...
   

પ્રિયંકા ચોપરાનો પતિ નિક સાથે પુલસાઇડ રોમાન્સ, ખુલ્લેઆમ કપલનું લિપલોક જોઇ ચાહકોને પણ આવી ગઇ શરમ

દેશી હિરોઈન પ્રિયંકા ચોપરાએ ખુલ્લે આમ આ વ્યક્તિને ચુમ્મા ચાટી કરી, હોંઠ પર હોંઠ ચડાવ્યા, જુઓ વીડિયો

પ્રિયંકા ચોપરા લાંબા સમયથી તેની ફિલ્મ ‘ધ બ્લફ’ના શૂટિંગમાં વ્યસ્ત હતી. જો કે, તેના વ્યસ્ત શેડ્યૂલ વચ્ચે પણ તેણે પતિ નિક જોનાસ અને પુત્રી માલતી મેરી સાથે સમય પસાર કરવાની તક ગુમાવી નહિ. હવે જ્યારે ફિલ્મનું શૂટિંગ પૂરું થઇ ગયુ છે ત્યારે પ્રિયંકા તરત જ યુએસ પહોંચી કેમ કે નિક જોનાસને તેની ફિલ્મ ‘ધ ગુડ હાફ’ માટે સપોર્ટ કરી શકે.

ફિલ્મના પ્રીમિયરમાં પ્રિયંકા અને નિક જોનાસ એકબીજાનો હાથ થામેલ હતા અને એકબીજામાં ખોવાયેલા દેખાતા હતા. ત્યારે હવે નિક જોનાસે પ્રિયંકા ચોપરા સાથેનો પોતાનો એક રોમેન્ટિક વીડિયો શેર કર્યો છે, જે તેમના લોસ એન્જલસના ઘરનો હોવાનું કહેવાય છે. વીડિયોમાં નિક પ્રિયંકા તરફ જતો જોવા મળી રહ્યો છે. પહેલા પ્રિયંકા તેને લિપ કિસ કરે છે, આ પછી તે ચોંકી જાય છે અને પછી નિક પ્રિયંકાને કિસ કરે છે.

નિક જોનાસનપં રિએક્શન જોઇ ચાહકો પણ પોતાને ફની કમેન્ટ્સ કરવાથી રોકી શક્યા નહીં. એકે લખ્યું, ‘જીજુ ક્યારેય નિરાશ નથી કરતા.’ અન્ય એકે લખ્યું, ‘મને જલન થાય છે.’ બીજા એકે લખ્યું, ‘ભાઈને હજુ પણ પત્ની પર ક્રશ છે.’ જણાવી દઇએ કે, પ્રિયંકા હાલમાં જ તેની નવી ફિલ્મ ‘ધ બ્લફ’ના શૂટિંગ માટે ઓસ્ટ્રેલિયામાં હતી. ત્યારબાદ નિક જોનાસ પણ પુત્રી માલતી સાથે ત્યાં ગયો હતો. પરંતુ વર્ક કમિટમેન્ટ્સને કારણે નિકને અમેરિકા પરત ફરવું પડ્યું અને સાસુ મધુ ત્યાં ગઈ.

 

View this post on Instagram

 

A post shared by Nick Jonas (@nickjonas)

Shah Jina