હાલમાં જ ઉર્વશી રૌતેલાનો એક બાથરૂમ વીડિયો લીક થયો હતો, જેણે ઘણી હેડલાઈન્સ બનાવી હતી. ત્યારે હવે ઉર્વશી બાદ ફેમસ સોશિયલ મીડિયા સ્ટારનો એમએમએસ લીક થયો છે, જેણે ઇન્ટરનેટ પર સનસનાટી મચાવી દીધી છે. વાયરલ ક્લિપમાં, યૂટયૂબર અને ઇન્ફ્લુએન્સર કથિત રીતે વાંધાજનક સ્થિતિમાં જોવા મળી. જો કે, આ વાયરલ વિડિયો અંગે પોતે ઇન્ફ્લુએન્સરે સ્પષ્ટતા આપી છે અને સત્ય પણ જણાવ્યું છે.
સોશિયલ મીડિયા પર લીક થયેલી MMS ક્લિપ ફેમસ યૂટયૂબર અને ઇન્ફ્લુએન્સર સોના ડેની છે. સોના ડે સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે અને તેના વીડિયો પણ અવારનવાર ઇન્ટરનેટ વાયરલ થતા હોય છે. પરંતુ આ વખતે તેનો એક વાંધાજનક વીડિયો વાયરલ થયા બાદ તે ખૂબ ચર્ચામાં આવી ગઇ. સોના ડેએ ઈન્ટરનેટ પર લીક થયેલા એમએમએસ અંગે પોતાનું મૌન તોડ્યું છે.
તેણે કહ્યું- ‘આ વીડિયો મારો નથી, કોઈએ મને બદનામ કરવા માટે બનાવ્યો છે. વિડિયોમાં દેખાતી છોકરી પણ આ નથી. આ વાયરલ વીડિયોને તેણે ફેક અને એડિટેડ કહ્યો. તેણે તેના ફેન્સને ખાસ અપીલ પણ કરી કે તે આવી બાબતો પર ધ્યાન ન આપે. વીડિયોમાં દેખાતી છોકરી બાંગ્લાદેશની છે અને તેને બદનામ કરવા માટે આવું જૂઠ ફેલાવવામાં આવી રહ્યુ છે.
તેનું કહેવું છે કે તેની ઈમેજ ખરાબ કરવા માટે આવા અશ્લીલ વીડિયો બનાવવામાં આવે છે અને ફેલાવવામાં આવે છે. જોણાવી દઇએ કે સોના ડે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવાર નવાર વીડિયો તેમજ તસવીરો શેર કરે છે. ચાહકો પણ તેના ફોટોઝ અને વીડિયો પર દિલથી પ્રેમ વરસાવે છે. સોના ડેના ઇન્સ્ટાગ્રામ પર 9.1 મિલિયન ફોલોઅર્સ છે.