લોકો કહેતા હોય છે જેવું કરો તેવું ભરો. દુનિયામાં બધા જ લોકોને તેના કર્મના ફળ મળતા હોય છે. ક્યારેક કોઈ માણસને તેના કર્મનું ફળ વહેલું મળે છે તો કોઈ માણસને તેના કર્મનું ફળ મોડું મળે છે. ચોર લોકો વિચારતા હોય છે કે તેના જેવું સારું મગજ કોઈ પાસે નથી હોતું. પરંતુ આ વાત ક્યારેક-ક્યારેક ખોટી પણ ઠરે છે. શું તમે ક્યારે પણ સાંભળ્યું છે કે, ચોરી કરવા આવેલા ચોરની જ વસ્તુ ચોરી થઇ જાય? નહીં ને તો આજે મને તમને કહીશું કે, વિદેશમાં એક અજીબો-ગરીબ ઘટના ઘટી છે. જેમાં ચોરી કરવા આવેલા ચોરની જ વસ્તુ ચોરાઈ ગઈ છે.

આ મામલો વોશિંગટનમાં સામે આવ્યો છે. એક ચોટ દુકાન લૂંટવામાં જ ઈરાદા સાથે આવ્યો હતો. પરંતુ આ ચોરની ગાડી કોઈ ચોરી કરી ગયું હતું. વાંચીને તમને પણ આચંકો લાગ્યો ને કે ચોર સાથે પણ કોઈએ ચોરી કરી લીધી હતી. આ ઘટનાની જાણકારી કેનેવિક પોલીસે ડિપાર્ટમેન્ટે ફેસબુક દ્વારા આપી હતી.

આ મામલામાં જણાવવામાં આવ્યું હતું કે, આ ઘટના ઓગસ્ટ મહિનામાં ઘટી હતી. ચોરી થવાની ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી તો કાર માલિક વિલિયમ કેલીએ પોલીસને કહ્યું હતું કે, જયારે તે પીકઅપ વાનને કોઈ સાઇકલ સવારે ચોરી કરીને લઈએ ગયું હતું. કાર માલિકે કહ્યું હતું કે, ચાવી તેમાં અંદર જ હતી.
આ મામલે પોલીસે જયારે સીસીટીવી ફૂટેજ ચેક કર્યા ત્યારે તેને કંઈક અલગ જ મળ્યું હતું. જણાવી દઈએ કે, એક સ્ટોરમાં ખુદ કેલી ચોરી કરવા માટે આવ્યો હતો. સ્ટોરની બહાર કેલીએ ગાડી ઉભી રાખી હતી. કેલીએ જાણી-જોઈને ગાડીની અંદર ચાવી રાખી હતી. પોલીસે ફુટેજમાં જોયું કે બીજો ચોર આવ્યો અનેર કેલીની ગાડી લઈને જતો રહ્યો.
સીસીટીવી ફૂટેજમાં સાફ જોઈ શકાય છે કે, એક સ્ટોરમાં કેલી ચોરી કરવા માટે ઘુસ્યો હતો. આ દરમિયાન બીજો એક ચોર સાઈકલ લઈને આવ્યો જ્યાં કેલીનો ટ્રક ઉભો હતો. જેમાં તે ચોરે તેની સાઇકલને રાખી ટ્રક લઈને છુમંતર થઇ ગયો હતો.
કેલીએ ચોરનો પીછો કર્યો પરંતુ તે તેને પકડવામાં ના કામયાબ રહ્યો હતો. કેલીનો ટ્રક હજુ સુધી મળ્યો નથી. પરંતુ ચોરીના આરોપસર કેલીને બેન્ટન કાઉન્ટી જેલમાં બંધ કરી દીધો છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.