શું નતાશાને દગો આપી રહ્યો હતો હાર્દિક ? નતાશાએ એવું કામ કર્યું કે અક્કલ કામ નહિ કરે, જુઓ
ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને અભિનેત્રી નતાશા સ્ટેનકોવિકે ગયા મહિને અલગ થવાની જાહેરાત કરી હતી. હાર્દિકથી અલગ થયા બાદ નતાશા તેના પુત્ર અગસ્ત્ય સાથે હોમટાઉન સર્બિયામાં છે અને સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ રહે છે. હાર્દિક અને નતાશા કેમ અલગ થયા ? આ અંગે હજુ સુધી બંને તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
પરંતુ આ વખતે નતાશાએ સોશિયલ મીડિયા પર કંઈક એવું કર્યું છે જેના કારણે ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે હાર્દિકે નતાશા સાથે છેતરપિંડી કરી છે. હાર્દિક અને નતાશાએ 18 જુલાઈના રોજ સત્તાવાર રીતે તેમના અલગ થવાની જાહેરાત કરી હતી. નતાશાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ રેડિટ પર ચીટીંગ અને ઇમોશનલ એબ્યુઝ વિશેની કેટલીક પોસ્ટ લાઈક કરી હતી. સાથે જ કેટલીક ટોક્સિક રિલેશનશિપને લગતી પણ પોસ્ટ લાઇક કરી હતી.
આ પછી જ હાર્દિકના નતાશાને દગો આપવાની વાત ચર્ચાવા લાગી. જણાવી દઇએ કે, હાર્દિક અને નતાશાએ 2020માં લગ્ન કર્યા હતા, આ પછી બંનેએ ફેબ્રુઆરી 2023માં ફરી હિન્દુ અને ક્રિશ્ચિયન રીતિ-રિવાજ મુજબ ઉદયપુરમાં ધામધૂમથી લગ્ન કર્યા. ત્યારે બીજા લગ્નના એક વર્ષ બાદ જ કપલે જુલાઈ 2024માં છૂટાછેડાની જાહેરાત કરી.
Natasa Stankovic Liked Reels About Cheating & Emotional Abuse: Apparently Hardik Cheated On Her, Leading To Divorce☕️
byu/Unique_Ad4358 inInstaCelebsGossip