અજબગજબ

મારી સ્ટોરી: હું Facebookમાં પુરુષો સાથે કરું છું ફ્લર્ટિંગ’ – હું એકલી હતી અને વિશાલનો વિડીયો કોલ આવ્યો પણ

રાકેશ ઓફિસે જવા નીકળ્યા. હું ઘરમાં એકલી હતી. રાકેશ પોતાના કામમાં ખૂબ જ બીઝી અને એણે મને bye કહેવા માટેની પણ તસ્દી ન લીધી. મે માની લીધું કે છોડોને બહુ બીઝી જશે ચિંતામાં હશે એટલે નહીં કીધું હોય.
લગ્નને બે વર્ષ થયા. છતાં પણ રાકેશ પોતાના કામમાં જ બિઝી રહેતા હતા. રાકેશ જ્યારે ઓફિસે જાય ત્યારે હું પોતાને ખૂબ જ એકલી મહેસૂસ કરતી હતી આ એકલતામાં મારે શું કરવું.
મારા લગ્ન પહેલાના સપનાઓ હતા.

Image Source

મારા હસબન્ડ રોમેન્ટિક હોવા જોઈએ. મને ખુબ હસાવવા જોઈએ. પરંતુ અહીં રાકેશ મને સમય આપે તો આ બધી વાતો સાર્થક થાય ને. આખા દિવસના રાત્રે ૯ વાગે આવે અને આવીને જમીને સૂઈ જાય. આમાં મને એકલતા ખૂબ જ લાગતી હતી. સમય પસાર કરવા માટે ટીવી જોતી. મને બપોરે સૂવાની ટેવ નથી. ઘરના બધા જ કામ ખુબ જ ઝડપ ભેર પતાવીને હું દરરોજ ફ્રી થઈ જતી.

આ સમયમાં મને સખત મને કોઈ એવા વ્યક્તિની જરૂર હતી કે જે મને સાંભળે સમજે. મારી સાથે બહુ બધી વાતો કરે. પહોંચી ક્યારેય પણ મને એમ લાગે કે હું તારી માટે બીઝી છું. ગમે તેટલો busy છું ,પણ હું તારી માટે ફ્રી છું આવું કહેનાર કોઈ વ્યક્તિની જરૂર છે.

રેશ્માએ પોતાના પ્રી-વેડિંગ નોવિડીયો ફેસબુક ઉપર મૂક્યો હતો. એ વિડિયો તે મને બતાવી રહી હતી.
આમ તો મને ખ્યાલ હતો કે ફેસબુક શું છે પણ એનો એટલો બધો ઉપયોગ ન હતો. તેણે મને ફેસબુકનાં ચેટિંગ વિશે વાત કરી.

રેશ્માને ફેસબુકનો આટલો રસ પૂર્વક ઉપયોગ કરતા જોઈને મને પણ જીજ્ઞાસા જાગી. રેશમાએ મને ફેસબુક નું એકાઉન્ટ બનાવી આપ્યું. ધીમે-ધીમે મારું સમય પસાર થવા માંડ્યો. દરરોજ નવા નવા મિત્રો બનાવવા માંડ્યાં. જેમને ક્યારેય પણ જોયેલા ન હોય તેવા લોકો પણ વાત કરવા અહીં તૈયાર થઈ જતાં. આપણી લાઈફને પોતાની લાઈફ સમજીને એમાં ઇન્ટરેસ્ટ લેતા. મારા જીવનનો ખાલીપો ક્યાંકને ક્યાંક દૂર થઈ રહ્યો હતો.
એવામાં એક દિવસ મેસેજ આવ્યો.

ઘરકામ કર્યા પછી તરત જ વિશાલ નો મેસેજ આવ્યો hi! કેમ છો..?? મેં બહુ વિચાર્યું કે જવાબ આપુ કે નહીં આપું કેમ નહીં… ધરમા કોઇ નતુ છતાં પણ મેં ડરતા-ડરતા તેને જવાબ આપ્યો..

હાય! પછીવિશાલે તરત જ કીધું કે હું તમારી સાથે ફ્રેન્ડશિપ કરવા માંગુ છું… એ પછી મેં બહુ વિચારીને ok લખ્યું. પછી મેં ફેસબુક ઓફ કરી દીધું. પછી જયારે મેં ફેસબુક આેન કરીયુ ત્યારે વિશાલના બહુ બધા મેસેજ આવી ચુક્યા હતા અને તેમાં બે-ત્રણ jokes પણ હતા. જોકસ વાંચીને હું તરત જ હસી.

હવેં જ્યારે વિશાલના મેસેજ આવે તરત જ મારા ફેસ પર સ્માઇલ આવી જતી. રોજ વિશાલના મેસેજની આદત પડી ગઈ હતી. ખબરને વિશાલની કે તેના મેસેજની?? એક સ્ત્રી પણ શું કરતી.?? કારણકે તેને ખાલીપા નો સહારો મળી ગયો હતો.

હજુ મારા મેરેજને ફક્ત છ મહિના જ થયાં હતાં. હુ ઓછું ભણેલી હતી પરંતુ મારો સુંદર દેખાવ નમણી ર આંખો, લાંબા વાળ, અને ગુલાબની પાંદડી જેવા હોઠ ના કારણે મારા પતિએ મને હા પાડી દીધી હતી. મારા પતિ એક મોટી કંપનીમાં મેનેજર હતા. તેમની એક સારી જોબ હતી પરંતુ તે કામમા બહુ જ બિઝી રહેતા હતા. કેટલીકવાર તો મહિનામાં વિદેશ તેમણે જવાનુ રેહતું.

ધીમે-ધીમે દોસ્તી ગાઢ બનતી ગઈ. વિશાલે મારામાં વધારે interest લેવાનું શરૂ કર્યુ. ધીમે-ધીમે પર્સનલ સવાલ પૂછવા લાગ્યો. આપણે બંને ફ્રેન્ડ છે આપણે એકબીજાથી કંઈ જ છોડવું ન જોઈએ તેવી વિશાલે વાત કરી.
મેં મારી જીવનની આ કહાની વિશાલને કહી. સુખદુઃખની વાતો કરી.

આજે અમારા ઘરની બાજુમાં કથા હતી. મોબાઈલ ચાર્જ મૂકીને હું બપોરના સમયે કથામાં ગઈ. વિશાલના વારંવાર મેસેજ આવતા હતા પણ તે મારા ધ્યાનમાં ન હતું. કથામાં હતી. જયારે બે કલાક પછી આવીને મેં મારો ફોન જોયો ત્યારે વિશાલને કોલ આવ્યો હતો.

અને હું તારા વગર નથી રહી શકતો.. અત્યાર સુધી તું ક્યાં હતી એવા મેસેજ વાંચીને હું ખૂબ જ આશ્ચર્ય અનુભવવા લાગી. ફરી એકવાર વિશાળ નો ફોન આવ્યો જેવો મેં ફોન ઉપાડ્યો વિશાલે કહ્યું તું ગમે તે કર આજે મારે તને મળવું છે.
ત્યારે મને થયું કે શું અજાણ છોકરાને મળવું જોઈએ કે ન મળવું જોઈએ.

મને આટલી મદદ કરી હતી મારો ખાલીપો દૂર કરવામાં મદદ કરી હતી એટલા માટે એમ થયું કે લાવને અને મળી લઉં. બીજીબાજુ એવું લાગ્યું કે જ્યારે મારા પતિને ખબર પડશે ત્યારે તેને કેવું લાગશે. છેવટે મેં એને વીડિયો કોલિંગ કરવાની હા પાડી. જેવો વીડિયો કોલિંગ માં મેં તેનો face જોયો.
તે ગમે ત્યારે અજાણ્યા પુરુષનું મોઢું જોઈને મને થોડું અજુગતું લાગ્યું. મારી સુંદરતા જોઈને ઘાયલ થઈ ગયો તેણે મને મળવા માટે બોલાવી.

ફોન મુક્યા પછી મને ખૂબ જ ગિલ્ટી ફિલ થઇ.
ભલે મારા હસબન્ડને મારી માટે ટાઈમ ન હતો પણ હું કંઈક ખોટું કરી રહી હોવાનું મનમાં લાગ્યું.

મને લાગ્યું કે મારે વિશાલ સાથે વીડિયો કોલિંગ ના કરવું જોઈએ. મારે મારા પતિ સાથેના સંબંધમાં પ્રામાણિક રહેવું જોઈએ.

મેં ધીમે ધીમે vishal સાથે પર્સનલ વાતો કરવાનું બંધ કર્યું. જ્યારે વિશાલ સખત મને દબાણ કરી રહ્યો હતો કે મારે તને મળવુ છે ત્યારે તે વિશાલને ના પાડી.
જ્યારે મિત્રને મળવા માટેની ના પાડી તરત જ તેણે મને બ્લોક કરી.

શું આ જ સંબંધ છે? ત્યારે મને લાગ્યું કે ફેસબુક થી થતી મિત્રતા ખરેખર જ વર્ચ્યુઅલ છે અવાસ્તવિક છે. એટલા માટે તમારા સાચી દુનિયાના સાચા મિત્રો અને સમય આપો. ફેસબુકના મિત્ર તો આજે છે અને કાલે નથી કે જે તમે હમણાં જ બનાવ્યા છે.

દરેક પતિ એવું સમજવું જોઈએ કે પત્ની તેની કેટલી રાહ જોતી હોય છે તેમને સમય આપવો ખૂબ જ જરૂરી છે.
ઘરમાં આવે ત્યારે કામ ને ભૂલી જાવ અને કામમાં હોય ત્યારે ઘરને ભૂલી જાવ.

દરેક પત્ની એ પણ સમજવું જોઈએ કે સંબંધમાં લોયલ રહેવાનું પોતાના પતિને સમજવાનું, પતિ
હા ને તો સમજવાનું પણ , પતિ ની ના ને પણ સમજવાનું.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.