...
   

કરોડોના દેવામાં ડૂબેલો છે ‘તારક મહેતા…’નો સોઢી, 34 દિવસથી નથી ખાધુ ખાવાનું, જણાવ્યુ અસલી દર્દ…

‘તારક મહેતા’ના ગુરુચરણ સિંહે સંભળાવ્યુ અસલી દર્દ, 34 દિવસથી નથી ખાધુ સાલિડ ખાવાનું, માથા પર 1.2 કરોડનું દેવું- જાણો સમગ્ર મામલો

લગભગ 25 દિવસો સુધી ઘરથી ગાયબ રહ્યા બાદ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નો સોઢી એટલે કે ગુરુચરણ સિંહ હવે ઘરે તો પાછો આવી ગયો છએ પણ તેના જીવનની તકલીફ તેનો પીછો નથી છોડી રહી. એવી ખબર હતી કે એક્ટર આર્થિક તંગીથી ઝઝૂમી રહ્યો હતો અને પરેશાન થઇ તેણે ઘર છોડી દીધુ હતુ. ત્યારે હવે આ જ કહાની ગુરુચરણ સિંહે થોડી ખુલીને જણાવી છે. તેણે જણાવ્યુ- તેના પર 1.2 કરોડનું દેવું છે. તે છેલ્લા એક મહિનાથી મુંબઇમાં કામ મેળવવા આમ-તેમ ભટકી રહ્યા છે.

સિદ્ધાર્થ કનન સાથે વાતચીતમાં ગુરુચરણ સિંહે પોતાનું દર્દ ખુલીને સંભળાવતા કહ્યુ- ‘હું કામની શોધમાં એક મહિનાથી મુંબઈમાં છું. મને લાગે છે કે લોકો મને પ્રેમ કરે છે અને તેઓ મને જોવા માંગે છે. હું મારા ખર્ચાઓને મેનજ કરવા, માંની દેખરેખ રાખવા અને દેવું ચૂકવવા પૈસા કમાવવા માંગુ છું. હું કંઈક સારું કામ કરીને મારી બીજી ઈનિંગ શરૂ કરવા ઈચ્છું છું. મને આ સમયે પૈસાની ખૂબ જ જરૂર છે કારણ કે મારે EMI અને ક્રેડિટ કાર્ડ બિલ પણ ભરવાના છે.

જો કે કેટલાક સારા લોકો મને પૈસા આપે છે પરંતુ હું કામ કરવા માંગુ છું કારણ કે હું મારા વૃદ્ધ માતા-પિતાનું ધ્યાન રાખવા માંગુ છું.’ તેણે એ પણ જણાવ્યુ કે ‘મેં છેલ્લા 34 દિવસથી ખાવાનું બંધ કરી દીધું છે. હું દૂધ, ચા અને નારિયેળ પાણી જેવો પ્રવાહી ખોરાક લઉં છું. છેલ્લા ચાર વર્ષમાં મેં માત્ર નિષ્ફળતા જ જોઈ છે. મેં વિવિધ વસ્તુઓ, વ્યવસાયો અને બધું જ અજમાવ્યું છે પરંતુ કંઈપણ સફળ થયું નથી. હવે હું થાકી ગયો છું અને મારે કંઈક કમાવવાની જરૂર છે. મારા પર ઘણું દેવું છે. મારે બેંકો અને ક્રેડિટ કાર્ડ કંપનીઓને 60 લાખ રૂપિયાની લોન ચૂકવવાની છે.

આ ઉપરાંત મારા કેટલાક સારા પરિચિતોએ મને પૈસા ઉછીના આપ્યા છે અને મારે તેમનું દેવું પણ ચૂકવવું પડશે. એકંદરે, મારું આખું દેવું લગભગ રૂ. 1.2 કરોડ છે.’ ત્યાં પિંકવિલા સાથેની મુલાકાતમાં ગુરુચરણ સિંહે કહ્યું હતું કે તેણે આધ્યાત્મિક યાત્રા શરૂ કરી હતી. તેણે કહ્યું હતું કે, ‘હું એટલા માટે ગાયબ નહોતો થયો કે હું દેવામાં હતો અથવા લોન ચૂકવવામાં અસમર્થ હતો. મારા પર હજુ પણ દેવું છે. મારા ઈરાદા સારા છે અને હું હજુ પણ મારા ક્રેડિટ કાર્ડ અને EMIની ચુકવણી કરી રહ્યો છું.

Shah Jina