યંગ ગર્લફ્રેન્ડ સાથે બાહોમાં બાહો નાખી જોવા મળ્યો હ્રતિક રોશન, ચીપકી ચીપકીને આપ્યા પોઝ, યુઝર્સ બોલ્યા- બાપ-બેટી

12 વર્ષ નાની પ્રેમિકા સાથે ચક્કર ચલાવી રહ્યો છે ફેમસ સ્ટાર હ્રતિક રોશન, બીજી બાજુ એક્સ પત્ની સુઝેનનું જુવાન પુરુષ સાથે ઇલુ ઇલુ ચાલી રહ્યું છે

વર્ષ 2014માં સુઝૈન ખાન સાથે છૂટાછેડા બાદથી હ્રતિક રોશન એકલો હતો, તેનું નામ કોઇની સાથે જોડાયુ નહોતુ. પરંતુ કેટલાક મહિના પહેલાથી હ્રતિક જે અંદાજમાં સબા આઝાદ સાથે સ્પોટ થાય છે તેનાથી સ્પષ્ટ છે કે દાળમાં કંઇક તો કાળુ છે જ. જો કે, સમય પર તેના પર મોહર પણ લાગી ગઇ કે સબા અને હ્રતિક રિલેશનમાં છે અને આ હસીના એક્ટરના પરિવારની પણ ઘણી નજીક છે. બંનેને ઘણીવાર એકબીજાના હાથોમાં હાથ નાખી સ્પોટ કરવામાં આવે છે. પરંતુ જ્યારે પણ બંને સાથે જોવા મળે છે

ત્યારે કેટલાક લોકોને આ જોડી રાસ નથી આવતી અને અલગ અલગ કમેન્ટ કરી તેઓ આ જોડીને બેમેળ કહે છે. તાજેતરમાં જ હ્રતિક રોશન મુંબઈમાં સબા આઝાદ સાથે જોવા મળ્યો હતો જ્યાં પેપરાજીએ બંનેને એકસાથે તસવીરો ક્લિક કરવાની વિનંતી કરી હતી. જો કે હ્રતિકે પણ ઇનકાર ન કર્યો. તેણે સબાને બોલાવી અને બંનેએ એકસાથે હસતાં હસતાં અને બાહોમાં બાહો નાખી મીડિયાને ઘણાં પોઝ આપ્યાં. પરંતુ જ્યારે આ તસવીર સોશિયલ મીડિયા પર આવી તો લોકોએ આ જોડીને રિજેક્ટ કરી દીધી.

કોઈએ કહ્યુ બેમેળ જોડી તો કોઇએ કહ્યું બાપ-બેટીની જોડી લાગી રહી છે. બંનેના લુકની વાત કરીએ તો, હ્રતિકે બ્લેક ટી-શર્ટ સાથે બ્લેક જીન્સ પહેર્યું હતુ. જ્યારે સબા ગ્રીન ટોપ અને બ્લુ જીન્સમાં જોવા મળી હતી. બોલિવૂડ એક્ટર હ્રતિક તેની એક્શન આધારિત ફિલ્મ ‘વિક્રમ વેધા’ના કારણે ચર્ચામાં છે, જે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મ સિવાય રિતિક પોતાની લવ લાઈફને કારણે પણ ફેન્સની વચ્ચે છે. હૃતિક રોશન સબા આઝાદને ડેટ કરી રહ્યો છે,

જેની સાથે ક્વોલિટી ટાઈમ વિતાવવાની તે એક પણ તક ચૂકતો નથી. તમને જણાવી દઈએ કે હ્રતિક રોશને પહેલા લગ્ન સુઝેન ખાન સાથે કર્યા હતા પરંતુ વર્ષ 2014માં બંનેના છૂટાછેડા થઈ ગયા હતા. જો કે, આજે પણ હ્રતિક અને સુઝેન તેમના બે પુત્રોને કારણે એકબીજા સાથે સંબંધ ધરાવે છે પરંતુ બંને તેમના અંગત જીવનમાં આગળ વધી ગયા છે. હ્રતિક સબા સાથે છે અને સુઝૈન ખાન અર્સલાન ગોનીને ડેટ કરી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina