ખબર

સાદગીની મિસાલ હતા પર્રિકર, સ્કુટર પર જતા ઓફિસ અને બજાર, જાતે લાઈનમાં ઉભા રહીને કરાવતા કામ

ભારતની રાજનીતિમાં કેટલાક જ એવા રાજનેતા છે જેમની છબી એકદમ સાફ છે. જેમાંથી એક હતા મનોહર પર્રિકર, જેઓ તેમના કાર્યો અને તેમની ઈમાનદારી માટે ઓળખાશે. એક નાના રાજ્યથી પોતાની રાજનીતિની સફર શરુ કરનાર પર્રિકરએ પોતાના દમ પર આજે નામ કમાયું છે. તેઓ દેશના પહેલા એવા મુખ્યમંત્રી હતા જે આઈઆઈટીની ડિગ્રી ધરાવતા હતા.ડૉ. મનોહર ગોપાલકૃષ્ણ પ્રભુ પર્રિકરનું 17 માર્ચના રોજ નિધન થઇ ગયું છે. પૈંક્રિયાટિક કેન્સરથી તેઓ છેલ્લા એક વર્ષથી પીડાતા હતા, તેઓએ રવિવારે સાંજે અંતિમ શ્વાસ લીધા. પર્રિકર હંમેશા સાદગી પસંદ કરતા હતા, તેઓ ખૂબ જ સામાન્ય જીવન જીવતા હતા. મુખ્યમંત્રી હોવા છતાં તેઓ પોતાની સાથે કોઈ પણ તામજામ રાખતા ન હતા. મુખ્યમંત્રી બન્યા પછી પણ તેઓ મુખ્યમંત્રી કાર્યાલય જવા માટે પોતાનું લંબરેટા સ્કૂટર જ વાપરતા હતા.
મનોહર પર્રિકરનો જન્મ માપુસામાં થયો હતો. તેમના પિતાનું નામ ગોપાલકૃષ્ણ અને માતાનું નામ રાધાબાઈ હતું. તેમનું આખું નામ મનોહર ગોપાલકૃષ્ણ પ્રભુ પર્રિકર હતું. પાર્રિકરના બીજા એક ભાઈ અવધૂત પર્રિકર પણ છે.આઇઆઇટીથી કર્યું હતું એન્જીનીયરીંગ

પાર્રિકરનો શાળાનો શરૂઆતનો અભ્યાસ માર્ગો સ્કૂલથી થયો હતો. મરાઠી માધ્યમની શાળાથી તેઓએ હાયર સેકન્ડરી એજ્યુકેશન પ્રાપ્ત કર્યું હતું. તેઓએ વર્ષ 1978માં આઈઆઈટી બોમ્બેથી મેટલર્જીકલ ટ્રેડથી એન્જીનીયરીંગની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. તેઓ પોતાના શાળાના દિવસોથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)માં સામેલ થઇ ગયા હતા અને તેઓએ પોતાના અભ્યાસના સમયથી જ નક્કી કર્યું હતું કે તેઓ મશીનો સાથે કામ કરવાને બદલે સામાજિક ક્ષેત્રમાં કામ કરશે. મનોહર પર્રિકરનો રાજનીતિક સફર

પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેઓએ આરએસએસને પોતાની સેવાઓ આપવાનું શરુ કરી દીધું જેના પછી તેમને ભાજપના સભ્ય બનવાની તક મળી અને તેમને ભાજપ તરફથી પહેલીવાર ચૂંટણી પણ લડી. ભાજપે પર્રિકરને વર્ષ 1994માં ગોવાની પણજી સીટથી વિધાનસભાની ચૂંટણી લડવા માટે ટિકિટ આપી અને આ ચૂંટણીમાં તેમને જીત મળી. ગોવામાં ભાજપના મૂળ મજબૂત કરનાર પર્રિકર પહેલીવાર 1994માં ધારાસભ્ય બન્યા હતા, ત્યાં સુધી પાર્ટીની ફક્ત 4 સીટ જ હતી, પરંતુ 6 વર્ષની અંદર ભાજપને પહેલીવાર પર્રિકરે સત્તા અપાવી અને તેઓ મુખ્યમંત્રી બની ગયા.

મનોહર પર્રિકર ભાજપના પ્રમુખ નેતાઓમાંથી એક હતા, 24 ઓક્ટોબર 2000એ પહેલીવાર તેઓ ગોવાના મુખ્યમંત્રી બન્યા, આ પછી 5 જૂન 2002એ તેઓ બીજીવાર મુખ્યમંત્રીના પદ માટે ચૂંટાઈ આવ્યા હતા. એઓ ગોવાના ગૃહ, કાર્મિક, સામાન્ય પ્રશાસન અને શિક્ષણમંત્રી પણ રહી ચુક્યા છે. 2005માં તેઓ વિપક્ષના નેતા રહયા અને 2007માં ફરીથી ચૂંટાઈ આવ્યા હતા. હાલ મનોહર પર્રિકર ગોવાના મુખ્યમંત્રીના પદે કાર્યરત હતા. તેઓએ પોતાના મુખ્યમંત્રી પદની શપથ 14 માર્ચ 2017એ લીધી હતી. 2014માં તેઓએ મુખ્યમંત્રીના પદેથી રાજીનામુ આપીને ભાજપની મોદી સરકારમાં રક્ષામંત્રીનો પદભાર ગ્રહણ કર્યો હતો. તેમના જ રક્ષામંત્રી તરીકેના કાર્યકાળ સમયે ભારતીય સેનાએ પીઓકેમાં સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. સાદગીપૂર્ણ જીવન અને ઇમાનદારીને કારણે જ લોકોના દિલ પર છોડી ખાસ છાપ

મુખ્યમંત્રી તરીકેના પોતાના કાર્યકાળ દરમ્યાન સાદગીપૂર્ણ જીવન અને ઈમાનદારીની કારણે જ તેઓએ લોકોના દિલ પર ખાસ છાપ છોડી છે. તેઓ કામના ધૂની હતા. કોઈ કામ પૂરું ન થાય ત્યાં સુધી શાંતિથી બેસવું તેમને પસંદ ન હતું. આટલું જ નહિ, સરકારી કામકાજ માટે તેઓ ચાર્ટર્ડ ફલાઈટના બદલે નિયમિત ફ્લાઈટથી જ જવું પસંદ કરતા હતા. ગોવાના મુખ્યમંત્રી રહેતા તેમણે સામાન્ય જનતાના જીવનને બહેતર બનાવવું માટે ઘણી યોજનાઓનો પ્રારંભ કર્યો હતો. પ્રશાસનને પારદર્શી બનાવવા માટે તેઓએ પોતાના કાર્યકામ ખૂબ જ પ્રયાસો કર્યા હતા.
તેઓ કોઈ ભપકો ન કરતા, તેઓ હંમેશા હાફ-સ્લીવવાળા શર્ટ જ પહેરવાનું પસંદ કરતા હતા. તેઓ સ્કુટર પર ઓફિસે જવું પસંદ કરતા હતા. લોકો તેમને સ્કૂટરવાળા મુખ્યમંત્રી કહેતા હતા. તેઓને વીઆઈપી રેસ્ટોરાંને બદલે અમાન્ય લોકોની જેમ રસ્તાના કિનારે ચાની કીટલી પર ચા-નાસ્તો કરતા હતા. અને ત્યાંથી જ તેઓ જે-તે વિસ્તારના સમાચાર મેળવી લેતા હતા. તેઓ પોતાનું કામ કરાવવા માટે પણ લાઈનમાં ઉભા રહેતા અને કામ કરાવતા હતા.

પર્રિકરના પત્નીનું પણ કેન્સરથી થયું હતું મૃત્યુમનોહર પર્રિકરના લગ્ન વર્ષ 1981માં મેઘા પર્રિકર સાથે થયા હતા. કેન્સરના કારણે વર્ષ 2001માં મેઘાપર્રિકર મૃત્યુ પામ્યા હતા. તેમના બે દીકરાઓ છે – એક ઉપલ અને બીજો અભિજાત. ઉત્પલએ અમેરિકાની મિશિગન સ્ટેટ યુનિવર્સીટીથી ઇલેક્ટ્રિકલ એન્જીનીયરીંગનો અભ્યાસ કર્યો છે, જ્યારે અભિજાત બિઝનેસમેન છે. ઉત્પલએ ઉમા સરદેસાઈ સાથે પ્રેમ-વિવાહ કર્યા હતા, ઉમાએ યુનિવર્સીટી ઓફ કેલીફોર્નીયાથી અભ્યાસ કર્યો છે. તેમનો એક દીકરો છે, જેનું નામ ધ્રુવ છે. અભિજાત પર્રિકરના લગ્ન વર્ષ 2013માં થયા, તેમની પત્ની સાઈ ફાર્માસીસ્ટ છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks