છેલ્લા કેટલાય દિવસથી ઈન્ડયન આઇદળનો મંચ જાણે દર્શકો માટે એક રસનો વિષય બની ગયો હોય એમ લાગે છે, મંચ ઉપર આવેલા તમામ ગાયકો તો ચાહકોનું દિલ જીતી જ રહ્યા છે સાથે સાથે આજ મંચ ઉપર જજ તરીકે આવેલી નેહા કક્ક્ડ અને ઇન્ડિયન આઇડલમાં જે સેતુ સમાન કામ કરે છે એ શૉનો એન્કર આદિત્ય નારાયણ પણ ખુબ જ ચર્ચામાં રહેલા જોવા મળી રહ્યા છે.

છેલ્લા ઘણા એપિસોડથી આપણે જોઈએ છીએ કે નેહા અને આદિત્યના લગ્નની વાતો થઇ રહી છે, શોમાં મહેમાન તરીકે આવનારા લોકો પણ બંનેની જોડીના વખાણ કરે છે સાથે કોઈને કોઈ રૂપે નેહાને આદિત્ય સાથે લગ્નનું બંધન સ્વીકારે પણ છે.

થોડા સમય પહેલા જ શૉની અંદર મહેમાન તરીકે ઉદિત નારાયણ અને અલકા યાજ્ઞિક પણ આવ્યા હતા અને ત્યારે ઉદિત નારાયણે પોતાના દીકરા આદિત્ય નારાયણની પત્ની અને તેમના ઘરની વહુ બનાવવા માટે નેહાનું નામ કહ્યું હતું. આ શોની અંદર નેહાના માતાપિતા તેમજ ઉદિત નારાયણના પત્ની પણ હાજર હતા. એ દિવસે પણ જાહેરમાં આદિત્ય અને નેહાના લગ્નનું એલાન પણ થઇ ગયું હતું.

દર્શકો સમક્ષ લગ્નની તારીખ પણ નક્કી કરી દેવામાં હતી, 14 ફેબ્રુઆરી. 14 ફેબ્રુઆરીને હવે માત્ર 2 જ દિવસનો સમય બચ્યો છે ત્યારે એક મહત્વના સમાચાર આવી રહ્યા છે જેને લઈને કોઈને પણ આ વાતનો આંચકો લાગી શકે છે.

બોલીવુડના હંગામાને એક ઇન્ટરવ્યૂ આપ ઉદિત નારાયણે કજનાવ્યું હતું કે: “આદિત્ય અમારો એકનો એક દીકરો છે, અમે પણ એના લગ્નની રાહ જોઈ રહ્યા છીએ, જો તેના લગ્નની અફવા સાચી હોય તો હું અને મારી પત્ની આ દુનિયામાં સૌથી ખુશ છીએ.”

ઉદિત નારાયણે પણ આ વાત દ્વારા સંકેત આપી દીધો હતો કે નેહા અને આદિત્યના લગ્ન માત્ર અફવા જ છે, તેમને આગળ એમ પણ જાણવ્યું કે:” જો થોડા જ દિવસમાં આદિત્યના લગ્ન થઇ રહ્યા હોત તો તે પોતાના માતા-પિતાને સૂચના જરૂર આપતો, લિંક અપ અને લગ્નની અફવાઓ માત્ર ઇન્ડિયન આઇડલની ટીઆરપી વધારવા માટે જ છે, નેહા બહુ જ સારી છોકરી છે, તેને મારા ઘરની વહુ બનાવવામાં અને સહેજ પણ ખચકાટ નથી.”

ઉદિત નારાયણના આ ઇન્ટરવ્યૂ બાદ નેહા અને આદિત્યના લગ્નની જે ચાહકો કાગડોળે રાહ જોઈ રહ્યા હતા તેમનું મન ઉદાસ છે, તેમને પણ આ વાતથી ઘણું જ દુઃખ પહોંચ્યું છે. આ શોની અંદર નેહા કક્ક્ડ જજ છે અને આદિત્ય નારાયણ એન્કર, ત્યારે શૉની ટીઆરપી વધારવા માટે જ આ એક નાટક હતું એ વાત સામે આવી રહી છે, જેનાથી કરોડો ચાહકો હતાશ પણ છે.

ઘણાં શોની અંદર આવા જ કોઈ સ્ટન્ટ કરી, ચાહકોનું દિલ જીતી શૉની ટીઆરપી વધારવામાં આવતી હોય છે, ત્યારે નેહા અને આદિત્યના લગ્નનું આ જુઠ્ઠાણું પણ સામે આવ્યું.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.