કીમ લઈને આવી છે, જે અંતર્ગત તમે કાર ખરીદ્યા વગર જ ગાડીના માલિક બની જશો.

ભારતની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકી દ્વારા જ પોતાના વાહન સબ્સ્ક્રિપશન કાર્યક્રમ “મારુતિ સુઝુકી સબ્સ્ક્રાઇબ”નો વિસ્તાર ચાર બીજા શહેરોમાં કરવાની જાહેરાત કરી છે. જેમાં મુંબઈ, ચેન્નાઇ, અમદાવાદ અને ગાંધીનગર જેવા શહેરોનો સમાવેશ કરવામાં આવશે.

કંપનીનું આયોજન આગામી ત્રણ વર્ષની અંદર દેશના 60 શહેરોમાં આ કાર્યક્રમ અંતર્ગત વિસ્તાર કરવાનું છે. આ પહેલા કંપનીએ પોતાનો મારુતિ સુઝુકી સબ્સ્ક્રાઇબ કાર્યક્રમ દિલ્હી-એનસીઆર, બેંગ્લુરુ, હૈદરાબાદ અને પુણેમાં શરૂ કર્યો હતો. આ શહેરોમાં આ સર્વિસને ખુબ જ પસંદ કરવામાં આવી છે.

આના માટે કંપનીએ ઓરિક્સ કોર્પોરેશન, જાપાનની ઓરિક્સ ઓટો ઇન્ફ્રાસ્ટક્ચર સર્વિસેજ ઇન્ડિયાની સાથે ગઠબંધન કર્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત ગ્રાહકને મારુતિ સુઝીકી એરીનાથી સ્વીફ્ટ ડિઝાયર, વિટારા બ્રેઝા અને એરટિગા અને નેક્સાની નવી બેલેનો, સિયાઝ અને એક્સેલ-6 લેવાનો વિકલ્પ પસંદ કરી શકશે.

મારુતિ સુઝુકી દ્વારા કહેવામાં આવ્યું છે કે આ કાર્યક્રમ અંતર્ગત ગ્રાહક વાહનનો માલિકી હક મેળવ્યા વગર નવી ગાડીનો ઉપયોગ કરી શકશે. તેના માટે ગ્રાહકે માસિક ભાડું જ ચૂકવવાનું રહેશે. ગ્રાહક 12 મહિનાથી લઈને 48 મહિના સુધીનું સબ્સ્ક્રિપશનની પસંદગી પણ કરી શકશે.

ગ્રાહકો માટે ભાડું અલગ અલગ શહેરો માટે અલગ રાખવામાં આવ્યું છે. ઉદાહરણ તરીકે અમદાવાદની અંદર સ્વીફ્ટ એલએક્સઆઈ મોડેલનું માસિક ભાડું 14,665 રૂપિયાથી શરૂ કરવામાં આવશે.