જલ્દી જ મમ્મી બનવા જઇ રહેલી આલિયા ભટ્ટે શિમરી ગાઉનમાં વિખેર્યો જલવો, મોટા બેબી બંપ સાથે આપ્યા પોઝ

હવે તો પગમાં સોજા ચડી ગયા, ખુબસુરત ગાઉન પહેરીને વિદેશમાં આલિયા ભટ્ટે મોટું બેબી બંપ દેખાડ્યું

બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ હાલમાં પોતાની પ્રોફેશનલ લાઈફની સાથે સાથે પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં છે. જ્યાં એક તરફ આલિયા તેની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ બ્રહ્માસ્ત્રની સફળતાનો આનંદ માણી રહી છે. ત્યાં બીજી તરફ, આલિયા તેની પ્રેગ્નેંસીને લઇને હેડલાઇન્સ બનાવી રહી છે. આલિયા ભટ્ટે જ્યારથી તેની પ્રેગ્નન્સીની જાહેરાત કરી છે ત્યારથી તે મેટરનિટી ફેશન ગોલ્સ આપી રહી છે.

આલિયાએ સાબિત કર્યું કે પ્રેગ્નેંસીનો અર્થ એ નથી કે તમે તમારી સ્ટાઇલ બદલો. આલિયાએ લૂઝ આઉટફિટ્સથી લઈને શોર્ટ ડ્રેસ સુધી પોતાના લુક્સથી ચાહકોને પ્રભાવિત કર્યા હતા. પ્રેગ્નેટ આલિયા ભટ્ટ ટૂંક સમયમાં માતા બનવા જઈ રહી છે. પ્રેગ્નેંસી દરમિયાન આલિયા ભટ્ટ તેના લુકના કારણે લોકોમાં ચર્ચામાં રહે છે. ત્યાં ફરી એકવાર તે તેના લુકને કારણે ચર્ચામાં આવી છે. લુકની વાત કરીએ તો આલિયાએ ડીપનેક શિમરી ગાઉન પહેર્યુ હતુ.

આ ડ્રેસમાં આલિયા ભટ્ટ ખૂબ જ આત્મવિશ્વાસ સાથે બેબી બમ્પ ફ્લોન્ટ કરી રહી હતી. આલિયાના ચહેરા પર પ્રેગ્નેંસી ગ્લો તેની સુંદરતામાં વધારો કરી રહ્યો હતો. આલિયાએ લાઇટ મેકઅપ સાથે લુક કમ્પ્લીટ કર્યો હતો. આ સાથે ખુલ્લા વાળ સાથે હાથમાં મેચિંગ બ્રેસલેટ ટીમ અપ કર્યુ હતુ. આલિયા ભટ્ટે માત્ર ટાઈમ એવોર્ડ ફંક્શનમાં હાજરી આપી ન હતી પરંતુ તેનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.

એવોર્ડ હાથમાં પકડીને આલિયાએ જોરદાર પોઝ પણ આપ્યો હતો. એવોર્ડ મળવાની ખુશી આલિયાના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહી છે. તમને જણાવી દઈએ કે, આલિયા ભટ્ટ અને રણબીર કપૂર ‘બ્રહ્માસ્ત્ર’માં પહેલીવાર સાથે જોવા મળ્યા હતા. આ બંનેની લવ સ્ટોરી આ ફિલ્મના શૂટિંગ દરમિયાન શરૂ થઈ હતી. ફિલ્મની રિલીઝ પહેલા બંનેએ એપ્રિલમાં લગ્ન કરી લીધા હતા અને હવે તેઓ ટૂંક સમયમાં માતા-પિતા બનવાના છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આલિયા ટૂંક સમયમાં રણવીર સિંહ સાથે રોકી અને રાનીની લવસ્ટોરીમાં જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન કરણ જોહરે કર્યું છે. અભિનેત્રી ફિલ્મ હાર્ટ ઓફ સ્ટોનથી હોલીવુડમાં પણ ડેબ્યુ કરવા જઈ રહી છે. આ સિવાય તેણે ફરહાન અખ્તરની જી લે ઝારા પ્રિયંકા ચોપરા અને કેટરિના કૈફ સાથે પણ સાઈન કરી છે.

Shah Jina