મા બનવાની છે ગોપી વહુ, લગ્નના દોઢ વર્ષ બાદ પહેલા બાળકનું સ્વાગત કરશે દેવોલીના, બોલી- હવે પૂછવાનું બંધ કરો
ગોોપી વહુના ઘરે આવવાનું છે નાનું મહેમાન, દેવોલિના ભટ્ટાચાર્જીએ કર્યુ પહેલી પ્રેગ્નેંસીનું એલાન
પ્રેગ્નેટ છે દેવોલીના ભટ્ટાચાર્જી, ગોપી વહુનું થયુ પંચામૃત અનુષ્ઠાન, પતિ, સાસુ-સસરા અને નણંદો સાથે બતાવી ઝલક
દેવોલિના ભટ્ટાચાર્જી અને તેનો પતિ શાહનવાઝ શેખ માતા-પિતા બનવા જઈ રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર અભિનેત્રીની પ્રેગ્નન્સીને લઈને અટકળો ચાલી રહી હતી. ત્યારે હવે ટીવીની ‘ગોપી બહુ’ એટલે કે દેવોલિના ભટ્ટાચાર્જીએ આ અટકળો પર પૂર્ણવિરામ મૂક્યું છે અને પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરી છે.
અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર પતિ શાનવાઝ સાથેના ફોટા શેર કરીને ચાહકોને આ ખુશખબર આપી છે. દેવોલિના લગ્નના દોઢ વર્ષ બાદ 38 વર્ષની ઉંમરે તેના પ્રથમ બાળકનું સ્વાગત કરવા જઈ રહી છે. તેણે તેના પતિ અને પરિવાર સાથે સેલિબ્રેશનની કેટલીક તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરી છે.
આ તસવીરોમાં અભિનેત્રી અને તેના પતિ સાથે પરિવાર તેમજ સીરિયલ ‘સાથ નિભાના સાથિયા’ના કો-સ્ટાર પણ જોવા મળે છે, આ ફોટા શેર કરતી વખતે દેવોલીનાએ કેપ્શનમાં લખ્યું, ‘પવિત્ર પંચામૃત અનુષ્ઠાન સાથે મા બનવાની આ સફરની શરૂઆત કરવા જઇ રહી છું. આ રસ્મ થવાવાળા બાળક અને માતાના સારા સ્વાસ્થ્યની કામના માટે કરવામાં આવે છે.’
જણાવી દઇએ કે તસવીરોમાં દેવોલીના તેના પતિ સાથે હાથમાં એક નાના બાળકના કપડા લઇને બેસેલી જોવા મળી રહી છે, જેના પર લખેલું છે, ‘હવે તમે પૂછવાનું બંધ કરી શકો છો’. જણાવી દઈએ કે, ઘણા સમયથી અભિનેત્રીની પ્રેગ્નન્સીને લઈને ચાહકોમાં ઘણી ચર્ચા થઈ રહી હતી.
જો કે, તે સમયે ગોપી બહુએ આ વિષય પર કંઈપણ કહેવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. દેવોલીનાએ હજુ સુધી તેની ડ્યુ ડેટનો ખુલાસો નથી કર્યો પરંતુ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર થતાં જ ચાહકો, મિત્રો અને સોલિબ્રિટીઓએ દેવોલિના પર પ્રેમ અને આશીર્વાદ વરસાવ્યા.
View this post on Instagram