...
   

દુબઇના રણમાં સ્કેટિંગ કરતી ખૂબસુરત મહિલા સાથે થયુ એવું કે વીડિયો જોઇ તમે પણ નહિ રોકી શકો તમારી હસી, જુઓ વીડિયો

એવા અંદાજમાં દુબઇના રણમાં સ્કેટિંગ કરવા લાગી મહિલા કે પહેલા લપસી અને પછી ધડામ દઇને પડી…જુઓ વીડિયો

દુનિયામાં એવા ઘણા લોકો છે જેઓ સ્કેટિંગ કરવા માંગે છે, અને સ્કેટ બોર્ડ જોતા જ તેઓ તેના પર ચઢી સ્કેટિંગ કરવા લાગે છે. જો કે ઘણા એવા પણ હોય છે જેઓ સ્કેટિંગ જાણતા નથી હોતા અને તેને કારણે તેઓ મુશ્કેલીમાં મુકાઈ જાય છે. સ્કેટ બોર્ડ પર ચડવાની કોશિશ કરતી વખતે ક્યારેક તેઓ નીચે પડી જાય છે તો ક્યારેક થોડે સુધી પ્રયાસ કર્યા બાદ પડી જાય છે. ત્યારે હાલમાં આવો જ એક વીડિયો સામે આવ્યો છે જે ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થઇ રહ્યો છે.

દુબઈના રણમાં એક ખૂબસુરત મહિલા સ્કેટિંગ કરવાનો પ્રયાસ કરી રહી હોય છે પણ તેની સાથે એવું થાય છે કે જોઇ કોઇ પણ હસી પડે. વીડિયોમાં જોવા મળી રહ્યુ છે કે મહિલા ક્રીમ ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. તેની સામે એક સ્કેટ બોર્ડ છે, જેના પર તે ઉભી છે. મહિલા તે સ્કેટ બોર્ડને રણમાં ધકેલે છે, આ સમયે મહિલાના વાળ પણ ઉડી રહ્યા હોય છે જે દર્શાવે છે કે રણમાં જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે. પરંતુ મહિલા કોઈપણ ભોગે સ્કેટ બોર્ડને સ્લાઈડ કરવા માંગે છે. તે ધીમે ધીમે આમાં સફળ પણ થાય છે અને નીચે રોલ કરવાનું શરૂ કરે છે.

જો કે આ દરમિયાન સ્કેટ બોર્ડ ઢોળાવ પરથી નીચે જતા જ મહિલા પોતાના હાથ વડે જમીનને પકડવાનો પ્રયાસ કરવા લાગે છે અને આ સમયે તેનું સંતુલન બગડી જાય છે અને તે ધડામ દઇને નીચે પડે છે. આ વીડિયો @redx_dubai નામના ઇન્સ્ટા હેન્ડલ દ્વારા શેર કરવામાં આવ્યો છે જેને અત્યાર સુધી 85 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. ઘણા લોકો આ વીડિયો જોઇ પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by RedX Dubai (@redx_dubai)

Shah Jina