...
   

પ્રિન્સિપલે મોટા થઇ ચૂકેલા સ્ટુડન્ટ્સને આપી બાળપણ વાળી સજા- વીડિયો થયો વાયરલ

મોટા થઇ ગયેલા સ્ટુડન્ટ્સને બોલાવી પ્રિન્સિપલે ડંડા વડે ફટકાર્યા, વીડિયો જોઇ તમને પણ યાદ આવી જશે સ્કૂલના દિવસો- જુઓ વીડિયો

સ્કૂલના દિવસોના કેટલાક અનુભવો એ સમયે ઘણું દુઃખ આપે છે, પરંતુ સમયની સાથે જ્યારે એ યાદો બની જાય છે ત્યારે એક અલગ પ્રકારની ખુશી આપે છે. ઘણા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આવી યાદોને તાજી કરવા માટે રિયુનિયનનું આયોજન કરે છે. આવા જ એક રિયુનિયનમાં મોટા થયેલા વિદ્યાર્થીઓ તેમના શાળાના દિવસોને યાદ કરીને તેમના બાળપણમાં પાછા ફર્યા, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ટ્વિટર પર શેર કરવામાં આવેલા વિડિયોમાં પાદરીના આઉટફિટમાં સજ્જ એક વ્યક્તિ બિલ્ડિંગની બહાર સીડી પર લાકડી લઈને ઊભેલા જોવા મળે છે. વ્હાઇટ પેન્ટ અને વ્હાઇટ શર્ટ પહેરેલા કેટલાક લોકો તેમની પાસે આવીને ખૂબ આદર સાથે ઉભા રહે છે અને આ પછી પ્રિન્સિપલ લાકડી વડે એક પછી એક બધાને મારે છે.

વીડિયો શેર કરતી વખતે ક્રિષ્ના નામના એક યુઝરે લખ્યું, ‘આ એક શાળાના જૂના વિદ્યાર્થીઓનું વિચિત્ર રીયુનિયન છે. આમાં કલેક્ટર, પોલીસ ઓફિસર, ડોકટરો, વકીલો, આચાર્યો, શિક્ષકો, ઉદ્યોગપતિઓ અને શાળાના માલિકો પણ સામેલ છે ! બધાની બસ એક જ ચાહત છે… પ્રિન્સિપલ તેમને લાકડીથી મારે, કારણ કે તેમને સ્કૂલના દિવસો યાદ આવે.

તે માને છે કે આચાર્ય દ્વારા આપવામાં આવેલ “છડીના આશીર્વાદ”ને કારણે જ તેઓ આજે જીવનમાં આટલી ઊંચાઈએ પહોંચ્યા છે. આ વીડિયોને અત્યાર સુધી 873.1K વ્યુઝ મળ્યા છે જ્યારે 7.6K લોકોએ વીડિયો લાઇક કર્યો છે, ઘણા લોકો વીડિયો પર કમેન્ટ કરી પ્રતિક્રિયા આપી રહ્યા છે.

Shah Jina