“મેરા નામ જોકર”માં સર્કસની અંદર કામ કરતા રાજ કપૂરની દિલ આપી બેઠેલી આ રશિયન અભિનેત્રી 54 વર્ષ બાદ હવે લાગે છે કંઈક આવી, જુઓ તસવીરો
Russian actress of Mera Naam Joker : ભારતની જેમ રશિયામાં પણ ભારતીય સિનેમાના અઢળક ચાહકો છે. હા, ત્યાંના લોકો બોલિવૂડ ફિલ્મો અને કલાકારોને પસંદ કરે છે. આ ઉપરાંત ત્યાંના કેટલાક સ્ટાર્સ ભારતીય ફિલ્મોનો હિસ્સો રહી ચૂક્યા છે. અમે વાત કરી રહ્યા છીએ રશિયન અભિનેત્રી કેસેનિયા રાયબિંકીનાની, જે 1970માં ખૂબ જ મહેનત અને પ્રેમથી બનેલી રાજ કપૂરની ફિલ્મ મેરા નામ જોકરમાં જોવા મળી હતી. કેસેનિયા રાયબિંકીના આ ફિલ્મમાં રાજ કપૂર સાથે સર્કસમાં કામ કરતી છોકરી મરિનાની ભૂમિકા ભજવતી જોવા મળી હતી.
આજે આ ફિલ્મના 54 વર્ષ પછી, જો તમે તેમની તસવીર જોશો, તો તમે કદાચ તેને પહેલી નજરે ઓળખી શકશો નહીં. ફિલ્મમાં રાજુનો રોલ કરનાર રાજ કપૂર જ્યારે જેમિની સર્કસમાં કામ કરવા જાય છે, ત્યારે તે સર્કસમાં કામ કરતી મરિનાને મળે છે. મરિના તેના સાથી કલાકારો સાથે રશિયાથી ઈન્ડિયા સર્કસ આવે છે.
અહીં સ્ટેજ પર સાથે કામ કરતી વખતે રાજુ મરિનાના પ્રેમમાં પડે છે અને મરિના પણ રાજુને પ્રેમ કરવા લાગે છે. પરંતુ સર્કસ સમાપ્ત થયા પછી, મરિના રશિયા પાછી જાય છે અને રાજુનું દિલ તૂટી જાય છે. જો જોવામાં આવે તો ફિલ્મમાં સેનિયાનો રોલ નાનો હતો પરંતુ તે ફિલ્મનો ખૂબ જ મહત્વનો ભાગ હતો.
મરિના વિશે વાત કરીએ તો, ફિલ્મનું શૂટિંગ સમાપ્ત થયા પછી, કેસેનિયા ખરેખર રશિયા ગઈ હતી. તમને જણાવી દઈએ કે સેનિયા પ્રોફેશનલ બેલે ડાન્સર હતી. જ્યારે તેણીને ખબર પડી કે રાજ કપૂર સાહેબ આ ફિલ્મ માટે કેટલાક રશિયન કલાકારોની પસંદગી કરી રહ્યા છે, ત્યારે તેણી ઓડિશન માટે સંમત થઈ ગઈ.
ભલે આ ફિલ્મ ચાલી ન હતી, પરંતુ સેનિયાએ આ ફિલ્મ દ્વારા ભારત સાથે સારા સંબંધો કેળવ્યા હતા. તે સમયાંતરે ભારત આવતી હતી અને રાજ કપૂર પરિવારના લોકોને મળતી હતી. મેરા નામ જોકર જોકર રિલીઝ થયાને પાંચ દાયકાથી વધુ સમય થઈ ગયો છે અને કેસેનિયા પોતે 75 વર્ષથી વધુ વયની છે પરંતુ તે હજુ પણ બેલે ડાન્સ કરવાનું ભૂલી નથી. તે હજુ પણ ડાન્સની પ્રેક્ટિસ કરે છે.
બેલે ડાન્સની પ્રેક્ટિસ કરવાની સાથે સેનિયા સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે. સેનિયા સમયાંતરે સ્ટેજ શો કરે છે અને તેની પર્સનલ લાઈફને પણ ખૂબ એન્જોય કરે છે. તે તેના બાળકો અને પરિવારના ફોટા પણ શેર કરતી રહે છે. આ સાથે જ તેનો ભારત અને બોલિવૂડ પ્રત્યેનો પ્રેમ પણ હજુ તાજો છે. થોડા સમય પહેલા તેણે ફિલ્મ મેરા નામ જોકરનો એક સીન સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો જેમાં તે રાજ કપૂર સાથે જોવા મળી રહી છે.