રસોઈ

બાળકોને ખવડાવો મેંગો મફિન…..શોખીનો માટે ખાસ અમે લાવ્યા છીએ તો નોંધી લો આ રેસિપી…પસંદ આવે તો આગળ વધારજો

બાળકોને કેરી ખાવી ખૂબ જ ગમતી હોય છે. ઘણીવાર તમે તમારા લાડલાને મેંગો શેક, સ્મૂડી અને કેરીનો રસ ખવડાવો છો. પણ દરેક વખતે બાળકો એકનું એક ખાઈને કંટાળી જાય છે. તમે તમારા બાળકને મેંગો મફિન બનાવીને ખવડાવી શકો છો. આજે અમે લાવ્યા છીએ મેંગો મફિન બનાવવાની સામાન્ય રીત. 
સામગ્રી

  • મેંદો : 1 કપ
  • કંડેન્સ્ડ મિલ્ક : 1/2 કપ
  • ખાંડનો પાવડર : 1/3 કપ
  • કેરીનો પલ્પ : 1/2 કપ
  • એલચી : 1/2 ટી સ્પૂન
  • દૂધ : 1/2 કપ
  • માખણ : 1/3 કપ (ઓગળેલ)
  • મીઠું : 1/4 ટી સ્પૂનથી ઓછું
  • બેકિંગ સોડા : 1/4 ટી સ્પૂન
  • બેકિંગ પાવડર : 1 ટી સ્પૂન

બનાવવાની રીત:

1. સૌ પ્રથમ એક બાઉલમાં એક કપ મેંદો, 1/4 બેકિંગ સોડા અને 1 ટી સ્પૂન બેકિંગ પાવડર નાંખીને મિક્સ કરો.

2. હવે બીજા બાઉલમાં 1/2 કંડેન્સ્ડ મિલ્ક, 1/3 કપ ઓગળેલ માખણ અને 1/2 કપ કેરીનો પલ્પ મિક્સ કરીને વલોવી લો.

3. ત્યારબાદ આમાં 1/4 ટી સ્પૂનથી ઓછું મીઠું, 1/3 ખાંડનો પાવડર, 1/2 એલચી પાવડરને મિક્સ કરો.

4. ત્યારબાદ આ મિશ્રણમાં થોડો થોડો મેંદો નાંખીને એવી રીતે વલોવવો કે બધુ મિક્સ થઈ જાય.

5. હવે ઓવનને 180 સેન્ટિગ્રેટ પર ગરમ કરવા મૂકી દો અને મફિનની ટ્રે માં તેલ લગાવી તૈયાર કરો. હવે મિશ્રણને ચમચીથી મફિનની ટ્રેમાં 3/4 સુધી ભરી લો. ઓવન ગરમ થાય એટલે 20 મિનિટ સુધી જાડી સ્ટેન્ડ પર રાખો. હવે આપના ગરમ મફિન તૈયાર છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks