લેખકની કલમે

મહિલા સશક્તિકરણના નામ પર સમાજમાં સ્ત્રી-પુરુષનો ભેદભાવ…ખાસ કરીને પુરુષને મહત્વ અપાતું નથી..ઘરનો પાયો તો પુરુષ છે છતાય બધી જ ક્રેડીટ કેમ મહિલાઓને આપવામાં આવે છે?

સ્ત્રી પુરુષ સમોવડી બનવું જોઈએ.
પુરુષપ્રધાન સમાજ શુ કરવા ? સ્ત્રી પ્રધાન સમાજ શુ કરવા નહીં.. આવી બધી માન્યતાઓ છેલ્લા ઘણા વર્ષથી પ્રવર્તે છે. આ બધાં પ્રયત્નોને લીધે શું પુરુષ ક્યાંકને ક્યાંક weak પડે છે ??

સ્ત્રીઓનું ચોક્કસપણે સન્માન થવું જોઈએ સાથે પુરુષોનું પણ સન્માન એટલું જ જળવાવું જોઇએ.

વાત છે રિસ્પેક્ટ ની.
સ્ત્રી-પુરુષની જ્યારે વાત આવે છે ત્યારે આ સંબંધ ક્યાંક ને ક્યાંક પતિ-પત્નીને કમ્પેર કરે છે.

લેડીઝ ફર્સ્ટના વાક્યને ઘણીવાર તમે સાંભળ્યું હશે.

અહીં સ્ત્રિ મોટી કે પુરુષ મોટો એ વિવાદ નથી, વાત છે બંનેનું પોત પોતાનું મહત્વ છે પોતાની માટે અને એકબીજાની માટે. પુરુષ ને ખબર છે કે જો સ્ત્રીનું કામ સ્ત્રી છોડી દે એક દિવસ માટે અને જો પુરુષને કરવું પડે છે.તો સ્ત્રીને પણ ખબર છે કે જો સ્ત્રી પોતાનું કામ છોડીને પુરુષનું કામ એક દિવસ માટે કરે તો એ કેટલી બધી હાર્ડ વર્ક પડે છે અઘરું પડે છે.

બધા કહે છે કે સ્ત્રી ઘર ચલાવે છે બાળકોની સાર સંભાળ કરે છે પરંતુ કરોડ લોકો એવું કેમ નથી કહેતા કે ઘર ચલાવનાર મૂળ પાયો કોણ છે. ?? પુરુષ હાર્ડવર્કિંગ ના કરે તો એકવાર ચાલી શકે ખરું…

દિવસ રાત દિવસ રાતે કરેને પુરૂષ ખૂબ મહેનત કરે છે પોતાનું ઘર ચલાવે છે પોતાના બાળકોની અને પત્નીની અને માતા-પિતાની જરૂરિયાત પૂરી કરે છે.

એક સમયે કોઈ એવી પરિસ્થિતિ આવીને ઊભી રહી જાય છે કે જ્યારે પુરુષે પોતાની જોબ છોડવી પડે છે અને અત્યારે તેની પાસે કોઈ જવાબ નથી ત્યારે સમાજ અને ઘર ખૂબ જ ખરાબ રીતે પુરુષ સામે જોવે છે

દરેકની ઘરની પરિસ્થિતિ અલગ અલગ હોય છે જ્યારે આપણે સ્ત્રીને પુરુષ સમોવડી બનવાની વાત કરીએ છીએ ત્યારે શું એક ઘરની જરૂરિયાત છે?
પરિવારના સારી રીતે વિકાસની વાત છે?
આર્થિક પરિસ્થિતિને મકકમ કરવા માટે સ્ત્રી નુ ઘર પ્રત્યેનું બલિદાન છે? અથવા તો

જેવી રીતે માણસના શરીરમાં ઓક્સિજન (સારી વસ્તુ) અંદર જાય છે અને કાર્બન ડાયોક્સાઇડ (ખરાબ વસ્તુ) બહાર આવે છે, એવી જ રીતે સ્ત્રીઓને પુરૂષ સમોવડી બનાવતા સ્ત્રીઓનું માન તો વધ્યું છે સારી વાત છે પણ પુરુષોનું માન ઘટ્યું છે તે ખરાબ વાત છે.

જ્યારે કોઇનો વિકાસ થાય છે પણ તેમાં બીજા કોઈનો ભોગ લેવાતો હોય એવી પરિસ્થિતિમાં સમાજનો વિકાસ થઈ શકે નહીં. સ્ત્રીઓને શક્તિ મળવી જ જોઈએ એમનો વિકાસ થવો જ જોઇએ તે ચોક્કસપણે જરૂરી છે. સ્ત્રીઓનું માન જાણવું ખૂબ જ જરુરી છે, પણ પુરુષના માનના ભોગે નહીં.

એકવીસમી સદીની જરૂરીયાત શું છે ? એકવીસમી સદીમાં સ્ત્રીની ફરજો કઈ કઈ હોઈ શકે?

શું વાત આપણે દેશની કરી રહ્યાં છે કે શું આપણે વાત કોઈ રાજ્યની કરી રહ્યાં છે કે શું એક નાના ઘરની વાત કરી રહ્યા છે. છેલ્લા દસ વર્ષથી સ્ત્રીઓને પુરૂષ સમોવડી બનવું છે એ માટેના સ્ત્રીસશક્તિકરણના પ્રયત્નો ચાલી રહ્યા છે.

અહીં સ્ત્રીઓને પુરુષો વચ્ચેનું યુદ્ધ નથી,
આપણે ઘર માટે વાત કરીએ તો હંમેશા સ્ત્રી ને આગળ લાવવા માટે ઘરનો પુરુષ ખૂબ જ મહેનત કરતો હોય છે બધા ને ગમશે કે જો પોતાની સ્ત્રી સારા પદ ઉપર હોય સારુ સન્માન તેને મળતુ હોય. તેઓ આવું દરેક પુરુષ ઈચ્છે છે. પણ જ્યારે સ્ત્રી એક લેવલ સુધી આગળ આવી જાય છે ત્યાર પછી તેનો ઇગો કામ કરવા લાગે છે અને I am something ની ફીલિંગ્સ આવવા લાગે છે ત્યારે સ્ત્રીઓ નથી સમજી શકતી કે તેઓ જે વૃક્ષનાં ફળ
ખાઈ રહ્યાં છે તે વૃક્ષનું બીજ વાવનાર પુરુષની મહેનત તો જુઓ.

સ્ત્રી સશસ્ત્રીકરણ વધતું ગયું છે એટલા માટે ક્યાંકને ક્યાંક પુરૂષ week પડતો ગયો હોય છે.એના દાખલાઓ જોઈએ તો..

તેઓ સ્ત્રીઓ માટે અનામત આવી ચૂક્યું છે.
બસમા મુસાફરી કરીએ ત્યારે મહિલાઓ માટેની સીટ એવું લખેલું હોય છે અને ઘણીવાર તો આખી બસ માણસોથી ભરેલી હોય છે અને જ્યારે એક સ્ત્રી બસમાં ચડે છે ત્યારે તેને જગ્યા કોણ આપે છે એક પુરુષને..

જ્યારે રસ્તામાં કોઈ વાહન બંધ પડે છે કોઈ સ્ત્રીનું ત્યારે પુરુષ તરત જ મદદ કરવા દોડી આવે છે..

જ્યારે બજાર વચ્ચે કોઈપણ ઝઘડો થાય અને કોઈ સ્ત્રીનો fault હોય ત્યારે આખો જ સમાજ અને બધા જ સ્ત્રીનો પક્ષ લે છે. તેનો ઘણીવાર તો વાંક સ્ત્રીનો હોય છે છતાં પણ પુરુષને માર ખાવો પડે છે.

બસ વાત આટલી જ સ્ત્રીઓને શક્તિઓ આપતા પુરુષો પોતાની શક્તિઓ ગુમાવી બેઠા છે.

પુરુષોના કામ સ્ત્રીઓ કરે એટલે શું સ્ત્રીઓ પુરુષ સમોવડી થઈ જાય.. પુરુષની લાગણીઓ જ્યારે સ્ત્રી સમજે ત્યારે સ્ત્રી પુરૂષને સમોવડી થઈ જાય. જ્યારે તમે કોઈની લાગણી સમજશો ત્યારે તમે એમને ખૂબ જ માન આપશો.
તમે જે સંબંધમાં રિસ્પેક્ટ છે માન છે તે સંબંધમાં ખૂબ જ પ્રેમ છે.

“સ્ત્રીને તાકાત આપવામાં પુરુષ પોતે ખર્ચાય જાઇ છે. રણની તરસ છીપાવતા , પાણી થાકી જાય છે.. પાણીથી છલોછલ નદી પણ એકાએક ખાલી થઈ જાય છે…છતા પણ સ્ત્રીઓને પુરુષો માટે માન ક્યાં થાય છે”

જતા જતા એક છેલ્લી વાત, તમને તો ખબર જ હશે કે થોડાક સમય પહેલા માનુષી ચિલ્લર મિસ વર્લ્ડ બની ગઈ અને ભારતમાં હાહાકાર મચી ગયો… બધા જ રાજ્યના લોકો તરફ્તથી શુભેચ્છા મળવા માંડી. મીડિયા વાળાએ તો ભરી ભરીને આર્ટીકલ છાપ્યા અને કોઈ પણ ન્યુઝપેપર ઉઠાવીને જોઈ લો બધે જ માનુષી છવાઈ ગઈ પણ

જયારે રોહિત ખંડેલવાલ એશિયન મિસ્ટર વર્લ્ડ બન્યો ત્યારે ? ગણ્યા ગાંઠ્યા મીડિયાવાળાવ એ છાપ્યું…. કોઈ હાહાકાર ન મચ્યો.. હજુ પણ ઘણા લોકોને ખબર જ નથી કે રોહિત ખંડેલવાલ કોણ છે. જયારે કોઈ કોમ્પીટીશન છોકરી જીતે ત્યારે બધે જ છવાઈ જાય અને જયારે કોઈ છોકરો જીતે ત્યારે બે ચાર ગણ્યા મીડિયા વાળા પબ્લીસીટી કરે …!!!! આટલો ભેદભાવ કેમ છે આપના સમાજમાં?

લેખક: નિરાલી હર્ષિત

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks