વર્ષમાં ચાર નવરાત્રી આવે છે. પરંતુ આસો મહિનાની નવરાત્રીનું કંઈક મહત્વ જ અલગ છે. નવરાત્રી દરમિયાન માતાજીના અલગ-અલગ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. આ પર્વ ધ્યાન, સાધના, જપ અને પૂજન દ્વારા આત્મિક શક્તિ વિકાસ માટે પ્રખ્યાત છે.ભક્તો વિધિ-વિધાનથી પૂજા કરવાની એસ્થે મનોકામનાના અનુસાર દેવીભાગવત પૂરાણ મંત્રોનો જપ કરવામાં આવશે તો તમારી મનોકામના પૂર્ણ થશે.
આવો જાણીએ કયો મંત્ર કરવાથી ફાયદો થાય છે.
જીવનમાં હંમેશા ખુશ અને મનને પ્રફુલ્લિત રાખવું જ એ બધા દુઃખોનો ઈલાજ છે. તેથી નવરાત્રીમાં આ મંત્રનો જપ કરો.
प्रणतानां प्रसीद त्वं देवि विश्वार्तिहारिणि।
त्रैलोक्यवासिनामीडये लोकानां वरदा भव।।
આ મંત્રનો જાપ કરવાતી વ્યક્તિ ગુણવાન અને શક્તિશાળી બને છે.
सृष्टिस्थितिविनाशानां शक्ति भूते सनातनि।
गुणाश्रये गुणमये नारायणि नमोऽस्तु ते।।
તમારું બાળક વધારે પડતું બીમાર રહેતું હોય તો અથવા તો લગ્નના ઘણા વર્ષોબાદ પણ સંતાનસુખની પ્રાપ્તિ ના થતી હોય તો આ મંત્રનો જાપ કરવાથી સંતાનની પ્રાપ્તિ થશે સાથે જ બાળક બીમાર રહેતું હોય તેની બીમારી દૂર થશે.
सर्वाबाधा विनिर्मुक्तो धन धान्य सुतान्वितः।
मनुष्यो मत्प्रसादेन भवष्यति न संशय॥
જો તમે લાંબા સમય સુધી દેવામાં હોય બધી કોશિશ વ્યર્થ હોય ત્યારે નવરાત્રીમાં આ મંત્રનો જાપ કરવાથી કર્જ ઉતરી જાય છે.
या देवि! सर्वभूतेषु लक्ष्मीरूपेण संस्थिता।
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः।।
જો તમારા ઘરમાં લગાતાર ધનસંબંધી પરેશાની રહેતી હોય. તનતોડ મહેનત કર્યા બાદ પણ કોઈ સફળતા પ્રાપ્ત થતી ના હોય તો આ મંત્રનો જાપ અવશ્ય કરો.
दुर्गे स्मृता हरसि भीतिमशेषजन्तो:।
स्वस्थै: स्मृता मतिमतीव शुभां ददासि।।
જે વિધાર્થીઓ આ વર્ષે બોર્ડની પરીક્ષા આપવાના હોય અથવા કોઈ અન્ય પરીક્ષાની તૈયારી કરી રહ્યા હોય તેને પરીક્ષામાં સારા માર્ક મેળવવા માટે આ મંત્રનો જાપ કરવો
ऊं ऐं हृं क्लीं महासरस्वती देव्यै नमः।
ઘરમાં તણાવ હોય અને પતિ-તેની વચ્ચેના સંબંધને મધુ બનાવવા માટે નવરાત્રીમાં દરરોજ આ મંત્રનો જાપ કરો.
या देवि! सर्वभूतेषु शांति रूपेण संस्थिता।
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः।।
જો તમારી ઉંમર થઇ ગઈ હોય અને હજુ સુધી તમને જીવનસાથી ના મળ્યો હોય તો આ નવરાત્રીમાં આ મંત્ર કરવાથી મનોકામના પૂર્ણ થાય છે.
पत्नीं मनोरमां देहि नोवृत्तानुसारिणीम्।
तारिणीं दुर्गसंसारसागरस्य कुलोद्भवाम्॥
જીવનમાં પ્રસન્નતા અને આનંદ મેળવવા માટે નિયમિત રૂપે આ સિદ્ધ મંત્રનો જપ કરે.
प्रणतानां प्रसीद त्वं देवि विश्वार्तिहारिणि।
त्रैलोक्यवासिनामीडये लोकानां वरदा भव।।
માતાજી ભક્તોની ભક્તિ પર પ્રસન્ન થઈને રાતે સપનામાં આવીને કંઈકે સંકેત આપે છે. એવો જાણીએ.
નવરાત્રી દરમિયાન જો રાતે સપનામાં ઘુવડ દેખાય તો સમજી જવાનું કે માતાજીને તમારી પૂજાથી પ્રસન્ન થયા છે. તમારી ઘરે જલ્દી ધન-સંપદા આવશે.
નવરાત્રી દરમિયાન 16 શૃંગાર કરેલી મહિલા જોવા મળે તો સમજી જજો કે તમારી જિંદગીમાં ચાલનારી પરેશાની દૂર થઇ જશે. માતા લક્ષ્મીજીની કૃપા થશે.
નવરાત્રીના સમયમાં સવારે નારિયેળ અથવા કમળનું ફૂલ જોવા મળે તો સમજી લેવાનું કે માતા દુર્ગાની વિશેષ કૃપા તમારી ઉપર થશે.
નવરાત્રીના સમયમાં સપનામાં શંખ જોવા મળે તો તે વ્યક્તિના જીવનમાં પ્રગતિ થાય છે. શંખના અવાજથી પૂરો માહોલ ગુંજી ઉઠે છે.તેવી જ રીતે માંની કૃપાથી તમારું નામ પુરા વિશ્વમાં ગુંજી ઉઠશે.
જો તમને સપનામાં આવીને કોઈ કન્યા સિક્કો આપી જાય તો તેને શુભ સંકેત માનવામાં આવે છે. કારણકે કન્યાને સાક્ષાત દુર્ગાનું સ્વરૂપ માનવામાં આવે છે. સપનામાં મળેલા સંકેતથી ખબર પડે છે કે, દેવી માની તમારી ઉપર વિશેષ કૃપા છે.