...
   

નીરજ ચોપરા સાથે લગ્નની અફવાઓ પર હવે મનુ ભાકરે તોડી ચુપ્પી, કહ્યુ- મારા અને નીરજ વચ્ચે…

નીરજ ચોપરા અને મનુ ભાકરના લગ્નની ચાલી રહેલી અફવા પર પહેલા મનુના પિતાએ ચુપ્પી તોડી અને તે બાદ હવે મનુ ભાકરે ખુદ આ અફવાઓ પર પૂર્ણવિરામ મૂક્યું છે. પેરિસ ઓલિમ્પિકમાં મેડલ જીતનાર આ બે ખેલાડીઓ વચ્ચેની વાતચીતનો વીડિયો સામે આવ્યા બાદ બંનેના લગ્નની અફવા શરૂ થઈ હતી.

વાસ્તવમાં આ અફવા ત્યાંથી શરૂ થઈ જ્યારે મનુ ભાકરની માતા નીરજ ચોપરાના માથા પર હાથ મૂકીને કંઇક વચન લેતી જોવા મળી હતી, ત્યારથી તેમના લગ્નના સમાચારો ચર્ચામાં હતા. મનુએ પેરિસ ઓલિમ્પિકમાં બે બ્રોન્ઝ મેડલ જીત્યા છે જ્યારે નીરજ ચોપરાએ પેરિસ ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો છે.

શૂટર મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિકની સફળતા પર મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, ‘મારી અને નીરજ વચ્ચે એવું કંઇ નથી, તે મારો સિનિયર ખેલાડી છે.’ પેરિસ 2024માં પહેલો મેડલ જીત્યા બાદ મનુ ભાકરે કહ્યું હતું કે તે ગીતા વાંચીને પોતાના જીવનની સમસ્યાઓ હલ કરે છે. મનુએ કહ્યું કે તે દરરોજ સવારે યોગ કરે છે અને તે તેના જીવનનો એક ભાગ બની ગયો છે.

Shah Jina