મનનો સત્યાગ્રહ, પ્રકરણ ૨ – લવ સ્ટોરી, ડાન્સ પાર્ટી ને મર્ડર મિસ્ટ્રી, વાંચો આ રોમાંચક નવલિકાનો પાર્ટ -2 …….

0

પ્રકરણ 1 વાંચવા માટે અહીં ક્લિક કરો 👉 Part 1

હું એરહોસ્ટેસના સામે ગન રાખુ એ પહેલા નિશાએ મારો હાથ પકડ્યો અને બોલી, ” અશોક શું કરે છે ?” ત્યારે એરહોસ્ટેસ બોલી, “સર એની પ્રોબ્લેમ ?” નિશાએ કહ્યું, “નો…થેન્ક્સ !” મેં નિશાને કહ્યું, “નિશા તને ખબર નથી આ એજ છોકરી છે જેને મેં પાર્ટીમાં જોઈ હતી !” નિશા બોલી, “પોસિબલ જ નથી !” મેં કહ્યું, “કેમ પોસિબલ નથી ?” એ બોલી, “જો અશોક આ ફ્લાઇટ ચાઈનાથી આવે છે અને તે એ છોકરીને ગઈકાલે પાર્ટીમાં જોઈ હતી !
“હું વિચારમાં પડી ગયો કે નિશા પણ સાચી છે. થોડીવાર બાદ લંચ સર્વ થયું અને ત્યારબાદ હું થોડીવાર સુઈ ગયો. ઇન્ડોનેશિયામાં ઇમિગ્રેશન બાદ હું અને નિશા અમારી હોટેલમાં ગયા અને ત્યાં ચેક ઇન કર્યું. હોટેલના રૂમમાં અમે અમારા લેપટોપ સર્વેલન્સ સાથે કનેક્ટ કર્યા અને ડી.ક્યુને શોધવા લાગી ગયા. ડી.ક્યુ એક ઇન્ટરનેશનલ સ્મગલિંગનો મોટો ડોન હતો. હું અને નિશા આખો દિવસ બેઠા પણ ત્યાં અમને કોઈ સિગ્નલ ન મળ્યો. એક બીચ પર સાંજે પાર્ટી હતી અને અમને શક હતો કે ડી.ક્યુ ત્યાં જ આવશે. નિશાએ કહ્યું, “આપણે અત્યારથી જ એ બીચ પર જતાં રહીએ અને ત્યાંની તપાસ પણ કરી લઈએ. મેં કહ્યું, સારો આઈડિયા છે. હું અને નિશાએ બીચ પર ગયા અને એક રેસ્ટોરન્ટમાં બેઠા.

એ રેસ્ટોરન્ટ કોઈ બંગાળીની હતી અને ત્યાં ઘણા બધા ભારતીયો પણ હતાં, મને અને નિશા ને વિશ્વાસ હતો કે પાર્ટી અહીં જ હશે !
હું બોલ્યો, “નિશા ચાલને થોડીવાર આપણે બીચ પર જઈએ !” નિશાએ કહ્યું, “કેમ ?” હું સ્માઈલ સાથે બોલ્યો, “બસ આજે થોડું રોમાન્ટિક થવું છે !” એણે કહ્યું, “અશોક તારા રોમાન્સમાં પણ ઇન્વેસ્ટિગેશન હોય છે !” હું હસવા લાગ્યો, હું અને નિશા બીચ પર ગયા અને હાથોમાં હાથ નાંખીને બેઠા ! નિશા બોલી, “સર..તમે અહીં ડ્યુટી કરવા આવ્યા છો કે રોમાન્સ કરવા !” મેં કહ્યું, “જુઓ મેડમ રેસ્ટોરન્ટનો સ્ટાફ આપણને એક કપલ તરીકે જુએ છે અને આ જ વસ્તુ આપણને મદદ કરશે. નિશા બોલી, “ઓહહ…એટલે તું મારી સાથે રોમાન્સ કરે છે.” હું બોલ્યો, “મેં બી…!” ઢળતી સાંજે હું અને નિશા એક બીચ પર બેઠા હતાં, તદ્દન હનીમૂન જેવી ફીલિંગ આવતી હતી. મેં કહ્યું, “નિશા, મેં તારા માટે એક નાની કવિતા લખી છે !” નિશા બોલી, “ઓહ માય ગોડ… દુનિયાના ટોપ અંડરકવર ઓફિસર જેના વખાણ FBI, CIA અને MI6 પણ કરે છે એવા મિસ્ટર અશોક દુબેએ મારી માટે કવિતા લખી !” મેં કહ્યું, હા..” નિશા બોલી, ” તો સંભળાવો…” મેં કવિતા વાંચવાનું શરું કર્યું,
“તારા એક એક અવાજે અને એક એક ધબકારે હું તને પ્રેમ કરું છું, હોય ભલે કોઈપણ દેશ ને ભલે હોય કોઈપણ પાસપોર્ટ, હું તારા બધા જ ફોટાને ચાહું છું !

તારો ચહેરો અરીસા જેવો છે, અને એમાં મારું જ પ્રતિબિંબ દેખાય છે !

હા હું એજ….જે ગોળીઓના અવાજે પણ તને કિસ કરી શકે… હું એજ જે તને કોઈપણ ભોગે મનાવી શકે !”
નિશા શાંત થઈ ગઈ અને થોડીવાર બાદ બોલી, “સારી છે….પણ આમાં કિસની વાત કેમ આવે !” મેં પણ કહ્યું,” કવિતા સાંભળીને તારા મૌનની જગ્યા ક્યાં આવે ?” એ મારા ખોળામાં સુઈ ગઈ અને એ કંઈ ન બોલી….! થોડીવાર બાદ હું અને નિશા રેસ્ટોરન્ટમાં ગયા અને ત્યાં પાર્ટીની તૈયારી થઈ રહી હતી અને મેં નિશાને ઈશારો કર્યો અને એણે મેનેજરને કહ્યું, “સર…આજ યહાઁ પર ક્યા કોઈ પાર્ટી હૈ ?” મેનેજરે કહ્યું, “હા મેડમ, આજ યહાઁ પર પાર્ટી ઓર્ગેનાઇઝ કી ગઈ હૈ.” નિશાએ કહ્યું, “ઓકે સર…” અને નિશા પાર્ટીના સેટઅપને જોવા લાગી અને મેનેજરે કહ્યું, “મેડમ આપ ઔર સર ભી પાર્ટી મેં આઈએ ગા..!” નિશાએ કહ્યું, “થેન્ક યુ વેરી મચ સર…!” હું અને નિશા પાછા હોટેલ પર આવ્યા અને કપડાં ચેન્જ કર્યા. નિશા થોડી બેચેન લાગતી હતી એટલે મેં પૂછ્યું, “શું થયું નિશા ?” એણે કહ્યું, “કંઈ નહીં બસ થોડો માથામાં દુખાવો છે !” મેં કહ્યું, “એક કામ કર અહીં બેસ…!” એ બોલી, “કેમ ?” મેં કહ્યું, “બેસ ને….” મેં નિશાના વાળ છુટા કર્યા અને મેં તેલથી માલીસ કરી !” એ બોલી, “અશોક ચાલશે…મટી જશે !” મેં કહ્યું, “એમ થોડું ચાલે…રાત્રે પાર્ટીમાં તને માથું દુખ્યું તો કામ અટકી જશે ને !” એ બોલી, “તારી બધી વાતોમાં ઇન્વેસ્ટિગેશન જ હોય છે ?” મેં કહ્યું, “હા, પણ આ ઇન્વેસ્ટિગેશનમાં મારો પ્રેમ પણ હોય છે !” એ હસવા લાગી. રાતના લગભગ નવ વાગ્યા હતા અને હું અને નિશા પાર્ટીમાં પહોંચ્યા.
પાર્ટીમાં ખૂબ જ શોર હતો અને એક તરફ લોકો ડાન્સ કરતાં હતાં અને બીજી તરફ દારૂની મહેફિલ ચાલતી હતી. હું અને નિશા અલગ અલગ થઈ ગયા અને ડી.ક્યુને શોધવા લાગ્યા. મારા મનમાં એક જ વાક્ય હતું, કે આજે ડી.ક્યુ મળી જાય તો એને મારીને જ ઊંઘ આવશે ! નિશા પાર્ટીમાં આવેલ લોકોને જોતી હતી અને હું એક એક ખૂણામાં જોતો હતો.લગભગ એક કલાક થયો પણ ડી.ક્યુ મળ્યો નહીં. હું બારના કાઉન્ટર પર બેઠો હતો અને ત્યાં એક છોકરી આવી એને એ બોલી, “વન સ્કોચ પ્લીઝ…!” મેં પણ કહ્યું, “વન મોર પ્લીઝ….!” એ છોકરીએ મારી સામે જોયું અને બોલી, “હાય…!” મેં કહ્યું, “હેલો….” એણે સ્કોચનો સિપ માર્યો અને મેં પણ એક સિપ માર્યો. એ છોકરી વધારે કંઈ બોલે એ પહેલા એની પીઠમાં કોઈએ ગોળી મારી દીધી અને એ ઢળી ગઈ. આખી રેસ્ટોરન્ટમાં ભાગદોડ મચી ગઈ અને નિશા મારી બાજુમાં આવી અને બોલી, “અશોક ચાલ જલ્દી….!” ઉપરના રૂમમાં ડી.ક્યુએ એક મોટા બિઝનેસમેનનું મર્ડર કરી નાખ્યું છે !”

હું અને નિશા ઉપરના રૂમમાં ગયા અને જોયું તો ચાર લોકોનું મર્ડર થયેલું હતું. હું બોલ્યો, “નિશા મને ચક્કર આવે છે !” નિશાએ કહ્યું, “શું થયું અશોક ?” હું બોલ્યો, “એ સ્કોચમાં….” અને મારી આંખો પર અંધારા છવાઈ ગયા !

(ક્રમશઃ)
લેખક : પ્રદિપ પ્રજાપતિ અને આરતી સિધ્ધપુરા
(GujjuRocks Team)
પ્રકરણ 3 વાંચવા માટે અહીં ક્લિક કરો 👉 Part 3
પ્રકરણ 1 વાંચવા માટે અહીં ક્લિક કરો 👉 Part 1

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.