મનોરંજન

માલદીવમાં દેખાયો માનુષી છિલ્લરનો બોલ્ડ અંદાજ, શેર કરતા જ વાયરલ થઇ તસ્વીરો

વિશ્વસુંદરી માનુષીએ માલદીવમાં જઈને દેખાડ્યો હુસ્નનો જાદુ, ચાહકો બોલ્યા બૉમ્બ જેવી…

લોકડાઉન ખુલતા જ બૉલીવુડ જગતના ઘણા કલાકારો વેકેશન માટેના સૌથી પ્રિય સ્થળ એવા માલદીવમાં રજાઓ માણવા માટે પહોંચી રહ્યા છે. એવામાં જાણે કે માલદીવ બીજું મુંબઈ બની ગયેલું લાગવા લાગ્યું છે. એવામાં તાજતેરમાં જ પૂર્વ મિસ યુનિવર્સ માનુષી છિલ્લર પણ માલદીવમાં વેકેશનની મજા માણવા માટે પહોંચી છે.

Image Source

દુનિયાની સૌથી સુંદર મહિલાઓમાં ગણવામાં આવતી માનુષીએ ઇન્સ્ટાગ્રામ પર માલદીવની પોતાની અમુક તસ્વીરો પણ શેર કરી છે જેને જોઈને દર્શકો ઘાયલ થઇ ગયા છે.

Image Source

શેર કરેલી તસ્વીરોમાં માનુષીએ બ્લુ પહેરી રાખી છે અને તે સમુદ્ર કિનારે ઉભેલી છે. બ્લુ સાથે માનુષિએ કાળા ચશ્મા પણ પહેરી રાખ્યા છે અને કર્લી ખુલ્લા વાળમાં માનુષી ખુબ જ ગ્લેમરસ લાગી રહી છે. ખુલ્લા બ્લુ આકાશની નીચે બ્લુ માનુષી કાતિલાના લાગી રહી છે.

માનૂષીની તસ્વીર પર અત્યાર સુધીમાં ચાર લાખથી પણ વધારે લાઇક્સ આવી ચુકી છે અને ચાહકો કમેન્ટ્સમાં હાર્ટ અને ફાયરવાળી ઈમોજી પણ પોસ્ટ કરી રહ્યા છે.જો કે આ પહેલી વાર નથી, પહેલા પણ માનુષી પોતાની ગ્લેમરસ તસ્વીરો શેર કરી ચુકી છે.

Image Source

ફિલ્મોની વાત કરીએ તો જલ્દી જ માનુષી અક્ષય કુમાર સાથેની ફિલ્મ પૃથ્વીરાજમાં સંયોગિતાના કિરદારમાં જોવા મળશે. આ ફિલ્મ પૃથ્વીરાજ અને સંયોગિતાની અમર પ્રેમ કહાની દર્શાવે છે.