સોશિયલ મીડિયામાં અને સમાચારમાં અવાર નવાર સ્ત્રી સાથે થતા માનસિક અને શારીરિક અત્યાચાર ઉપરાંત છેડતી થવાની પણ ઘણી ઘટનાઓ સામે આવે છે. અમદાવાદમાંથી પણ આવી ઘણી ઘટનાઓ સામે આવી છે.
ત્યારે હાલ બીજી એક ઘટના અમદાવાદમાંથી સામે આવી રહી છે, જ્યાં વાસણ ઘસી રહેલી પરણીતાને પાડોશી યુવકે “ભાભી અહીંયા આવો” એમ કહીને પોતાનો ચડ્ડો કાઢી નાખીને બાથમાં લઈ લીધાની ફરિયાદ નોંધાઈ છે.(તમામ તસવીરો પ્રતીકાત્મક છે)

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના વાસણા વિસ્તારમાં રહેતી 35 વર્ષીય પરણિતા તેના પતિ અને બાળકો સાથે રહે છે. મહિલાનો પતિ નારાણપુરા ખાતે નોકરી કરે છે. રવિવારના રોજ જયારે પરણિતા પોતાના ઘરમાં ઉપરના રૂમમાં વાસણ ઘસી રહી હતી તે દરમિયાન પાડોશમાં રહેતો દિપક નામનો એક વ્યક્તિ નીચે આવ્યો અને પરિણીતાના ઘર સામે જોઈ રહ્યો હતો.
આ આગાઉ પણ દિપક નામના આ વ્યક્તિ પરણિતા સામે તાકી રહેતો હતો. જેના કારણે પરણિતાને શંકા જતા તેને પાડોશમાં રહેતી મહિલાને તેના ઘરે કોઈ વસ્તુ આપવાના બહાને બોલાવી. જેવી જ પાડોશી મહિલા પરિણીતાના ઘરમાં આવતી હતી ત્યારે દિપક પરિણીતાના ઘરમાં ઘુસી આવ્યો.
તકનો લાભ લઈને દીપકે પરણીતાને ભાભી અહીંયા આવો એમ જણાવી પોતાનો ચડ્ડો કાઢી બાથમાં લઇ જમીન ઉપર સુવડાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મહિલાએ બુમાબુમ કરતા આસપાસના લોકો ત્યાં આવી પહોંચ્યા હતા. આ સમગ્ર ઘટનાની ફરિયાદ પોલીસ મથકે નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે.