કોણ છે જૈસ્મિન વાલિયા ? આ હસીના પર તો કોઇ પણ થઇ જાય ફિદા, હાર્દિક પંડ્યા સાથે આમ જ નથી ચાલી રહી અફેરની અટકળો
એવું કહેવાઇ રહ્યુ છે કે ક્રિકેટર હાર્દિક પંડ્યાની લાઇફમાં કોઇ હસીનાની એન્ટ્રી થઇ ચૂકી છે. હાર્દિક અને તેની એક્સ વાઇફ નતાશાએ 18 જુલાઇના રોજ સોશિયલ મીડિયા પોસ્ટ શેર કરી જણાવ્યુ હતુ કે બંને આપસી સંમતિથી અલગ થઇ રહ્યા છે. જ્યાં બંનેના છૂટાછેડા અને અણબનાવનું કારણ હજુ સુધી સામે નથી આવ્યુ, ત્યાં છેલ્લા દિવસોમાં નતાશાએ પ્રેમમાં દગો મળવાની પોસ્ટ્સ લાઇક કરી જે બાદ ચાહકો ક્યાસ લગાવવા લાગ્યા કે બંને વચ્ચે કંઇક આવું જ થયુ છે.
ત્યાં હવે તાજા જાણકારી અનુસાર, એવું કહેવામાં આવી રહ્યુ છે કે હાર્દિક એક હસીનાને આ દિવસોમાં ડેટ કરી રહ્યો છે અને બંને સાથે ગ્રીસમાં વેકેશન પણ એન્જોય કરવા ગયા હતા. આ હસીના બીજુ કોઇ નહિ પણ જૈસ્મિન વાલિયા છે. આ અફવાઓ ત્યારે શરૂ થઇ જ્યારે ગ્રીસમાં એક પુલસ્લાઇડથી બંનેની એક જેવી તસવીરો અને વીડિયો સામે આવ્યા. જૈસ્મીને બ્લૂ બિકિનીમાં સ્ટાઇલિશ તસવીરો શેર કરી જે બાદ હાર્દિકે એ જ પુલ કિનારે ફરતા એક વીડિયો શેર કર્યો.
આ બંનેમાં એ જ પુલ, એ જ બેકગ્રાઉન્ડ અને ખૂબસુરત નજારો છે, જે બાદ સોશિયલ મીડિયા યુઝર્સે ક્યાસ લગાવવાનું શરૂ કરી દીધુ કે બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે. ઘણા લોકોએ એ સવાલ પણ જૈસ્મિનને પૂછ્યો કે હાર્દિક પંડ્યા અને તમે એકસાથે છો શું ? જણાવી દઇએ કે, જૈસ્મિન વાલિયા એક બ્રિટિશ સિંગર અને ટીવી પર્સનાલિટી છે. મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં જૈસ્મિન વાલિયાએ પોતાની ખાસ જગ્યા બનાવી છે. જો કે એવું નથી કે તે લંજન મૂળની છે પણ તેનો જન્મ એસ્સેક્સમાં થયો હતો.
જૈસ્મિનના માતા-પિતા મૂળ ભારતીય છે. જૈસ્મિન બ્રિટિશ રિયાલિટી ટીવી સીરીઝ (The Only Way Is Essex) નો ભાગ રહી છે. વર્ષ 2010 માં તેણે એક એક્સ્ટ્રા તરીકે શરૂઆત કરી હતી, પણ 2012 સુધી તે ફુલ ટાઇમ કાસ્ટ મેંબર થઇ ગઇ. જૈસ્મિને આ શો બાદ મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો અને 2014માં પોતાની યૂટયૂબ ચેનલ લોન્ચ કરી. ચેનલ પર જૈસ્મિન બીજાના ગીતો ગાઇ પોતાનું ટેલેન્ટ બતાવતી.
તેણે જૈક નાઇટ, ઇન્ટેંસ-ટી અને ગ્રીન મ્યુઝિક સાથે હાથ મિલાવ્યો અને પછી 2017માં તેને સૌથી મોટો બ્રેક બોડ ડિગીથી મળ્યો.જૈસ્મિને પહેલીવાર જેક નાઈટ સાથે પરફોર્મ કર્યું અને તેની પોપ્યુલારિટી વધુ વધી ગઇ. વર્ષ 2018માં તેણે બોલિવૂડ ફિલ્મ ‘સોનુ કે ટીટુ કી સ્વીટી’ માટે ‘બોમ ડિગી ડિગી’ ગીતને રીમેક કર્યું.
View this post on Instagram
વર્ષ 2022માં જૈસ્મિને બિગ બોસ 13ના ફાઇનલિસ્ટ અસીમ રિયાઝ સાથે નાઇટ્સ એન ફાઇટ્સ નામનો એક મ્યુઝિક વિડિયો કર્યો હતો અને તેમની ઓન-સ્ક્રીન કેમેસ્ટ્રી ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. આસિમ રિયાઝ સાથેના તેના આ વીડિયોને ઇન્ટરનેશનલ અટેંશન મળ્યુ હતું. તેને ટાઇમ્સ સ્ક્વેર બિલબોર્ડ પર પણ સ્થાન મળ્યું.
View this post on Instagram
જૈસ્મિન એક સોશિયલ મીડિયા સેન્સેશન છે અને તેના ઇન્સ્ટાગ્રામ પર 6.4 લાખ ફોલોઅર્સ છે. તે અવારનવાર તેના બોલ્ડ અને સનસનાટીભર્યા ફોટા પોસ્ટ કરે છે જે વાયરલ પણ થાય છે. જૈસ્મિનની યુટ્યુબ ચેનલ પર 5.7 લાખ સબ્સ્ક્રાઇબર્સ છે. હાર્દિક પંડ્યા સાથેના તેના કથિત રિલેશને તેને ચર્ચામાં લાવી દીધી, જેને કારણે તેની પર્સનલ લાઇફ અને કરિયર બંને પર ધ્યાન આકર્ષિત થયુ છે.
View this post on Instagram