આજકાલ એવું લાગે છે કે ધરણા કરવા અને ભૂખ હડતાલ પર ઉતરવું એ પોતાના વિચારોને પ્રગટ કરવા માટે અને કોઈ વસ્તુનો વિરોધ કરવા માટેનો એક લોકપ્રિય વિકલ્પ બની ગયો છે. લોકો ધરણા અને ભૂખ હડતાળ પર બેસીને પોતાનો સંદેશો મોટી સંખ્યામાં લોકો સુધી પહોંચાડે છે. પણ પોતાના પ્રેમને પાછો મેળવવા માટે જો કોઈ આવું કરે, ધરણા કરે, ભૂખ હડતાળ કરે તો લોકો તેને ગાંડાની કેટેગરીમાં ગણવા લાગે છે. પણ એવો જ એક ગાંડો પશ્ચિમ બંગાળમાં થઇ ગયો, જેને પોતાની ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરવા માટે ભૂખ હડતાળ કરી હતી. આ પછી છોકરીનો પરિવાર તેમના લગ્ન માટે માની ગયો.

પશ્ચિમ બંગાળના ધુપગુરીમાં અનંતા બર્મન નામનો એક યુવક છેલ્લા 8 વર્ષથી લીપિકા નામની એક છોકરી સાથે સંબંધમાં હતો. પણ થોડા સમય પહેલા કે લીપિકાએ તેની સાથે વાત કરવાની બંધ કરી દીધી હતી. લીપિકાએ અંનતાને બધા જ સોશિયલ મીડિયા પર બ્લોક કરી દીધો હતો અને તેના કોલ્સ અને મેસેજને પણ બ્લોક કરી દીધા હતા.

અનંતા પરેશાન થઇ ગયો હતો અને કશેકથી ખબર કઢાવી તો જાણવા મળ્યું કે લીપિકાનો પરિવાર તેના લગ્ન માટે છોકરાઓ જોઈ રહ્યો છે. ત્યારે એક પણ ક્ષણનો સમય બરબાદ કર્યા વિના પોતાના પ્રેમને પાછો મેળવવા માટે અનંતાએ એક ઉપાય કાઢ્યો.

જયારે છોકરાવાળા લીપિકાને જોવા આવવાના હતા ત્યારે અનંતાએ લીપિકાના ઘરની સામે ધરણા શરુ કર્યા અને ભૂખ હડતાળ પર બેસી ગયો. તે સાથે એક બોર્ડ લઈને બેસ્યો જેના પર લખ્યું હતું કે મને મારા 8 વર્ષ પાછા આપી દે’. ધીરે રહીને કેટલાક લોકો પણ અનંતાના સમર્થનમાં ભેગા થયા.

જે છોકરાવાળા લીપિકાને જોવા આવવાના હતા તે લોકો પણ આવી ગયા અને ફક્ત એ જ લોકો નહીં પોલીસ પણ ધરણાસ્થળે આવી પહોંચી. પણ એવું કહેવાય છે ને કે જયારે તમે પ્રેમમાં હોવા ત્યારે તમે કઈ પણ કરી છૂટો, એવું જ થયું કે પોલીસ પણ અનંતની ભૂખ હડતાળ તોડાવી ન શકી કે ન તો તેને ત્યાંથી હટાવી શકી.

જેમ જેમ કલાકો પસાર થતા ગયા, અનંતાનું સ્વાસ્થ્ય ખરાબ થવા લાગ્યું અને તેને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો. આ બધું જ જોયા પછી લીપિકા અનંતા સાથે લગ્ન કરવા માટે તૈયાર થઇ ગઈ અને લોકોના સમજાવવા પર લિપીકાનો પરિવાર પણ બંનેના લગ્ન માટે રાજી થઇ ગયો. આ બંનેના લગ્ન નજીકના જ મંદિરમાં જઇને કરાવી દેવામાં આવ્યા. આ બંને માટે અત્યારે તો એક જ વસ્તુ યાદ આવે છે – ‘પ્યાર કિયા તો ધરણા ક્યા…’

આવા લોકો પણ છે કે જે પોતાના પાર્ટનરને લગ્ન માટે કે પ્રેમ સંબંધમાં રહેવા માટે આ રીતે બ્લેકમેલ કરે છે, પણ કોઈ કિસ્સામાં પછીથી આના પરિણામો ખૂબ જ ખરાબ પણ આવે છે. ખરેખર તો લગ્ન કરવા માટે કે પ્રેમસંબંધમાં રહેવા માટે આ કોઈ યોગ્ય રસ્તો નથી.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks