પગમાં રોલર સ્કેટ્સ પહેરી ચાલતી ટ્રક પાછળ લટકી ગયો યુવક, મિત્ર રોકવાની જગ્યાએ બનાવતો રહ્યો વીડિયો
રીલનું આટલું ઘેલુ ! ચાલતી ટ્રક પાછળ સ્કેટિંગ કરતા બાળકોનો વીડિયો વાયરલ- ભડક્યા યુઝર્સ
સ્ટંટબાજી જો કોઈને રાતોરાત સોશિયલ મીડિયા પર ફેમસ કરી શકે છે, તો તે સેકંડોમાં સીધા જીવનના અંતથી પણ સામનો કરાવી શકે છે. ખાસ કરીને જ્યારે કોઇ રસ્તા પર પોતાનો જીવ દાંવ પર લગાવી સ્ટંટ કરવા લાગે તો આનાથી ડરાવનું કંઇ ના હોઇ શકે. સોશિયલ મીડિયા પર હાલ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં કંઇક આવું જ જોવા મળી રહ્યુ છે.
વાયરલ થઈ રહેલા વીડિયોમાં બે છોકરાઓ ચાલતી ટ્રકના પાછળનો ભાગ પકડીને રસ્તા પર સ્કેટિંગ કરી રહ્યા છે, જો કે વીડિયોના અંતે કંઈક એવું થાય છે જેની કોઈને અપેક્ષા પણ નહોતી. આવા સ્ટંટ કરનાર કોઈપણ વ્યક્તિ અકસ્માતને સીધું આમંત્રણ આપે છે. સોશિયલ મીડિયા યુઝર્સ પણ આ સ્ટંટ પર ઉગ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર વીડિયોમાં દેખાતો ટ્રક બાંગ્લાદેશનો છે, જેની પાછળ બે નાના બાળકો સ્કેટિંગ શૂઝ પહેરીને દોડી રહ્યા છે. આ દરમિયાન બંનેએ પુરપાટ ઝડપે દોડી રહેલી ટ્રકનો પાછળનો ભાગ પકડી રાખ્યો હતો. આવી સ્થિતિમાં જો ટ્રક ચાલક જરૂર પડ્યે ઈમરજન્સી બ્રેક લગાવે તો મોટો અકસ્માત સર્જાઈ શકે.
આ બંને છોકરાઓની હરકતો જોઈને લોકો પણ સમજી નથી શકતા કે તેઓ જે કરી રહ્યા છે તેને ટેલેન્ટ કહેવું કે બેવકૂફી ? @Nishantjournali નામના યુઝરે આ વિડિયો પોસ્ટ કરી લખ્યું- જો ટ્રકની નીચે આવી જતા તો…ઘરવાળા ટ્રક વિરૂદ્ધ જ કેસ લખાવત, શરીરનો એક પણ અંગ ઘરવાળા ન ઓળખી શકતા, આવા લોકોની લાપરવાહીથી લોકો ફસાઇ જાય છે. કાર્યવાહી જરૂર થવી જોઇએ.
अगर ट्रक के नीचे आ जाते … तो घर वाले ट्रक के खिलाफ मुकदमा लिखवाते , शरीर का एक भी अंग घर वाले पहचान नहीं पाते ,ऐसे लोगों की लापरवाही से लोग फंस जाते हैं.. कार्रवाई जरूर होनी चाहिए ! #viralvideo pic.twitter.com/cOPqfiu670
— निशान्त शर्मा (भारद्वाज) (@Nishantjournali) August 11, 2024