અજબગજબ ખબર

બાપે દીકરાને એક ફોટો લેવા માટે ઊંડી ખાઇમાં લટકાવી દીધો, જુઓ વાયરલ થઇ રહેલી તસ્વીર

આજે દુનિયામાં સેલ્ફીનો ખુબ જ ગાંડો ક્રેઝ જોવા મળે છે. ઓકો ફોટો લેવા માટે શું શું નથી કરતા, ઘણા લોકો ફોટો લેવા માટે તમામ હદો પાર કરી દે છે તો ઘણા લોકો એવા પણ હોય છે જે એક ફોટો માટે પોતાનો જીવ પણ જોખમમાં મુકતા હોય છે. ઘણા લોકોનો જીવ સેલ્ફીના ચક્કરમાં આપણે જતો પણ જોયો છે.

Image Source

આ સમગ્ર મામલો ચીનમાંથી સામે આવ્યો છે. જ્યાં એક વ્યક્તિએ ફોટો પાડવાના ચક્કરમાં પોતાના બાળકને જ ઊંડી ખાઈમાં લટકાવી રહ્યો છે અને બીજી વ્યક્તિ પાછળ ઉભી તેની તસવીરો લઈ રહી છે. આસપાસ પણ ઘણા લોકો રહેલા છે પરંતુ કોઈપણ તે વ્યક્તિને રોકી નથી રહ્યું બધા જ પોતાનામાં જ વ્યસ્ત છે.

Image Source

પરંતુ આ વ્યક્તિનો તસવીર ખેંચતા વિડીયો કોઈએ પોતાના મોબાઈલમાં કેદ કરી લીધો અને ત્યારબાદ સોશિયલ મીડિયામાં તે વાયરલ થઇ ગયો હતો. રિપોર્ટ પ્રમાણે આ વિડીયો બીજિંગમાં હોંગજિંગ રોડની નામથી જવા વાળા પહાડી રસ્તા ઉપર પર્યટકો દ્વારા ફિલ્માવવામાં આવ્યો છે. રસ્તાના આ ખાસ સ્ટ્રેચને “ડેવિલ્સ રોડ” ના નામથી ઓળખવામાં આવે છે. કારણે આ રોડની અંદર 18 ખતરનાક વળાંક છે. આ રોડ પર્યટકોમાં ખુબ જ પ્રખ્યાત છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.