હાલ ગુજરાતીઓ નવરાત્રીનો ભરપૂર આનંદ માણી રહ્યા છે, ગુજરાતના દરેક ગામ દરેક શહેરમાં ગરબાના આયોજનો કરવામાં આવ્યા છે, તો મોટા મોટા શહેરોમાં પણ મોટા મોટા પાર્ટીપ્લોટની અંદર ગરબાના આયોજનો જોવા મળી રહ્યા છે અને જેમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ પહોંચી રહ્યા છે. ગુજરાતના ગાયકો અલગ અલગ સ્થળો ઉપર પર્ફોમન્સ આપી રહ્યા છે.
આ નવરાત્રી એટલા માટે પણ ખાસ છે કે છેલ્લા 2 વર્ષથી કોરોનાના કારણે નવરાત્રીનો રંગ બરાબર જામ્યો નહોતો, પરંતુ આ વર્ષે કોરોનાનો પ્રકોપ ઓછો થતા ખેલૈયાઓ પણ મોજમાં આવી ગયા અને અયાજકો દ્વારા પણ આ નવરાત્રિને ખાસ બનાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું. ત્યારે સુરતમાં પણ આ નવરાત્રી ખુબ જ ખાસ અંદાજમાં ઉજવવામાં આવી રહી છે.
સુરતમાં KDM ઝણકાર નવરાત્રીમાં આયોજકોએ ખુબ જ સુંદર વ્યવસ્થા કરી અને ખેલૈયાઓને ઝુમાવવા માટે કચ્છી કોયલ તરીકે ગુજરાત જ નહિ દુનિયાભરમાં જાણીતું નામ બની ગયેલા ગીતાબેન રબારીને બોલાવવામાં આવ્યા હતા. ત્યારે સુરતી ગરબા રસિકોમાં પણ આ ઇવેન્ટને લઈને ખુબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો.
પહેલા નોરતેથી જ ઝણકાર નવરાત્રીમાં માનવ મહેરામણ ઉમટી રહ્યું હતું અને હજુ પણ એક પછી એક નોરતું વીતતું જાય છે તેમ તેમ સુરતી ગરબા રસિકો મોટી સંખ્યામાં ગરબા રમવા માટે પહોંચી રહ્યા છે. ગીતાબેન રબારી પણ પોતાના અવાજના જાદુથી તેમને મન મૂકીને ઝુમાવી રહ્યા છે. આ ઇવેન્ટના ઘણા બધા વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે.
KDM ઝણકાર નવરાત્રીની ઇવેન્ટ સુરતના VIP રોડ ઉપર આવેલા સીબી પટેલ ગ્રાઉન્ડમાં યોજાઈ રહી છે. જેમાં સુરતના ગરબા રસિકો મન મૂકીને ઝુમતા જોવા મળી રહ્યા છે. ગીતાબેન રબારી પણ ગરબાના મેદાનમાં ખેલૈયાઓને ઝુમાવવા માટે સ્ટેજ ઉપરથી કોઈ કસર બાકી નથી રાખી રહ્યા, તો ખેલૈયાઓ પણ ભરપૂર આનંદ માણતા જોવા મળી રહ્યા છે.
ઇન્ટરનેટ ઉપર વાયરલ થઇ રહેલા વીડિયોની અંદર આ નવરાત્રીનો ઉત્સાહ સ્પષ્ટ જોવા મળી રહ્યા છે. આયોજકો દ્વારા ગીતાબેન રબારીની શાનદાર એન્ટ્રી પણ ગરબા સ્થળમાં કરવામાં આવતી જોઈ શકાય છે, તો સ્પ્રે ગન લઈને ગીતાબેન રબારી પણ સ્ટેજ ઉપરથી ખેલૈયાઓને તરબોળ કરતા જોઈ શકાય છે.
ગીતાબેન રબારી સુરતની ઝણકાર નવરાત્રીમાં ખેલૈયાઓને 9 દિવસ સુધી મન મૂકીને ઝુમાવવાના છે અને ખેલૈયાઓ પણ તેમના ગરબાના તાલ ઉપર ઝુમવાની એક પણ તક મિસ કરવા નથી માંગતા. વીડિયોમાં પણ પતમે આ ગરબાના મેદાન ઉપરથી ખેલૈયાઓનો આનંદ સ્પષ્ટ જોઈ શકો છો.