જેકલીન ફર્નાંડિસના બર્થ ડે પર ઠગ સુકેશ ચંદ્રશેખરે ખોલી તિજોરી ! ગિફ્ટ કરી યોટ, 100 આઇફોન 15 પ્રો, 15 કરોડ અને 300 ઘર…

મહાઠગ સુકેશે જેકલીન ફર્નાંડિસને બર્થ ડે પર ગિફ્ટ કરી લગ્ઝરી યોટ, વાયનાડ લૈંડસ્લાઇડ માટે દાન કર્યા 15 કરોડ

બોલિવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડિસનો 11 ઓગસ્ટના રોજ જન્મદિવસ હતો. આ ખાસ અવસર પર એવું લાગી રહ્યું હતું કે જાણે દિલ્હીની જેલમાં બંધ ઠગ સુકેશ ચંદ્રશેખરે પોતાની તિજોરી ખોલી નાખી. તેણે અભિનેત્રીના નામે એક લેટર લખ્યો, જેમાં તેણે જન્મદિવસની ગિફ્ટ્સનો ઉલ્લેખ કર્યો. આ લિસ્ટમાં પ્રાઈવેટ યોટથી લઈને ચાહકો માટે 100 આઈફોન, કેરળના વાયનાડમાં ભૂસ્ખલન પીડિતો માટે 15 કરોડ રૂપિયાનું દાન અને 300 ઘર બનાવવાનું વચન સામેલ છે.

જેકલીન ફર્નાંડિસને લખેલા લેટરમાં સુકેશ ચંદ્રશેખરે તેના જન્મદિવસ પર અભિનેત્રી માટે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. તેણે એક્ટ્રેસને માય બેબી, માય બમ્મા કહી જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી અને તેને સફળતા, સ્વાસ્થ્ય અને આ વર્ષની બધી ઇચ્છાઓ માટે આશીર્વાદ આપ્યો. તેણે વ્યક્ત કર્યું કે અલગ હોવા છતાં તેમના વિચારો અને આત્મા જોડાયેલા છે. સુકેશે કહ્યું કે તેની પાસે જેકલીન માટે જન્મદિવસની ખાસ ભેટ છે.

તેણે કેરળના વાયનાડમાં ભૂસ્ખલન પીડિતોને મદદ કરવા માટે 15 કરોડનું દાન આપવાનો સંકલ્પ લીધો અને ત્રાસદીથી પ્રભાવિત લોકો માટે 300 ઘર ઉપલબ્ધ કરાવવાનો પણ વાયદો કર્યો. સુકેશે એ વાત પર ઘણુ જોર આપ્યુ કે કોઈ પણ મેટેરિયલ ગિફ્ટ- જેટ, યોટ, બિર્કિન બેગ કે હીરા – જેકલીનને બીજાની મદદ કરવા જેટલી ખુશી નથી આપી શકતુ. એટલે તેની ખુશી સુનિશ્ચિત કરવા માટે સુકેશે આ પ્રતિજ્ઞાઓને પૂરા કરવા માટે કેરળ સરકાર સાથે કામ કરવા માટે એક પૂરી ટીમ તૈનાત કરવાનો ઉલ્લેખ કર્યો.

આ ઉપરાંત સુકેશે એક સરપ્રાઈઝ પણ આપ્યુ. ‘લેડી જેકલીન’ નામની એક યોટ, જે તેણે 2021માં પસંદ કરી હતી. યોટ સંપૂર્ણપણે કાયદેસર રીતે અને ટેક્સ ચૂકવીને ખરીદવામાં આવી છે. તે આ મહિને ડિલીવર થઇ જશે. બંનેએ સપનું જોયું કે તેઓ યોટમાં સાથે સમય વિતાવશે, એટલે જ તેણે ખરીદી. સુકેશે એ પણ જણાવ્યું કે તે જેકલીનને કેટલી મિસ કરે છે. તેણે એ બધા દર્દની ભરપાઇ કરવાનું વચન કર્યુ જે તેણે આપ્યુ છે.

11 ઓગસ્ટ 2025ના રોજ ‘રોમિયો અને જુલિયટ’ સ્ટાઇલમાં સાથે મળીને જશ્ન મનાવવાની રાહ છે. તેણે લેટરમાં એ પણ જણાવ્યું કે તે 100 ફેન્સને ‘iPhone 15 Pro’ આપશે જેમણે સપોર્ટ કર્યો છે. આ માટે તેની ટીમ યુટ્યુબ પરથી વિજેતાઓની પસંદગી કરશે. જેકલીન એનિમલ વેલફેર ક્ષેત્રમાં પણ કામ કરી રહી છે, જેને લઇને સુકેશે જણાવ્યુ કે જેકલીનને બેંગલુરુમાં જે પાલતુ પ્રાણીઓની હોસ્પિટલ જે ગિફ્ટમાં આપી છે તે આ વર્ષે પૂરી થવાની છે.

જણાવી દઇએ કે, સુકેશ ચંદ્રશેખરની ભારતીય દંડ સંહિતાની કલમ 420 અને 120-બી હેઠળ છેતરપિંડી અને ગુનાહિત કાવતરાના આરોપમાં 29 મે, 2015ના રોજ ધરપકડ કરવામાં આવી હતી.

Shah Jina