હ્રતિક રોશને ડાંડિયા ક્વીન ફાલ્ગુની પાઠક સાથે ખૂબ કર્યા ગરબા, ચાહકો સ્ટેપ જોઈને ઝૂમી ઉઠ્યા

નવરાત્રી દેશભરમાં ઉજવવામાં આવી રહી છે. દરેક જગ્યાએ ગરબા, દાંડિયા અને દુર્ગા પંડાલમાં લોકો ઉમટી રહ્યા છે. સામાન્ય લોકો જ નહીં પરંતુ બી-ટાઉનના સેલેબ્સ પણ નવરાત્રિના રંગોમાં ડૂબી ગયા છે અને મા દુર્ગાની સામે માથું નમાવી આશીર્વાદ લઇ રહ્યા છે. ત્યારે અભિનેતા હ્રતિક રોશન પણ પંડાલમાં પહોંચ્યો હતો. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં હ્રતિક રોશન માતારાનીના આશીર્વાદ લેવા પંડાલમાં પહોંચતો જોઈ શકાય છે, જ્યાં તેણે ફાલ્ગુની પાઠક સાથે જોરદાર ડાન્સ પણ કર્યો હતો.

આ દરમિયાનનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં હ્રતિક માતા સમક્ષ માથું નમાવીને આશીર્વાદ લેતો જોઈ શકાય છે. અભિનેતાની આ સ્ટાઇલ સોશિયલ મીડિયા પર ચાહકોનું દિલ જીતી રહી છે. દુર્ગા માના દર્શન ઉપરાંત હ્રતિક રોશનનો એક અન્ય વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં ફાલ્ગુની પાઠક ગીત ગાય છે અને હ્રતિક રોશન તેની સાથે ડાન્સ કરી રહ્યો છે. હ્રતિક અને ફાલ્ગુનીના આ વીડિયોને અત્યાર સુધીમાં હજારો લાઈક્સ મળી ચૂકી છે.

બોલિવૂડનો ગ્રીક ગોડ હોવા ઉપરાંત હ્રતિક પોતાની કિલર ડાન્સિંગ સ્કિલ્સ અને સારી એક્ટિંગ માટે પણ જાણીતો છે. જે વીડિયો હ્રતિકનો વાયરલ થઇ રહ્યો છે, તેમાં તે ફાલ્ગુની પાઠક સાથે ગરબા કરતો જોવા મળી રહ્યો છે. તેની સ્ટાઈલ અને ડાન્સ સ્ટેપ્સને ચાહકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. ફાલ્ગુની પાઠક સાથે હ્રતિકની ગરબા સ્ટાઈલ બધાને પસંદ આવી રહી છે. હ્રતિક રોશનના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ, તો અભિનેતાની ફિલ્મ ‘વિક્રમ વેધા’ તાજેતરમાં જ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે.

આ ફિલ્મમાં તે વેધા નામના ગેંગસ્ટરનો રોલ કરી રહ્યો છે. આ ફિલ્મમાં સૈફ અલી ખાન પણ મુખ્ય ભૂમિકામાં છે. જે એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પોલીસમેનની ભૂમિકામાં છે. ફિલ્મને દર્શકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ફિલ્મ 30 સપ્ટેમ્બરે રિલીઝ થઇ જે ઘણા દિવસોથી ચર્ચામાં હતી. બંનેએ ફિલ્મમાં શાનદાર એક્ટિંગ કરી છે. એક બાજુ વિક્રમ વેધા બોક્સ ઓફિસ પર છવાયેલી છે તો બીજી તરફ હૃતિક-સેફ ફિલ્મનું ખુબ પ્રોમોશન કરી રહ્યા છે. હવે હ્રતિક આગામી દિવસોમાં ફિલ્મ ફાઈટરમાં દીપિકા પાદુકોણ સાથે જોવા મળશે. આ ફિલ્મ સિવાય તે ક્રિશ 4માં પણ જોવા મળશે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Shah Jina