નાગા ચૈતન્યનીની નવી નવી મંગેતર શોભિતાએ વેસ્ટર્ન કપડામાં દેખાડ્યું ભરાવદાર ફિગર, જુઓ
નાગાર્જુનના પુત્ર નાગા ચૈતન્યએ હાલમાં જ ઈન્ડસ્ટ્રીની સુપર બોલ્ડ એક્ટ્રેસ શોભિતા ધૂલીપાલા સાથે સગાઈ કરી. નાગા ચૈતન્ય અને શોભિતા ધુલીપાલાએ પોતાના સંબંધોને એક ડગલું આગળ લઈ જવાનો નિર્ણય કરીને બધાને ચોંકાવી દીધા. સામંથા સાથે છૂટાછેડાના 3 વર્ષ બાદ નાગા ચૈતન્ય તેના જીવનમાં આગળ વધી ગયો અને તેણે ઇન્ડસ્ટ્રીની બોલ્ડ અભિનેત્રીને તેની મંગેતર બનાવી.
આમ તો નાગા ચૈતન્યની એક્સ વાઇફ પણ ઇન્ડસ્ટ્રીની ફેમસ એકટ્રેસમાંની એક હતી જો કે તેની મગેતર શોભિતા બોલ્ડ અભિનેત્રીઓની યાદીમાં સામેલ છે. શોભિતા ધુલીપાલાએ સાઉથ સિનેમાથી લઇને ઘણી હિન્દી ફિલ્મો અને વેબ સિરીઝમાં કામ કર્યું છે. તાજેતરમાં જ અભિનેત્રીએ ‘મંકી મેન’ દ્વારા હોલીવુડમાં પણ ડેબ્યુ કર્યું છે.
અભિનયની સાથે સાથે શોભિતા તેની સ્ટાઈલિશ સ્ટાઈલથી લોકોને દિવાના બનાવવાનું કૌશલ્ય પણ ધરાવે છે. વેસ્ટર્ન હોય કે ટ્રેડિશનલ, તે દરેક અવતારમાં અદભૂત દેખાય છે. શોભિતા ફિલ્મોની સાથે સાથે સોશિયલ મીડિયા પર પણ તેની બોલ્ડનેસ માટે જાણીતી છે.
શોભિતા ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ રહે છે અને અવાર નવાર તેની તસવીરો શેર કરતી રહે છે.શોભિતા ધુલીપાલાએ ‘ધ નાઈટ મેનેજર’ અને ‘મેડ ઈન હેવન’ જેવી વેબ સિરીઝમાં ઘણા ઈન્ટીમેટ સીન આપ્યા છે. બોલ્ડનેસના મામલે શોભિતા એક અલગ જ ચાર્મ ધરાવે છે, શોભિતા તેની એક્ટિંગની સાથે સાથે હોટનેસ માટે પણ ચાહકો વચ્ચે જાણીતી છે.
‘ધ નાઈટ મેનેજર’માં આદિત્ય રોય કપૂર સાથેની શોભિતાની કેમેસ્ટ્રી લોકોને પસંદ પડી હતી.નાગા ચૈતન્યની મંગેતર શોભિતા ધુલીપાલા અવારનવાર તેના હોટ ફોટોશૂટની તસવીરો ફેન્સ સાથે ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે. શોભિતાએ ઈન્ડસ્ટ્રીમાં પોતાના દમ પર એક ખાસ ઓળખ બનાવી છે.
જણાવી દઇએ કે, વર્ષ 2016માં અનુરાગ કશ્યપની રમન રાઘવ 2.0થી પોતાનું એક્ટિંગ ડેબ્યુ કરનારી શોભિતા ઘણી હિન્દી અને સાઉથ ફિલ્મોમાં જોવા મળી છે. તેણે ગુડાચારી, મેજર, મૂથોન, કુરુપ, પોનીયિન સેલવન: I અને II જેવી ફિલ્મોમાં તેની અભિનય કુશળતા દર્શાવી છે.