એક સમયે નાના પડદા પર રાજ કરનારી આ અભિનેત્રી 46 વર્ષની ઉંમરે પણ કુંવારી છે. ટીવી સિરિયલ હોય કે રિયાલિટી શો, દરેક જગ્યાએ પોતાનો ડંકો વગાડવા છતાં આ અભિનેત્રી સિંગલ છે. ચાહકો પોતાની ફેવરેટ એક્ટ્રેસને દુલ્હન તરીકે જોવા માટે ઉત્સુક છે. અમે વાત કરી રહ્યા છીએ ‘ભાભીજી ઘર પર હૈ’ ફેમ અભિનેત્રી શિલ્પા શિંદેની. બિગ બોસ વિનર શિલ્પા શિંદે દરેક ઘરમાં ભાભીજી તરીકે ઓળખાય છે, પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે તે વાસ્તવિક જીવનમાં હજુ પણ સિંગલ છે.
કોમેડી સીરિયલ ‘ભાભીજી ઘર પર હૈ’માં અંગૂરી ભાભીનો રોલ પ્લે કરીને લોકોના દિલો પર પોતાની છાપ છોડનાર શિલ્પા શિંદે 46 વર્ષની છે, પરંતુ અભિનેત્રીએ હજુ સુધી લગ્ન નથી કર્યા. શિલ્પાનું નામ એ અભિનેત્રીઓની યાદીમાં સામેલ છે જેમણે પોતાના કરિયરમાં ઘણું નામ અને પ્રસિદ્ધિ મેળવી છે પરંતુ વાસ્તવિક જીવનમાં તે એકલી જ રહી. શિલ્પા શિંદે આમ સિંગલ છે પરંતુ એવું નથી કે અભિનેત્રી ક્યારેય પ્રેમમાં પડી નથી.
ખતરોં કે ખિલાડી 14માંથી બહાર થયા બાદ શિલ્પા શિંદે ફરી એકવાર હેડલાઇન્સમાં છે. જણાવી દઈએ કે શિલ્પા શિંદે ટીવી ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી છે, તે એક સમયે તેના કો-સ્ટારના પ્રેમમાં પડી ગઈ હતી. ટીવી સીરિયલ ‘માયકા’માં શિલ્પા શિંદેની મુલાકાત અભિનેતા રોમિત રાજ સાથએ થઇ ગતી, સેટ પર તેમની મિત્રતા થઇ અને તેઓ ટૂંક સમયમાં જ પ્રેમમાં પડ્યા. આટલું જ નહીં બંનેએ વર્ષ 2009માં સગાઈ પણ કરી લીધી હતી, પરંતુ લગ્નના કાર્ડ તૈયાર થયાના થોડા દિવસો બાદ જ અચાનક જ શિલ્પાએ સગાઈ તોડીને બધાને ચોંકાવી દીધા.
સગાઇ તોડવાના પાછળના કારણ વિશે શિલ્પાએ તે સમયે કહ્યુ હતુ કે- તે વધારે યંગ હતી અને આ કારણે તેણે સગાઈ તોડવાનું નક્કી કર્યું હતું. તે દરમિયાન, અભિનેત્રીએ કહ્યું હતું કે તે લગ્નમાં વિશ્વાસ નથી કરતી અને જો તે ભવિષ્યમાં કોઈના પ્રેમમાં પડે છે, તો પણ તે સંબંધને નામ આપવા માટે લગ્ન કરશે નહીં. શિલ્પા શિંદેની સગાઇ તૂટવાની ખબરો આ દિવસોમાં ફરી એકવાર હેડલાઇન્સમાં છે, કારણ કે ઘણા વર્ષો પછી હવે રોમિત રાજે આના પર રિએક્ટ કર્યુ છે.
શિલ્પા સાથેની સગાઈ તોડવા પર પોતાનું મૌન તોડતા અભિનેતાએ કહ્યું કે, અમારી સગાઈ તૂટ્યાને 15 વર્ષ થઈ ગયા છે અને ત્યારથી લઈને આજ સુધી અમે એકબીજાને મળ્યા નથી. આના પર હું કહીશ કે જે થાય છે તે સારા માટે જ થાય છે. જણાવી દઈએ કે આજ સુધી શિલ્પાએ લગ્ન કર્યા નથી. ત્યાં રોમિતે ટીના કક્કર સાથે લગ્ન કર્યા છે અને બંને સાથે ખૂબ જ ખુશ છે.