જ્યોતિષ શાસ્ત્ર

જો તમારા કે પત્નીના પગમાં આ રેખાઓ હોય તો બની શકો છો કરોડપતિ- વાંચો આવા રહસ્યો વિશે

કહેવાય છે કે આપણી નસીબ રેખા આપણા હાથોમાં હોય છે. પણ જો તમારા હાથોમાં નસીબ ચમકાવે એવી રેખા નથી તો પરેશાન થવાની જરૂર નથી. માન્યું કે હાથોની રેખામાં ભવિષ્યના ઘણા રહસ્યો છુપાયેલા હોય છે પરંતુ ઘણા રહસ્યો આપણા પગની રેખામાં પણ છુપાયેલા હોય છે.

Image Source
Image Source

સમુદ્રશાસ્ત્ર મુજબ આપણા પગની રેખામાં પણ નસીબ છુપાયેલ હોય છે. તો ચાલો સમુદ્રશાસ્ત્રની મદદથી પગની રેખામાં છુપાયેલ થોડા રહસ્યો જાણીએ.

જો તમારા પગની ત્રીજી આંગળીમાં એક ઉભી રેખા છે તો તમારા લગ્ન જલ્દી થવાની સંભાવના હોય છે અને તમારો જીવનસાથી પાસેથી તમને અઢળક પ્રેમ મળી શકે છે.

Image Source

જો તમારા પગના અંગુઠા નીચે જો એક સીધી રેખા નીકળતી હોય તો તેને સમુદ્રશાસ્ત્ર મુજબ ખુબ જ શુભ માનવામાં આવે છે. આ રેખા ધન-સમૃદ્ધિની રેખા કહેવાય છે. જો તમારા પગના અંગુઠા નીચે એ રેખા હશે તો તમે ખુબ જ ભાગ્યશાળી વ્યક્તિમાના એક વ્યક્તિ છો.

Image Source

પગની એડીથી આંગળી તરફ જતી રેખાઓમાં જો ત્રણ રેખા સાથે મળી અને ત્રિશુલનું ચિહ્નન બનતું હોય તો એવા વ્યક્તિ ખુબ બુદ્ધિશાળી અને જ્ઞાની હોય છે.પણ જો તમારા પગના તળિયામાં સાઁપ કે ઉંદર જેવી આકૃતિની રેખાઓ હોય તેને અશુભ માનવામાં આવે છે. એવા વક્તિનું જીવન ખુબ જ કષ્ટદાયી હોય છે.

પગમાં જ માછલી, શંખ, ચક્ર અથવા તો સ્વસ્તિકનું ચિહ્નન બનતું હોય તો મંત્રી પદ અથવાતો ચલ-અચલ સંપત્તિ પ્રાપ્ત કરે છે. સાથે જ સમાજમાં ખુબ જ પ્રતિષ્ઠા મેળવે છે.

Image Source

જે વ્યકતિના પગના તળિયા કુદરતી રીતે મુલાયમ હોય તે વ્યક્તિનું ભવિષ્ય ઉજ્જવળ હોય છે. એવા લોકને જીવનમાં તમામ સુખ ખુબ સહેલાયથી મળી જતા હોય છે. પણ જે વ્યક્તિના પગના તળિયા કાળા હોય છે તેમના જીવનમાં ધનની ખામી વર્તાતી રહે છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.