રબને બના દી જોડી ! શું મનુ ભાકર અને નીરજ ચોપરા કરશે લગ્ન ? શૂટરના પિતાએ તોડી ચુપ્પી

નીરજ ચોપરા અને મનુ ભાકરના લગ્નની અફવા પર સામે આવ્યુ પિતાનું નિવેદન

પેરિસ ઓલિમ્પિકમાં ભારત માટે મેડલ જીતવાવાળા નીરજ ચોપરા અને મનુ ભાકરનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં તે બંને સામ-સામે ઊભા રહી વાત કરી રહ્યા હતા. આ સાથે વધુ એક વીડિયો આવ્યો હતો જેમાં મનુ ભાકરની માતા સુમેધા ભાકર નીરજ ચોપરા સાથે વાત કરી હતી. આ બંને વીડિયોના સોશિયલ મીડિયા પર સામે આવતા જ મીમ્સ અને પોસ્ટનું તો જાણે કે પૂર આવી ગયુ. લોકો તો એવું અનુમાન લગાવવા લાગ્યા કે નીરજ અને મનુનો સંબંધ પાક્કો થઇ ગયો છે.

ત્યારે હવે મનુ ભાકરના પિતા રામ કિશન ભાકરે આ અફવાઓ પર સ્પષ્ટતા કરતા કહ્યુ કે- મનુ અત્યારે લગ્ન વિશે વિચારવામાં નાની છે. રામ કિશન ભાકરે દૈનિક ભાસ્કર સાથે ઇન્ટરવ્યુમાં કહ્યુ- મનુ હજુ નાની છે, તે અત્યારે લગ્નની ઉંમરમાં નથી. અમે હજુ આ વિશે બિલકુલ નથી વિચારી રહ્યા. તેમણે તેમની પત્ની અને નીરજના સંબંધ વિશે પણ રોશની નાખી. તેમણે કહ્યુ- મનુની માતા નીરજને તેમના દીકરાની જેમ માને છે.

મનુ ભાકર અને નીરજ ચોપરા બંને હરિયાણાથી છે અને બંનેએ ભારતીય રમતોમાં પોતાનું મહત્વપૂર્ણ યોગદાન આપ્યુ છે. મનુ ભારતની સૌથી સફળ મહિલા નિશાનેબાજ છએ, જ્યારે નીરજે ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતી ઇતિહાસ રચી દીધો હતો. નીરજના કાકાએ લગ્નની અટકળો ખારિજ કરતા કહ્યુ- લગ્ન એક સાર્વજનિક કાર્યક્રમ થશે અને જ્યારે પણ થશે ત્યારે બધાને ખબર પડી જશે.

તેમણે કહ્યુ- જેવી રીતે નીરજે મેડલ જીત્યો તો પૂરા દેશને ખબર પડી એમ જ્યારે પણ લગ્ન થશે ત્યારે બધાને ખબર પડી જશે. હાલમાં જ સંપન્ન થયેલ 2024 પેરિસ ઓલિમ્પિકમાં મનુ ભાકરે મહિલાઓની 10 મીટર એર પિસ્તલ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતી ઇતિહાસ રચી દીધો હતો.

તે ઓલિમ્પિકમાં મેડલ જીતવાવાળી પહેલી ભારતીય મહિલા નિશાનેબાજ બની ગઇ છે. ટોક્યો 2020 ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ વિજેતા રહેલા નીરજ ચોપરાએ પેરિસ ઓલિમ્પિક 2024માં સિલ્વર મેડલ જીત્યો.

Shah Jina