રસોઈ

મેંગો કુલ્ફી બનાવો આ રીતે – ગરમીની સિઝનમાં રહો મસ્ત ઠંડા.. રેસીપી વાંચો અને શેર કરો જેથી બીજાને પણ લાભ મળે

મેંગો કુલ્ફી ની રેસિપી , કેરી ની કુલ્ફી – આ એક સહેલી કુલ્ફી બનાવવા ની રીત છે જેમાં ખૂબ સરસ કેરી નો સ્વાદ આવે છે.

જેમ ગરમી ની ઋતુ શરૂ થાય એમ એની સાથે કેરી ની ઋતુ પણ શરૂ થાય છે . કેરી મને ભાવે છે , એટલે હું કેરી થી બનતી ઘણી રેસિપી બનાવું છું, આ વખતે મેં કેરી ની કુલ્ફી બનાવી . એની પેહલા મેં મલાઈ કુલ્ફી બનાવી હતી એ બધા ને ખૂબ પસંદ આવી હતી. મેં ત્યારે જ વિચાર્યું કે બીજી વખતે હું કેરી ના ભરપૂર સ્વાદ વાળી કુલ્ફી બનાવીશ. આ કેરી ની કુલ્ફી માં કેરી નો સ્વાદ ભરપૂર છે અને સાથે સાથે રિચ અને ક્રીમી પણ છે .

અહીંયા મેં વેનીલા ફ્લેવર નો કસ્ટર્ડ પાવડર વાપર્યો છે ,જે કુલ્ફી માં સ્વાદ તો આપે જ છે પણ સાથે સાથે દૂધ ને ગઢ થવા માં મદદ કરે છે. અને જો તમારી પાસે કેરી ના ફ્લેવર નો કસ્ટર્ડ પાવડર હોઈ તે એ પણ લઈ શકો છો. જ્યારે પણ કેરી ની કુલ્ફી બનાવો ત્યારે , સારી ગુણવત્તા ની કેરી જેવી કે કેસર અને હાફુસ કેરી નો જ ઉપયોગ કરવો.

ખાંડ એ કેરી ની મીઠાસ પ્રમાણે નાખવા ની રેહશે. જો તમને કુલ્ફી એટલે શું એ ખબર નથી તો કહી દઉં કે ,આ એક જામેલ એટલે કે આઈસ્ક્રીમ જેવું અને મીઠું , જેમાં દૂધ ને ઉકાળી ને ગાઢ એટલે કે ઘટ્ટ કરવા માં આવે અને ખાંડ સાથે અલગ અલગ સ્વાદ ઉમેરી કુલ્ફી નું મિશ્રણ તૈયાર થાય છે .

જેને કુલ્ફી ના આકાર માં બનાવી ફ્રીઝર માં જમાવાય છે. આ આઈસ્ક્રીમ ની જેમ ફ્લકી ન બની થોડું ગાઢ અને ડેન્સ હોય છે . આઈસ્ક્રિમ ને મશીન માં નાખી એક દમ ફ્લકી બનાવાય છે પણ કુલ્ફી ને ગાઢ રખાય છે.

રીત- કેરી ની કુલ્ફી કેમ બનાવાય ?:

1) એક ભારી પિત્તળના તપેલા માં ચાર કપ દૂધ લઈ અને એને મધ્યમ તાપ એ રાખી ઉકાળી લો.

2) જ્યારે એ ઉકળતું હોઈ ત્યારે એને થોડો સમય ચમચી થી હલાવતા રહો જેથી તળિયે અને કિનારી માં ચોંટી ન જઈ.

3) જ્યાં સુધી દૂધ ઉકળે ત્યાં સુધી માં એક નાના બાઉલમાં ૧/૪ કપ દૂધ લઈ અને એમાં કસ્ટર્ડ પાવડર ઉમેરો.

4) ચમચી થી હલાવો અને વગર ગાંગળી વાળું મિશ્રણ તૈયાર કરો . એને બાજુ માં રાખો.

5)સાથે માવા ને હાથે થી ક્રમ્બ્લ કરી બાજુ પર રાખી દો.

6) દૂધ માં ઉફાણો આવ્યા બાદ ગેસ ને ધીરો કરી ઉકળવા દો , અને દૂધ અડધું થઈ જઈ ત્યાં સુધી ઉકાળતાં રહો. દૂધ ને અડધું થવા માં 25-30 મિનિટ લાગશે.

7) હવે તેમાં ખાંડ ઉમેરી નાખો .

8)હવે કસ્ટર્ડ પાવડર ને એમાં ઉમેરી દો.

9) હવે 3 -4 મિનિટ સુધી એકધારું હલાવ્યા કરો .

10) , ધ્યાન રાખજો ખૂબ ઝડપી ઘટ થઈ જશે.

11 ) હવે તેમાં માવો નાખો.

૧૨), મિક્સ કરો અને માવો ઓગળે ત્યાં સુધી પકાવ્યા કરો . મિશ્રણ એક દમ ઘટ હોવું જોઈએ , તમે જોઈ શકો છો કે મિશ્રણ ચમચી માં ચીપકી જાય છે ત્યારે ગેસ બંધ કરી દો.

13 , એને પુરી રીતે ઠંડુ થવા દો , જેમ જેમ ઠંડુ થશે એમ એમ એ ઘટ થતું જશે, અને ઉપર એક મલાઈ નું થર જામતું જશે.

14) હવે તેને થોડી મિનિટ પાછું હલાવી લો જેથી ફરી પાછું ચીકણું થઈ જાય .અને કોઈ ગાંગડી પણ ન રહે.

15) હવે તેમાં મલાઈ નાખો .

16) સારી રીતે હલાવી દો .

17) હવે કેરી ના પલ્પ નાખો.

18)અને સારી રીતે મિક્સ કરી દો.

19) હવે કુલ્ફી ના આકાર માં ભરી લો.

20) હવે ઢાંકણું લગાવી દો , ફોઈલ કર પ્લાસ્ટીક થી ઢાંકી અને રાતભર કે 6,-8 કલાક ફ્રીઝર માં જમાવા માટે રાખી દો.

જ્યારે એ જામી ને તૈયાર થઈ જાય ત્યારે કુલ્ફી ના પડ ને બહાર કાઢી અને નવશેકા પાણી માં થોડી સેકન્ડ ડુબાડી દો , જેથી એ કુલ્ફી આરામ થી નીકળી શકે. એના બદલે હથેળી વચ્ચે ગોળ ગોળ ફેરવી ને પણ નિકાળી શકે છે.

કેવી રીતે પરોષાય: કાપેલ બદામ પિસ્તા સાથે સજાવી અને પરોષાય.

Notes: જ્યારે દૂધ ઉકળતું હોય ત્યારે થોડા થોડા સમયે એને હલાવું જરૂરી છે , તપેલી ના નીચે અને કિનારીઓ પટ ચમચો ફેરવવો જેથી દૂધ નીચે ચોંટી ન જાય . આ ઘટ મિશ્રણ પુરી રિતે ઠંડુ થઈ જાય પછી જ એમાં ક્રીમ અને મેંગો પલ્પ ઉમેરો . જેથી કરી ને તાજી કેરી નો સ્વાદ જળવાઈ રહે. જો તમે ઇચ્છો તો આ કેરી ની કુલ્ફી ના મિશ્રણ માં કાપેલ કાજુ , બદામ કે પિસ્તા ઉમેરી શકો છો.

Course મીઠાઈ કેરી ની કુલ્ફી:

Ingredients: (1 cup = 240 ml) 4 + ¼ કપ દૂધ, 2 ચમચી કસ્ટર્ડ પાવડર, ¼ ખોયા માવો, ¼ to ⅓ કપ ખાંડ, ½ કપ ક્રીમ (અમુલ ક્રીમ, મલાઈ), 1 કપ કેરી ના પલ્પ

Instructions: એક તપેલી માં ચાર કપ દૂધ ગરમ કરો. એમાં ઉફાનો ન આવે ત્યાં સુધી ગરમ કર્યા કરો. 1/4 કપ દૂધ અને કસ્ટર્ડ પાવડર ને મિક્સ કતો અને વગર ગાંગડી ની પેસ્ટ બનાવી ને બાજુ માં રાખો.સાથે સાથે માવા નો હાથે થી ભૂકો કરી રાખો . જ્યારે દૂધ માં ઉફાનો આવે ત્યારે ગેસ ધીમો કરી અને ઉકાળવા મૂકી દો અને થોડી થોડી વારે ચમચી થી હલાવો. દૂધ અડધું થઈ જાય ત્યાં સુધી ઉકાળો. જેમાં 25-30 મિનિટ લાગશે. હવે તેમાં ખાંડ અને કસ્ટર્ડ પાવડર નાખો , અને 3-4 મિનિટ સુધી ચલાવ્યા કરો.આ મિશ્રણ ઘટ થઈ જશે. હવે તેમાં માવો નાખી હલાવો અને પછી ગેસ બંધ કરી દો . પુરી રીતે ઠંડુ થઈ ગયા પછી તેમાં ક્રીમ અને કેરી ના પલ્પ ઉમેરો. પછી થોડો સમય હલાવો.હવે કુલ્ફી ના આકાર માં ઉમેરી ફ્રીઝર માં જમાવા માટે મૂકી દો. પુરી રાત કે 6-8 કલાક માં જામી જાય પછી બહાર કાઢી અને પરોસો.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks