ટીમ ઇન્ડિયાના સ્ટાર બોલર મોહમ્મદ સિરાજે ખરીદી ડ્રીમ કાર, લાખોમાં નહિ પણ કરોડોમાં છે કિંમત
છેલ્લા દિવસોમાં ભારતીય ટીમનો સ્ટાર બોલર મોહમ્મદ સિરાજ શ્રીલંકા વિરીદ્ધ સીરીઝમાં જોવા મળ્યો હતો. જો કે શ્રીલંકા વિરૂદ્ધ વનડે સીરીઝમાં તેનું પ્રદર્શન મિક્સ રહ્યુ હતુ. ભારતીય ટીમને 3 વનડે મેચોની સીરીઝમાં 2-0થી હારનો સામનો કરવો પડ્યો હતો. આ વચ્ચે મોહમ્મદ સિરાજ એકાએક ચર્ચામાં આવી ગયો, જેનું કારણ તેણે ખરીદેલી લગ્ઝરી કાર છે.
મોહમ્મદ સિરાજે તેના પરિવાર માટે એક અદ્ભુત લક્ઝરી લેન્ડ રોવર ખરીદી છે. સોશિયલ મીડિયા પર એક ફોટો વાયરલ થઇ રહ્યો છે જેમાં સિરાજ લેન્ડ રોવરની સામે પોઝ આપતો જોવા મળી રહ્યો છે. જણાવી દઇએ કે, આ કારની કિંમત 2.50 કરોડ રૂપિયા છે. ભારતમાં લેન્ડ રોવર કારની કિંમત 68 લાખ રૂપિયાથી શરૂ થાય છે, જ્યારે મહત્તમ 2.50 કરોડ રૂપિયા છે.
મોહમ્મદ સિરાજે પોતાના અને પરિવાર માટે બ્લેક લક્ઝરી લેન્ડ રોવર એસયુવી ખરીદી છે. આ તસવીરો શેર કરતી વખતે તેણે કેપ્શનમાં લખ્યું, ‘તમારા સપનાઓને સીમિત ન કરો, કારણ કે આ જ તમને સખત મહેનત કરવાની પ્રેરણા આપે છે.’ મારા પરિવાર માટે આ ડ્રીમ કાર ખરીદવાની મને શક્તિ આપવા બદલ હું સર્વશક્તિમાનનો આભારી છું. જો તમે તમારી જાત પર વિશ્વાસ કરો છો,
તો તમે પણ જે ઇચ્છો તે હાંસિલ કરી શકો છો. હૈદરાબાદના એક ગરીબ મુસ્લિમ પરિવારમાં જન્મેલા મોહમ્મદ સિરાજના પિતા એક ઓટો રીક્ષા ચાલક હતા. ક્રિકેટર બનતા પહેલા સિરાજના પરિવાર પાસે પોતાનું ઘર પણ નહોતું. તેના માટે ક્રિકેટ રમવું આસાન નહોતું, પરંતુ પિતાનું સપનું હતું કે પુત્ર ક્રિકેટર બને, જેને સિરાજે પોતાની મહેનતથી પુરુ કર્યો અને પરિવારને ગૌરવ અપાવ્યું.