...
   

સ્વતંત્રતા દિવસ પર પાકિસ્તાનીઓએ પણ ગાયુ ‘જન ગણ મન…’, સોશિયલ મીડિયા પર વીડિયો થયો વાયરલ

લંડનના રસ્તા પર એક સુરમાં ‘જય હો…’ ગાતા જોવા મળ્યા હિંદુસ્તાની અને પાકિસ્તાની- વીડિયો થયો વાયરલ

15મી ઓગસ્ટના રોજ સમગ્ર ભારતે 78મો સ્વતંત્રતા દિવસ ઉજવ્યો, આ અવસર પર દરેક વ્યક્તિ આઝાદીની ઉજવણીમાં મગ્ન જોવા મળી. આ દિવસ દરેક ભારતીયને નવા ભારતની પ્રથમ સવારની યાદ અપાવે છે જ્યારે લગભગ 200 વર્ષ પછી સત્તાની લગામ ભારતીયના હાથમાં આવી હતી. જો કે, 14 ઓગસ્ટના રોજ બ્રિટિશ ભારતનું વિભાજન સાંપ્રદાયિક ધોરણે કરવામાં આવ્યું હતું, જેણે બે સ્વતંત્ર રાષ્ટ્રો- ભારત અને પાકિસ્તાનને જન્મ આપ્યો હતો.

ત્યારે હવે યુનાઇટેડ કિંગડમમાં જ ભારતીય અને પાકિસ્તાનીઓને એક કરનાર સંગીતકાર @vish.musicનો વીડિયો ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહ્યો છે. બે દિવસ પહેલા પોસ્ટ કરવામાં આવેલો આ વીડિયો લંડનની શેરીઓનો છે જ્યાં વિશ ગિટાર પર એઆર રહેમાનનું બોલિવૂડ ગીત ‘જય હો…’ ગાઈ રહ્યો છે અને ઘણા ભારતીય અને પાકિસ્તાનીઓ પોતપોતાના દેશોના ઝંડા લઈને તેની સાથે જોડાઈ રહ્યા છે.

આ સિવાય કેટલાક લોકો યુકેના ધ્વજ સાથે પણ જોવા મળે છે. આ ઉપરાંત બીજો પણ એક વીડિયો સામે આવ્યો છે જેમાં ભારતીયોનું એક જૂથ જન ગણ મન ગાતું જોવા મળે છે અને તેમની સાથે કેટલાક પાકિસ્તાનીઓ પણ જોડાતા જોવા મળ્યા. પાકિસ્તાની મીડિયા આઉટલેટ આર્ય ન્યૂઝ સાથે કામ કરતા એક પત્રકારે આ ક્ષણને તેના મોબાઈલ ફોનમાં કેદ કરી ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી લખ્યું, ‘બ્રિટન દ્વારા વિભાજિત, બ્રિટનમાં એકજુથ’ પાકિસ્તાનીઓ અને ભારતીયો એકસાથે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Vish (@vish.music)

આ વીડિયોમાં દર્શક ભારતના રાષ્ટ્રગાનનું સમ્માન કરી રહ્યા છે. આનો પાછળનો વીડિયો પાકિસ્તાનના રાષ્ટ્રગાનનો છે જેનો પિકાડિલી સર્કસમાં પાકિસ્તાનીઓ અને ભારતીયો હંનેએ સમ્માનરૂપથી સમ્માન કર્યુ અને આનો શ્રેય સિંગર આમિર હાશમીને જાય છે.

 

View this post on Instagram

 

A post shared by Farid Qureshi (@faridqureshi_uk)

Shah Jina