ખબર

પત્ની સાથે થયો ઝઘડો તો ગુસ્સો શાંત કરવા 450 કિલોમીટર દૂર ચાલીને ગયો પતિ

પતિ પત્ની વચ્ચે ઝઘડો થવા સામાન્ય વાત છે. પરંતુ ઇટલીમાં એક કપલ વચ્ચે એવો ઝઘડો થયો કે, પતિ ઘરેથી નીકળી ગયો હતો. પતિ પોતાનો ગુસ્સો શાંત કરવા માટે 450 કિલોમીટર સુધી ચાલ્યો હતો. આવો જાણીએ શું છે સમગ્ર મામલો. ના રિપોર્ટ અનુસાર, 48 વર્ષીય આ શખ્સ ઇટલીના કોમો શહેરમાં રહે છે જે સ્વિઝર્લેન્ડ બોર્ડરની નજીક છે. આ શખ્સ ચાલતો ચાલતો કોમો શહેરથી ફાનો શહેર પહોંચી ગયો હતો. બંને શહેર વચ્ચે 450 કિલોમીટરનું અંતર છે. આ શખ્સ ફાનો પહોંચ્યા બાદ ઍડ્રિએટીક કોસ્ટ પહોંચ્યો તો પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી.

જયારે આ શખ્સને પોલીસવાળાઓએ 450 કિલોમીટર ચાલવાનું કારણ પૂછ્યું તો તે પણ અચંબામાં પડી ગયા હતા. આ બાદ પોલીસે જાણકારી મેળવી તે આ વાત સાચી હતી. આ શખ્સની પત્નીએ એક કોમાં શહેરમાં એક અઠવાડીયા પહેલા તેના ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. ખબરોનું માનીએ તો આ શખ્સનું શરીર ઠંડુ પડી ગયું હતું અને ઘણો થાકેલો પણ નજરે ચડયો હતો.આ શખ્સે જણાવ્યું હતું કે, હું એટલો ગુસ્સામાં હતો કે, મને ખબર ના હતી કે હું કયારે આટલો દૂર આવી ગયો.

હું ફક્ત મારા ગુસ્સાને શાંત કરવા માટે જ ઘરેથી નીકળો હતો. આ પ્રવાસ દરમિયાન ઘણા અજાણ્યા લોકોએ મને જમાડયું હતું. આ શખ્સ દિવસમાં 64 કિલોમીટર ચાલતો હતો.જાણકારી મળ્યા બાદ પત્ની તેના પતિને લેવા માટે ફાનો શહેર પહોંચી હતી. આ બાદ જણાવ્યું હતું કે, એક અઠવાડિયા પહેલા મારી સાથે ઝઘડો કરીને ઘરની બહાર નીકળ્યા હતા. આ બાદ લાપતા હતા. મારે તેને પરત લઇ આવવા માટે ફાનો પોલીસને 400 યુરો એટલે કે, 36 હજાર રૂપિયા દંડ આપવો પડયો હતો. તેના પતિ એ કોવીડના કારણે નાઈટ કર્ફયુનો ભંગ કર્યો હતો.