ખબર

ચાર્જ કરતી વખતે વાપરતો હતો મોબાઈલ ફોન, ફરંટ લાગતા યુવકનું મોત અને ….

જ્યારેથી મોબાઈલ ફોન્સ આવ્યા છે ત્યારથી આપણે મોબાઈલ ફોનના આદિ થઇ ગયા છીએ. આપણને મોબાઈલ ફોન વિના ચાલતું જ નથી. 24 કલાક આપણો ફોન આપણી સાથે જ રાખીએ છીએ, પછી બેટરી ખતમ થઇ જાય તો પણ ચાર્જિંગમાં મૂકીને આપણે મોબાઈલ વાપરતા રહીએ છીએ. ઘણીવાર એવા કિસ્સાઓ પણ સામે આવ્યા છે, કે ફોનમાં બ્લાસ્ટ થયો, કે પછી ફોનને કારણે કોઈનો જીવ ગયો હોય, પણ આપણે મોબાઈલ છોડતા નથી.

Image Source

મોબાઈલને કારણે એક યુવકનો જીવ જતો રહ્યો છે. વડોદરામાં એક યુવક મોબાઈલને ચાર્જિંગમાં મકીને ફોનમાં વિડીયો જોઈ રહ્યો હતો. અચાનક જ મોબાઈલના ચાર્જરના કેબલમાં કારણે લાગતા એ ફંગોળાઈ ગયો હતો અને તેને જોરથી ચીસ પાડી હતી. તેની ચીસ સાંભળીને તેના પરિજનો સહીત પડોશીઓ પણ દોડી આવ્યા હતા. તેને તરત જ હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો, પરંતુ રસ્તામાં જ તેનું મૃત્યુ થયું હતું. હજારો લોકો એવા પણ હશે, જે મોબાઈલને ચાર્જિંગમાં મૂકી તેમાં પોતાનું કામ કરતા હશે, વીડિયો જોતા હશે કે ગેમ રમતા હશે. જો તમે પણ આમાંના એક છો, તો સાવધાન થઈ જજો.

આ યુવક સાથે ઘટેલી ઘટના હાલ તો બધા જ યુઝર્સ માટે સાવધાન થઇ જવા માટેની એક લાલબત્તી સમાન છે. જોકે, મોબાઇલ ફોનના ચાર્જરના કેબલ દ્વારા કરંટ લાગવો પણ એક રહસ્ય છે. શિવ નામના આ યુવકના મૃત્યુ અંગે હાલ તો પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

Image Source

આવી ઘટના પહેલી વાર નથી બની, પહેલા પણ આવા આંખો ખોલનારા કિસ્સાઓ સામે આવ્યા છે. જેમાં મોબાઈલ ફોન ચાર્જિંગમાં મૂકીને તેનો ઉપયોગ કરતાં લોકો મૃત્યુ પામ્યા હોય. અવારનવાર આવા કિસ્સાઓ સામે આવ્યા છે કે જેમાં મોબાઈલ ચાર્જિંગમાં હોય ત્યારે વાપરતા લોકોના મૃત્યુ થયા છે, તેમ છતાં હજુ પણ લોકો આ જ રીતે મોબાઈલ વાપરતા હોય છે. જો તમે પણ ચાર્જિંગમાં ફોનને મૂકીને ઉપયોગ કરતાં હોવ તો આજથી આ આદત બંધ કરી દેજો. મોબાઈલને ચાર્જિંગમાંથી બહાર કાઢીને જ તેનો ઉપયોગ કરવો સુરક્ષિત છે.

Author: GujjuRocks Team