ખબર

કર્ફ્યુના કારણે અમદાવાદની અંદર 1700 જેટલા લગ્ન અટવાયા, એક ઝાટકે જ થયું કરોડોનું નુકશાન

કોરોનાના વધતા જતા વ્યાપ વચ્ચે આજે રાત્રે 9 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી અમદાવાદની અંદર કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો છે. ત્યારે આ દરમિયાન જે લોકોએ લગ્નનું આયોજન કરી લીધું હતું તેમના માટે મોટી મુશ્કેલીઓ ઉભી થઇ ગઈ છે.

Image Source

હાલ લગ્નની સીઝન પણ શરૂ થઇ ગઈ છે ત્યારે અમદાવાદની અંદર આ કર્ફ્યુના કારણે 1700 જેટલા લગ્નો અટકી પડ્યા હોવાની ખબર મળી આવી છે. આ લગ્નો અટકી જવાના કારણે કરોડો રૂપિયાના નુકશાનની પણ આશંકા સેવાઈ રહી છે.

Image Source

અમદાવાદની અંદર શનિવારના રોજ 500 જેટલા અને રવિવારે 1200 જેટલા લગ્ન થવાના હતા, તેના માટે પાર્ટી પ્લોટનું બુકીંગ તેમજ બીજા આયોજનો પણ કરી દેવામાં આવ્યા હતા. પરંતુ અચાનક લગાવવામાં આવેલા કર્ફ્યુના કારણે આ બધા જ લગ્નો અટવાઈ ગયો છે. જેના કારણે લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.

Image Source

અચાનક લગાવેલા કર્ફ્યુના કારણે અને લગ્નની બધી જ તૈયારીઓ થઇ ગઈ હોવાના કારણે મહેમાનો પણ આવી ગયા હતા, તેમજ બીજી વ્યવસ્થાઓ પણ કરી દેવામાં આવી હતી. સરકારની ગાઈડ લાઈન પ્રમાણે 200 લોકોના આમંત્રણ સાથે પરિવારે લગ્નની કંકોત્રી પણ વહેંચી દીધી હતી. પરંતુ આ કર્ફ્યુના કારણે લગ્ન મોકૂફ રાખવાની ફરજ પડી છે.જેથી એક ઝાટકે કરોડોનું નુકશાન થશે.