યુવતીએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી કહ્યું, મરી જાઉં કે જીવું? કમેન્ટ આવી કે, મરો! અને સાચે મરી ગઈ! વાંચો પુરી ઘટના

0

બાળપણમાં આપણે જ્યારે આપણા કોઈ ખાસ ગોઠિયાના કહેવાથી ભાંગરો વાટીને ઘરે આવ્યાં હોઈએ તો માતા-પિતા કે દાદા-દાદી તરફથી એક ઠપકો ચોક્કસપણે સાંભળવા મળતો: એ તો કહેશે કે કૂવામાં પડી જા… તો તું પડી જવાનો?

અલબત્ત, આનો જવાબ ના જ હોય! કોઈના કહેવાથી આપણે કૂવામાં ઠેકડો મારી દઈએ એટલા બુધ્ધુ તો નહોતા જ. પણ આજકાલ સોશિયલ મીડિયાનો ક્રેઝ એ હદે વકર્યો છે કે, જાણે લોકો પોતાની સામાન્ય સમજણ પણ ગુમાવી બેઠાં છે. ઉપરનું ઉદાહરણ ટાંકવાનો અર્થ એ જ કે, મલેશિયામાં ખરેખર એવો દાખલો બન્યો! ‘એ કહે કે, કૂવામાં ખાબકી જા, ખાબકી જઈશ? હા, ખાબકી જઈશ!’… બસ આવો જ બનાવ બન્યો.

Image Source

મલેશિયાના પૂર્વીય વિસ્તારમાં એક સોળ વરસની ટીનેજ યુવતીએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરી. બેન કોઈ કારણસર ડિપ્રેશનનો શિકાર બનેલી. એટલે પોસ્ટ એવા મતલબની કરેલી કે, ‘ખરેખર મહત્ત્વનું છે. તમે મને કહો – મરું કે જીવું?’

કેટલું હાસ્યાસ્પદ લાગે છે નહી? ઇન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મ પર એવાં લોકોને પૂછવાનું કે પોતે જીવે કે મરે? પોતાની લાઈફ જેઓ કોઈ જાતથી સગાં નથી થતાં કે થવાના નથી એના હાથમાં સોંપી દેવાની? પણ આ કોમેડી જેવી લાગતી પાગલતા આખરે ટ્રેજેડી લાવતી કરૂણાંતિકા બની. લગભગ 69 ટકા લોકોએ કમેન્ટમાં કહ્યું, ‘ઠીક છે, મરી જાઓ!’ અને યુવતીએ પોતાનું જીવન ટૂંકાવી દીધું!

Image Source

16 વર્ષની સગીરાવસ્થામાં મહાલતી યુવતીને એટલો તો ખ્યાલ હોવાનો જ કે, કોઈ ગમે તેમ કહે મારે શું કામ આવું પગલું ભરવું? અથવા તો એને એટલી પણ ખબર હોવાની કે, આવી વાતો આવા પ્લેટફોર્મ પર પોસ્ટ કરાય જ કેમ? પણ દેખાદેખી અને ડિપ્રેશન કંઈ પણ કરાવી શકે છે.

મલેશિયાના યુવા અને રમત-ગમત વિભાગના કેબિનેટ મંત્રીએ કહ્યું કે, ‘ખરેખર યુવાઓના માનસિક સ્વાસ્થયની હાલત વિશે ગંભીરપણે વિચારવા જેવું છે. જે રાષ્ટ્રીય પ્રશ્ન બન્યો છે અને તેમના વિશે ગંભીરતાપૂર્વક પગલાં લેવા જરૂરી બન્યાં છે.’

અનેક પ્રતિક્રીયાઓ આવી. ઇન્સ્ટાગ્રામના મેનેજમેન્ટ દ્વારા પણ ખેદ વ્યક્ત કરવામાં આવ્યો. ઉલ્લેખનીય છે કે, સને 2017માં બ્રિટનની એક 14 વર્ષની સગીરાએ આપઘાત કર્યો એ સાથે ઇન્સ્ટાગ્રામે ‘સેન્સીટિવલી સ્ક્રિન’ લોન્ચ કરી સ્વ-ઇજાવાળી તસ્વીરો પોસ્ટ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે.

આખરે સજાગતા આપણે પણ કેળવવી પડશે. આવું ઘેલું વલણ આખરે ક્યાં જઈને ઉભું રહેશે એ કહેવું મુશ્કેલ છે. ટીકટોક પર જાનના જોખમે ઉતારાતા વીડિયો, સેલ્ફીઓ… આ બધું લઈને સૌ ચાલી તો નીકળ્યા છે પણ ક્યાં જઈ ઉભું રહેશે એ તો ઈશ્વર જાણે.

મિત્રો! એટલું યાદ રાખજો કે, તમારી જીંદગીના સાચા હક્કદાર તમે છો એના કરતાં વધારે જેણે તમને નવ મહિના વેંડાર્યા છે એ ‘મા’ છે અને તમને અત્યાર સુધી બેઠે-બઠે ખવડાવવા જેણે તનતોડ મહેનત કરી છે એ ‘બાપ’ છે… નહી કે જેનો દોકડોય ન આવે એવી ખોટા સિક્કા જેવી લાઇકું આપીને હાલતી પકનારું તમારું કહેવાતું ફીફાંખાંડ ફ્રેન્ડ સર્કલ!

[આર્ટીકલ શેર કરી દો. મહેરબાની તમારી!]

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here